ગરમીની ઋતુમાં ઘરને રાખો ઠંડુ, ફક્ત કરો આ 5 ઉપાય

કોરોનાના ડરથી લોકો ઘરમાં એસી-કૂલર ચલાવવાનું ટાળી રહ્યા છે જેના કારણે વધતી ગરમીમાં રહેવું પડે છે. ગરમીની ઋતુની શરૂઆત થઇ ગઇ છે અને સાથે જ એસી અને કુલરના ખર્ચા પણ આવી ગયા છે. લોકોએ તેમના ઘરને ઠંડુ રાખવા માટે કુલર અને એસી પણ ચાલું કરી દીધા છે. પરંતુ શુ તમે જાણો છો કે આખો દિવસ એસીમાં બેસી રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. એવામાં જરૂરી નથી કે તમે ઘરને ઠંડુ રાખવા માટે એસી અને કૂલરનો જ ઉપયોગ કરો. તેના માટે તમે કેટલાક કુદરતી ઉપાય પણ કરી શકો છો. આજે અમે તમને કેટલાક એવા ટિપ્સ આપવા જઇ રહ્યા છીએ જે આકરી ગરમીમાં પણ તમારા ઘરને કુદરતી રીતે ઠંડુ રાખશે.

image source

  • ઘરમાં રસોડા અને બાથરૂમમાં એક્જોસ્ટ ફેનનો ઉપયોગ ચોક્કસપણે કરો. તેનાથી અંદરની ગરમી બહાર જતી રહે છે.રસોઇ કરતી વખતે ચિમની અથવા એક્જોસ્ટ ફેનનો ઉપયોગ કરો અને રસોડાની બારી ખુલ્લી રાખો.
  • ગરમીમાં લાઇટ કલર્સ અને સુતરાઉ ફેબ્રિક વધારે રાહત આપે છે. પોતાના ઘરના પડદા, ચાદર, તકિયા અને સોફાના કવર્સ વગેરે લાઇટ કલર્સમાં રાખો. ધ્યાન રાખો તેમાં કોટન ફેબ્રિકનો જ ઉપયોગ કરશો. તેનાથી ઘરમાં થોડી ઠંડકનો અનુભવ થશે. પરિવારના બધા લોકો પણ શક્ય હોય તો સુતરાઉ કપડાનો વધારે ઉપયોગ કરો.

image source

  • જો તમારું ઘર ટૉપ ફ્લોર પર છે તો ગરમી પણ વધારે લાગતી હશે. એવામાં તમે ધાબે અથવા બાલ્કનીમાં નાનું ગાર્ડન તૈયાર કરી શકો છો. આ ઉપરાંત ગ્રીન શેડ પણ લગાવી શકો છો. વાંસ લગાવીને તેની પર વેલ ચઢાવી શકો છો. ટૉપ ફ્લોર પર હવાની અવર-જવર ઘણી સારી હોય છે, એટલા માટે સાંજે ઘરમાં બારી દરવાજા ખોલી દો.
  • ઘરમાં જરૂર વગર લાઇટ્સ ચાલુ ન રાખશો અને ખૂબ જ વધારે પ્રકાશવાળી લાઇટ્સનો ઉપયોગ ન કરશો. તેની જગ્યાએ ડિમ લાઇટ્સ અથવા લેમ્પ શેડ્સનો ઉપયોગ કરો. રૂમ ઠંડો કરવામાં મદદ મળશે.

image source

  • બારી તરફની જગ્યા ખાલી રાખો, જેથી હવા સરળતાથી અવર-જવર કરી શકે. કારપેટ ન પાથરશો. સાથે ક રૂમમાં કેટલાક વૉટર એલિમેન્ટ્સ પણ રાખો. સીધો તડકો હોય બાલ્કનીમાંથી તો શેડ્સ પણ લગાવી શકો છો .

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *