ખૂબ લાભદાયી નાળિયેર પાણી ના પણ છે ઘણા નુકસાન..

આમાં કોઈ બે અભિપ્રાયો નથી, નાળિયેર પાણી એક એવું પીણું છે જેમાં ઘણાં બધાં ગુણો છુપાયેલા છે. તેને દરરોજ પીવાથી ઘણા લાભો થાય છે આ કારણે લોકો નાળિયેર પાણીથી ખૂબ સાવચેત રહે છે અને તેને રોજ પીવે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તો નાળિયેર પાણી રામબાણ તરીકે કામ કરે છે. પરંતુ આ નારિયેળ પાણી જે ઘણા બધા ગુણો ધરાવે છે તેના પણ ઘણાં નુકસાન છે.

જે લોકોનું પેટ ખરાબ રહેતું હોય, સાંધામાં દુખાવો હોય, આરોગ્ય ખૂબ નબળુ હોય, ડાયાબિટીસ હોય વગેરે લોકો માટે. પરંતુ જેમના શરીરમાં સોડિયમ અને પોટાશિયમ સંબંધિત કોઈ સમસ્યા રહેતી હોય, તેમને નાળિયેર પાણીનો વિચારીને ઉપયોગ કરવો જોઈએ. કારણ કે તે તમારા શરીરને નુકસાન કરી શકે છે, ચલો જાણીએ કે નાળિયેર પાણી આપણને કેવી રીતે નુકસાન કરી શકે છે..

નબળા લોકો

જે લોકો શારીરિક રીતે નબળા હોય છે અને જેમને ઘણીવાર આરોગ્યની સમસ્યા રહેતી હોય છે, તેઓએ નાળિયેર પાણી ન પીવું જોઈએ. કારણ કે તેના વધુ પડતા સેવનથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન બગડી શકે છે.

જિમ પછી

જિમ પછી તરત જ કેટલાક લોકો નાળિયેર પાણી પીવે છે. જે આરોગ્ય માટે સારું નથી, કારણ કે જિમમાં કસરત કરતી વખતે આપણા શરીરમાંથી પરસેવા દ્વારા સોડિયમ નીકળે છે. અને કસરત કર્યા પછી નાળિયેર પાણી પીવાથી શરીરમાંથી સોડિયમની માત્રા વધારે ઘટે છે. તેથી તમારે જિમ પછી તરત જ નાળિયેર પાણી પીવાનું ટાળવું જોઈએ.

જો પેટ ખરાબ હોય

પેટમાં બગડવાની સમસ્યા દરેક એક વ્યક્તિને છોડીને એક ને હોય છે. ખરાબ પેટ ધરાવતા લોકોએ નાળિયેર પાણી ન પીવું જોઈએ, કારણ કે આ નાળિયેરના પાણીમાં કુદરતી રેચક તત્વો હોય છે. આ કારણે પેટ ખરાબ રહેતું હોય તેમને ઉલટી, ઝાડા અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

પેશાબની સમસ્યા

ઘણી લોકો પુષ્કળ પાણી પીવે છે, પરંતુ તેઓ તો પણ પેશાબ ના આવવાની ફરિયાદ કરતાં હોય છે. આવા લોકોએ પણ નાળિયેર પાણી વધુ ન પીવું જોઈએ. 

ડાયાબિટીસવાળા દૂર રહે 

ડૉક્ટરો કહે છે કે નાળિયેરના પાણીમાં કુદરતી રીતે મીઠાસ હોય છે, તેથી ડાયાબિટીસવાળા દર્દીઓએ નાળિયેર પાણીથી દૂર રહેવું જોઈએ.

ઉધરસ અને શરદી વખતે

આપને જણાવી દઈએ કે નાળિયેરનું પાણી ઠંડુ હોય છે, તેથી જે લોકોને ઉધરસ અથવા શરદી હોય તેમણે નાળિયેરનું પાણી ન પીવું જોઇએ.

ત્વચા એલર્જી

બદલાતી મોસમમાં સૌ પ્રથમ બદલાવ ત્વચા સાથે થાય છે. તેથી ત્વચા એલર્જી હોવાનું સામાન્ય છે. અને જેઓ પહેલાથી ચામડીની એલર્જી ધરાવતા હોય, તેમણે પણ નાળિયેર પાણીથી દૂર રહેવું જોઈએ કારણ કે તે ચામડીની એલર્જી વધારી શકે છે.

સાંધાના દુખાવા 

વધતી જતી ઉંમર સાથે સાંધાની પીડા પણ વધતી જાય છે. જો તમારે પણ આવી સમસ્યા રહેતી હોય તો નાળિયેરનું પાણી ન પીવું, કારણ કે તેની પ્રક્રિયા ઠંડી હોય છે અને સાંધાના દુખાવાની સમસ્યા વધારી શકે છે.

ALL IMAGE CREDITS : GOOGLE IMAGES

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે

AUTHOR: ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *