ગરમીની ઋતુમાં પગને રાખો મુલાયમ અને ખુબસુરત

ચહેરાની સુંદરતા અને ડ્રેસિંગ સેંસની સાથે પગની સુંદરતાનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. ખાસ કરીને પગની ગંદકી પર ધ્યાન આપતા નથી એવામાં પગ ગંદા દેખાય છે. આજે અમે તમારી સાથે કેટલીક ટિપ્સ શેર કરવા જઇ રહ્યા છીએ. જેની મદદથી તમે પગને મુલાયમ અને સુંદર બનાવી શકો છો 

પગમાં રુખાપણું,એડીઓનું ફાટવું જેવી સમસ્યાઓ સામાન્ય છે. શિયાળામાં પગની દેખભાળ કરવી સરળ હોઈ છે કેમકે વધારે લોકો આ સમયમાં મોજા અથવા બંધ બૂટનો ઉપયોગ કરતા હોઈ છે. ગર્મીઓ આવતા જ પગનું ખાસ ધ્યાન રાખવાની જરૂરત પડી જાય છે. ઘરે જ અમુક ટીપ્સ અપનાવી તમે તમારા પગને ખુબસુરત અને મુલાયમ બનાવી શકો છો.

ક્યુટિકલ્સ દૂર કરો-

દરેક અઠવાડિયે પગની આંગળીઓનું સારી રીતે સફાઈ કરો. નખ પર ક્યુટિકલ્સ ઓઈલ રગડો અને 10 મિનીટ માટે તમારા પગને હલકા ગરમ પાણી માં પલાળો. પેડીક્યોર કીટથી ક્યુટિકલ્સને દુર કરવા. દરેક બે અઠવાડીએ પાર્લરમાં જઈ પેડીક્યોર કરવી શકો છો.

એક્સફોલિએટ કરો-

પગને મુલાયમ રાખવા તેને એક્સફોલિએટ કરવું. રોજ પગની સફાઈ કરી ડેડ સ્કીન દુર કરવી. પગનું સારી રીતે સ્ક્રબ કરવું અને એડીઓ ને રગડીને સાફ કરવી. પગને હલકા ગરમ પાણી માં પલાળી રાખવાથી ડેડ સ્કીન આસાનીથી નીકળી જાય છે.

મોઇશ્ચરાઇઝર લગાવો –

પગને સારી રીતે મોઇશ્ચરાઇઝર કરવા. રાત્રે ફ્રુટ ક્રીમ લગાવી સુવાથી પગ મુલાયમ રહે છે. પગની આંગળીઓ પર સારી રીતે મસાજ કરો.

વધુ ગરમ પાણીમાં પગ ના નાખવા –

તમારા પગને વધારે ગરમ પાણીમાં ના પલાળવા. ગરમ પાણી તમારા પગની ત્વચાને રૂખા કરી દે છે. પગને સાફ કરવા માટે ગરમ પાણી ની જગ્યાએ હલકું ગુનગુના પાણીનો ઉપયોગ કરવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *