બાઇક પર લોંગ ડ્રાઇવ કરો છો તો આ વસ્તુ નું રાખો ધ્યાન

કોરોનાને કારણે વિશ્વવ્યાપી લોકડાઉન થયું હતું. પરંતુ હવે બધી જ જગ્યા ખુલતા ની સાથે જ લોકો જુદા જુદા સ્થળોએ જવાનું વિચારી રહ્યા છે. ઘણા લોકો એવા છે કે જેઓ લાંબી મુસાફરી માટે બાઇક અથવા કાર  માં જ જવાનું કરે છે. આવા માં  જો તમે પણ તમારી બાઇક અથવા કારમાં લોગ ડ્રાઇવ કરવા નું  વિચારો છો  તો થોડી સાવચેતી રાખવી પડશે. જેથી પ્રવાસ માં કોઈપણ મુશ્કેલી ન આવે.

Image Source

સાવધાની સાથે બાઇક ચલાવો

Image Source

જ્યારે પણ તમે દિવસ કે રાત ની મુસાફરી કરો ત્યારે બાઇક અને કારને ઝડપ થી ન ચલાવી. ઉપરાંત, તેને અન્ય વાહનોથી દૂર રાખો. ખાસ કરીને હાઇવે પર વધુ સાવચેતી રાખવી. શિયાળાની ઋતુ દરમિયાન ધુમ્મસને કારણે મુસાફરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં તમારે ફક્ત દિવસ દરમિયાન જ યાત્રા કરવી.

શોર્ટ કટ લેવાનું વિચારશો નહીં

ઘણી વાર લોકો કોઈ જગ્યાએ ઝડપથી પહોંચવા માટે શોર્ટ કટ લેવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આવું વિચારો છો, તો તે ખોટું છે. હકીકતમાં, તો શોર્ટ ખબર ન હોવાને કારણે તમે રસ્તા માં અટકી પણ શકો છો. સાથે જ  આવા રસ્તા પર લોકો ન હોવાને કારણે રસ્તો એક દમ સૂમસામ હશે અને તે જોખમી પણ થઈ શકે છે.

ફર્સ્ટ એઇડ કીટ નજીક રાખો

Image Source

મુસાફરી દરમિયાન, ફર્સ્ટ એઇડ કીટ રાખો. સાથે જ  પાટો, કોમ્બીફ્લેમ, ડેટોલ અને અન્ય આવશ્યક દવાઓ પણ જોડે રાખો. ઘણીવાર બીજી જગ્યાએ વાતાવરણમાં ફેરફાર થવાને કારણે માથાનો દુખાવો, બેચેની વગેરે થઈ શકે છે. આવી સ્થિતિમાં મુસાફરી પહેલાં એકવાર ડોક્ટરની સલાહ લો.

ટૂલબોક્સ પણ સાથે રાખો

Image Source

આમ તો પ્રવાસ પર જતા પહેલાં તેમની બાઇક્ ની સર્વિસ કરાવે છે. આ સિવાય ટૂલ બોક્સને પણ  સાથે રાખો. જેથી જો તમારી બાઇક અથવા કાર ક્યાંક ખરાબ થઈ ગઈ, તો તમે તેને ઠીક કરી શકો.

સતત મુસાફરી કરવાનું ટાળો

સતત મુસાફરી કરતાં રહેવા થી કાર પણ ગરમ થવા લાગે છે. આવી સ્થિતિમાં 100-120 કિ.મી. ના અંતરે  પહોંચ્યા પછી  10-15 મિનિટનો આરામ લો. સાથે જ તમારી કાર પણ સારી રહેશે. સાથે જ તમે ફરી થી ડ્રાઇવ કરવા માંટે સારું અનુભવશો.

જરૂરી કાગળ લઈ જવાનું ભૂલશો નહીં

જો તમે બીજા શહેરમાં જઇ રહ્યા છો, તો પછી કારના બધા જ જરૂરી કાગળો તમારી પાસે રાખો. આ સિવાય તમારુ પોતાનું પાનકાર્ડ  અને આધારકાર્ડ પણ રાખો. જેથી તમને કોઈ સમસ્યા થાય  ત્યારે તેનો ઉપયોગ કરી શકો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *