એકદમ સરળતાથી ઘરે બનાવો કેસર શ્રીખંડ!😋😋😋 માત્ર બે વાત યાદ રાખો અને બનાવો ઉત્સવને યાદગાર

ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં હવે તો ઓળખ સમાન બની ગયેલ શ્રીખંડની વાનગી આજે પ્રસિધ્ધીની ટોચ પર છે. ખાસ કરીને ફ્રીઝરનો ઉપયોગ વધ્યાં બાદ! એમાંયે કેસર શ્રીખંડની અત્યંત લોભામણી વાનગી છે. સુગંધ, સ્વાદ અને દેખાવને લીધે તે અત્યધિક ફેમસ છે.ઇલાયચી શ્રીખંડ,ફ્રુટ શ્રીખંડ જેવા અલગ-અલગ શ્રીખંડમાં પણ કેસર શ્રીખંડ એક અલગ ભાત પાડીને ઉભરી આવે છે એમાં શંકાને સ્થાન નથી.

kesar shrikhand faktgujarati

ગુજરાતીઓના ઘરે વારે તહેવારે કેસર શ્રીખંડનો સ્વાદ ચાખવા ના મળે એ તો લગભગ શક્ય જ નથી! કોઇ તહેવાર હોય,શુભ પ્રસંગ હોય-કેસર શ્રીખંડ આ બધામાં રોનક આપી દે છે. નવરાત્રી, જન્માષ્ટમી કે અન્ય કોઇ પારંપરીક તહેવારો કે લગ્ન ઇત્યાદિ શુભ પ્રસંગોમાં કેસર શ્રીખંડ ખાવામાં આવે છે. જેની લિજ્જત તેની ઓળખ છે! નવરાત્રીના તહેવારમાં કેસર શ્રીખંડનો વ્યાપ દરેક ગુજરાતી ઘરમાં પહોઁચી જાય છે. એમાંયે બાદામ-પિસ્તા ભભરાવીને, શુશોભિત રીતે પીરસાતા આ શ્રીખંડને જોઇને જ મોંમાં પાણી આવે એ સ્વાભાવિક છે!

અહીઁ જણાવી રહ્યાં છીએ કેસર શ્રીખંડ બનાવવામાં માટે જરૂરી ચીજવસ્તુઓ અને સાથે સંપૂર્ણ રેસીપી. પ્રક્રિયા એકદમ સરળ છે. સરળતાથી તમે કેસર શ્રીખંડનો સ્વાદ લઇ શકો એ પણ ઘરે બનાવીને જ!

આવો જાણીએ રેસીપી :

સામગ્રી –

  • ૫૦ ગ્રામ જેટલી ક્રીમ ચીઝ
  • ૨ ટેબલસ્પૂન ખાંડ
  • ૧/૪ ટીસ્પૂન કેસર
  • ૧/૪ કપ દહીં
  • બાદામ પિસ્તા, કાતરી પિસ્તા વગેરે જે હોય તેમાંથી એકાદ ટી સ્પૂન જેટલાં લઇ શકો.

બનાવવાની રીત –

સ્ટેપ 1 : સૌપ્રથમ એક સ્વચ્છ સફેદ મલમલ કપડાનો કટકો લો.

take clean white muslin cloth to make hung curd-faktgujarati

સ્ટેપ 2 : એમાં દહીં નાખી દો.

add curd in white muslin cloth to make hung curd - Fakt Gujarati

સ્ટેપ 3 : હવે કાપડમાંથી દહીંમાં રહેલા પાણીને નીતરી જવા દો.

strain water to make hung curd - fakt gujarati

સ્ટેપ 4 : એકાદ કલાક જેટલી રાહ જોવી જરૂરી છે.

hung curd - fakt gujarati

સ્ટેપ 5 : ત્યારબાદ, એ દહીંમાં ભૂકો કરેલ ખાંડ ઉમેરી દો.

add sugar in hung curd - fakt gujarati

સ્ટેપ 6 : હવે તેને મસ્કો કહેવાય છે. હવે આ દહીંને એક વાટકામાં લઇ લો.

hung curd in bowl-shrikhand recipe-fakt gujarati

સ્ટેપ 7 : ત્યારબાદ તેને બ્લેન્ડરમાં રાખી તેની સાથે ક્રીમ ચીઝનું બરોબર મિશ્રણ કરો.

curd mixer faktgujarati

સ્ટેપ 8 : હવે આ મિશ્રણને એક બાઉલમાં રાખી દો.

shrikhand recipe

સ્ટેપ 9 : ત્યારબાદ દૂધમાં કેસર, પિસ્તા અને પ્રમાણમાં જોઇએ તો ખાંડ ઉમેરો.

shrikhand making process fakt gujarati

સ્ટેપ 10 : હવે દહીં અને દૂધના મિશ્રણને બાઉલમાં મિક્સ કરી દો. એકદમ સારી રીતે.

mix well - Fakt Gujarati

સ્ટેપ 11 : હવે, તેને ૨ થી ૩ કલાક ફ્રિજમાં રાખી મુકો. ઠંડુ પડતાં જ બની ગયું કેસર શ્રીખંડ!

shrikhand - Fakt Gujarati

સુશોભન માટે એમાં ઉપર કાતરી પિસ્તા ઉમેરી શકો. બાદમાં સર્વ કરો અને વિશેષ આનંદમય સ્વાદની ઓળખ મળશે!

આર્ટીકલ શીખવાલાયક લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરજો, ધન્યવાદ!

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ

Images – thebrunettediaries.com

Leave a Comment