આ છે કેટરિના કૈફના બોડીગાર્ડ, પર્સનાલિટી જોઈને તમે કહેશો આને તો એક્ટર હોવું જોઈએ

ભારતમાં કોઈપણ મૂવી સ્ટાર્સને લઈને લોકોની ચાહત વિશે બધા જાણકાર જ છે. કોઈકવાર તો આ દીવાનગી હદથી પણ વધારે વધી જાય છે જેના લીધે આ મૂવી સ્ટાર્સને બોડીગાર્ડ રાખવા પડે છે. હમણાં સુધી પોતાના ફિલ્મ સ્ટાર્સ ના બોડીગાર્ડ ના નામ પર ફક્ત સલમાન ખાન ના બોડીગાર્ડ જેમનું નામ શેરાનું નામ જ કોઈવાર સાંભળ્યું હશે. એટલે વધારે કરીને લોકો ફક્ત સલમાન ખાન ના બોડીગાર્ડ શેરા ને જ ઓળખે છે.

પણ આજે અમે તમને આ આર્ટિકલ ના માધ્યમ દ્વારા બોલીવુડના સૌથી હોટ સ્માર્ટ તથા હેન્ડસમ બોડીગાર્ડ ના વિશે માહિતગાર કરવા જઈ રહ્યા છીએ. જે ઘણી બધી એક્ટ્રેસેસ તથા ઇન્ટરનેશનલ સેલેબ્રીટીના બોડીગાર્ડ પણ રહી ચુક્યા છે. કેટરીના કૈફ ના બોડીગાર્ડ નું નામ છે “દીપક કુલભૂષણ” જે દરેક બાજુથી કોઈ મૂવી સુપરસ્ટાર થી ઓછા નથી દેખાતા. દીપક સિંગનો સ્વેગ પર્સનાલિટી જોઈને તમે પણ હેરાન રહી જશો. પોતાની લાંબી હાઈટ ફીટ બોડી ની સાથે જયારે દીપક સિંહ ગોગલ્સ લગાવીને કેટરીના કૈફ ની સાથે બહાર આવે છે તો એક જુદો જ સ્વેગ જોવા મળે છે.

તમે એ જાણીને હેરાન રહી જશો કે હમણાં સુધી દીપક સિંહ ને ઘણી બધી મૂવી ઓફર પણ મળી ચુકી છે. પરંતુ તેમને આ ઓફર્સ ને સ્વીકાર કર્યો નથી. દીપક કુલભૂષણ ના પિતા એક આર્મીના ઓફિસર છે. દીપક ક્યારેય પણ બોડીગાર્ડ ની જોબ નહોતા કરવા ઇચ્છતા. તે એક ખેલાડી બનવા માંગતા હતા. દીપક કુલભૂષણ ની પોતાની સિક્યોરીટી એજન્સી પણ છે. તેમ છતાં તે છે પોતે ફિલ્મ સ્ટાર્સ ને ગાઈડ કરવા માટે હંમેશા તત્પર રહે છે.

કેટરીના કૈફ ઉપરાંત દીપક કુલભૂષણ એ હમણાં સુધી શાહરૂખ ખાનથી શરૂ કરીને માધુરી દીક્ષિત, અનીલ કપૂર, રણબીર કપૂર તથા રાની મુખર્જી, સચિન તેંદુલકરની સાથે બહુ બધા ઇન્ટરનેશનલ સેલેબ્રીટીજને ગાર્ડ કર્યા છે. કેટલાક વર્ષ પહેલા એક ઈન્ટરવ્યુંમાં દીપક કુલભૂષણ એ જણાવ્યું હતું કે ફિલ્મ મેકર્સ થી લઈને અભિનેતાઓ અને કોરિયોગ્રાફર થી તેમને અભિનય ના ક્ષેત્ર માં ટ્રાય કરવા માટે જણાવ્યું છે, પણ તેમને એવું ના કર્યું.

દીપક કુલભૂષણ પરણેલા છે તથા તેમની એક ખૂબ જ ખુબસુરત અને સુંદર દીકરી થઇ છે. દીપક બહુ ખાસ્સા સમય થી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં કામ કરી રહ્યા છે. તેમ તો તે એક સેલેબ્રીટી ની સાથે નહી પણ હંમેશા જુદા જુદા સ્ટાર્સ ને સિક્યોરીટી આપતા નજર આવે છે. દીપક ઉત્તર પ્રદેશ ના આગ્રા શહેરમાં રહેવા વાળા છે તથા અભિનેતા રોનિત રોય ના સંબંધી પણ છે. દીપક ની પોતાની “ડોન સિક્યોરીટી સર્વિસેજ” નામની સિક્યોરીટી એજન્સી પણ છે. સલમાન ખાન ના બોડીગાર્ડ શેરા ફિલ્મ “બોડીગાર્ડ” માં સલમાન ખાન ની સાથે દેખાવમાં જોવા મળ્યા છે.

દીપક ને પણ બહું બધી ફિલ્મોની ઓફર મળી ચુકી છે, પણ તેમને પોતાના રીજન્સના લીધે ફિલ્મોમાં કામ કરવાની સાફ ના પાડી દીધી. દીપક ના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ને જોતા જ ખબર પડે છે કે દીપક હમણાં સુધી દિશા પાટની, જેકલીન, વરુણ ધવન, સલમાન ખાનની સાથે પણ કામ કરી ચુક્યા છે. તે ઉપરાંત પોતે દીપક ની પિક્ચર્સ ને દેખીને પણ તમે આ કહેશો કે તેમને ફિલ્મોમાં અભિનેતા હોવું જ જોઈએ.

નોંધ: તમે આ લેખ ફક્તગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

Leave a Comment