જો તમે પણ આ વાતો કોઈ ની જોડે શેર કરશો તો થશે નુકશાન, ચાલો જાણીએ કઈ છે વાતો..

ભારતીય નીતિ જેમ કે ચાણક્ય, વિદુર, ભીષ્મ નીતિ સિવાય હિતોપદેશ, જાતક કથાઓ, થી આપણ ને જીવન માં જ્ઞાન, નીતિ અને ધર્મ ની શિક્ષા મળે છે. તેમા થી અમે તમારી માટે એવી જ વાતો લઈ આવ્યા છે કે જેને તમારે બીજા જોડે શેર ન કરવી જોઈએ.

Image Source

ચાલો જાણીએ એવી વાતો કે જેને તમારે બીજા થી ગુપ્ત રાખવી જોઈએ…

ઘર પરિવાર ની વાતો.

Image Source

એવા ઘણા લોકો હોય છે જે પોતાના ઘર પરિવાર ની વાતો પોતાના મિત્રો, પરિવાર જનો સાથે શેર કરતાં હોય છે. આવા લોકો પછી થી પછતાય છે. આમ થવાથી પરિવાર ના લોકો વચ્ચે મન મેળ થતો નથી અને અવિશ્વાસ પેદા થાય છે. ઘર ની વાતો ઘર માં જ રાખવા થી જીવન સુખમય બને છે. નાની મોટી સમસ્યા તો જીવન માં ચાલ્યા જ કરે છે. પતિ પત્ની વચ્ચે ના સંસાર ને ગોપનીય રાખવો. ઘણા મૂર્ખ લોકો પોતાની પત્ની સાથે નો સંબંધ કેવો છે તે બીજા જોડે શેર કરતાં હોય છે. આમ કરવું ખોટું છે.

તમારા ધન વિશે.

Image Source

લોકો જાણવા માંગતા હોય છે કે તમે કેટલું કમાવ છો?જો તમે તેને સીધી રીતે ન જણાવો તો તે કોઈ પણ રીતે પૂછશે તો ખરા જ. બની શકે તો તમે તમારું ધન અથવા તો તમે કેટલું કમાવ છો તે હમેશા ગુપ્ત જ રાખો. તે તમારા માટે જ સારું રહેશે. ધન વિશે પરિચિત વ્યક્તિ થી ગુપ્ત જ રાખવું પણ પત્ની થી તો કયારે પણ તે વસ્તુ ગુપ્ત ન રાખવી. નહીં તો ધન દુખ દાયક સાબિત થશે.

તમારી અયોગ્યતા કે કમજોરી વિશે.

આમ તો ઘણી જગ્યા પર આ વાત ને ગુપ્ત રાખવી થોડી નુકશાન કારક પણ હોય છે પરંતુ, ક્યારેક આ વાત ઉજાઘર થવાથી લોકો તમને કમજોર સમજાવા લાગે છે. લોકો તમને માનસિક રીતે દબાવા લાગશે.

હવે આની માટે તમે એ વિચાર કરી લો કે કયા, કેવી રીતે કઈ વાત ગોપનીય રાખવી છે.

મન ની વાત

Image Source

મન માં એવી ઘણી બધી વાતો હોય છે જેને જગજાહિર કરવાથી તમારી સામે ક્યારેક સંકટ ઊભું થઈ શકે છે. થઈ શકે છે કે તમારા મન માં કોઈ વાત ને લઈ ને ગુસ્સો હોય, કે ઘૃણા હોય. મન માં હજારઑ પ્રકાર ના વિચારો ઉતત્પન્ન થતાં હોય છે. પરંતુ બુદ્ધિમાન મનુષ્ય એવા જ વિચાર સામે લાવે છે કે તેના હિત માં હોય.

ગુરુમંત્ર, સાધના, તપ

જો તમે કોઈ યોગ્ય ગુરુ જોડે થી દીક્ષા લીધી છે, તો તેના દ્વારા આપવામાં આવેલ ગુરુમંત્ર ગોપનીય રાખવો. જો કે ગુરુ મંત્ર ઘણા પ્રકાર ના હોય છે. જેમ કે કોઈ એ તમને જ્ઞાન આપ્યું કે કઈક શિખવાડ્યું તો એ પણ ગુરુમંત્ર જ છે. જો તમે કોઈ પણ પ્રકાર ની સાધના કે તપ કરો છો તો તે પણ ગુપ્ત જ રાખવું.

દાન- પુણ્ય

Image Source

તમે જે પણ કઈ દાન આપ્યું છે તે ગુપ્ત રાખવું. તો જ તેનો લાભ મળે છે. ગોપનીય દાન દેવતા ઓ ની નજર માં રહે છે. કોઈ પણ પ્રકાર નું દાન કરો તો તેને કોઈ ને કહેવું નહીં.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment