કમલનાથ મહાદેવ મંદિર – ઝાડૌલ -પૌરાણિક કાળથી ઈતિહાસ સાથે અલગ ભાત પાડતું મંદિર

ભારત એ સંસ્કૃતિનો દેશ છે. વેદો,પુરાણો અને મહાકાવ્યો એમાં મહત્વનો ભાગ બજવે છે . ઘણી વખત પુરાણ કથાઓને આપને નજર અંદાજ કરતાં હોઈએ છીએ . પણ એવું વાંચવામાં બને છે હકીકતમાં નહીં . ભારતના મંદિરો એની અવનવી ભાતો ને માન્યતાઓ માટે જાણીતાં છે . એમાં શાસ્તો અને કથાઓ બહુજ મહત્વનો ભાગ ભજવે છે.

આપણે જાણીએ છીએ કે રાવણ પરમ શિવભક્ત હતો .એણે જ શિવની કઠોર તપશ્ચર્યા કરી હતી. શિવજીના આશીર્વાદથીજ એને શિવ તાંડવ સ્તોત્રની રચના કરી હતી એમ પણ કહેવાય છે કે રામેશ્વર શિવલીંગની સ્થાપના રાવને કરી હતી જોકે એ તો ભગવાન રામે કરી હતી (રામાયણ પ્રમાણે).

પણ દક્ષીણ ભારતમાં તો રાવણ બહુજ પૂજાય છે અને ઠેર ઠેર એના દેવ તરીકે પૂજાતા પુતળા પણ છે. પરંતુ રાજસ્થાનમાં રાવણ પૂજાય અને એપણ શિવલિંગનાં અભિષેક પહેલાં  એ વાત આશ્ચર્ય પમાડનારી તો ખરી જ !!! આવું પણ એક મનીર રાજસ્થાનમાં સ્થિત છે . જ્યાં જે પણ રાવણ ભગવાન શિવજીની પહેલા પૂજાય છે !!! એ વિષે જાણવું અત્યંત આવશ્યક છે !!!

ઝીલોની નગરી ઉદયપુરથી લગભગ ૮૦ કિલોમીટર દૂર ઝા ડુલ તહસીલમાં આવારગઢ પહાડીઓ પર શિવજીનું એક પ્રાચીન મંદિર સ્થિત છે જે કમલનાથ મહાદેવના નામે પ્રસિદ્ધ છે!!! પુરાણો અનુસાર આ મંદિરની સ્થાપના સ્વયં લંકાપતિ રાવને કરી હતી. આ એજ સ્થાન છે જ્યાં રાવણેપોતાનું શીશભગવાન શિવનેને અગ્નિકુંડમાં સમર્પિત કર્યું હતું. જેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે રાવણની નાભિમાં અમૃતકુંડ સ્થાપિત કર્યો હતો !!!

આ સ્થાનની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીંયા ભગવાન શિવજીની પહેલાંરાવણની પૂજા કરવામાં આવે છે કારણકે માન્યતા છે કે ભગવાન શિવની પહેલાં જો રાવણની પૂજા નહીં કરવામાં આવે તો આખી પૂજા વ્યર્થ જાય છે !!!

પુરાણોમાં વર્ણિત કમલનાથ મહાદેવની કથા

એકવાર લંકાપતિ રાવણ ભગવાન શંકરને પ્રસન્ન કરવાં માટે કૈલાશ પર્વત પર પહોંચ્યા તો તપસ્યા કરવાં લાગ્યાં. એમની કઠોર તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે રાવણને વરદાન માંગવાનું કહ્યું. રાવણેભગવાન શિવને લંકા સાથે આવવાનું વરદાન માંગી લીધું !!!

ભગવાન શિવ લિંગનાં રૂપમાં એની સાથે જવા તૈયાર થઇ ગયાં એમણે રાવણને એક શિવલિંગ આપ્યું અને એક શરત રાખી કે જો લંકા પહોંચતાં પહેલાં તમે શિવલિંગને ધરતી પર ક્યાંય પણ રાખ્યું છે હું ત્યાં જ સ્થાપિત થઇ જઈશ !!! કૈલાશ પર્વતથી લંકાનો રસ્તો બહુજ લાંબો હતો. રસ્તમાં રાવણને થકાવટ મહેસૂસ થઇ અને એ આરામ કરવાં માટે એલ સ્થાન પર રોકાઈ ગયો અને નાં ઈચ્છતો હોવાં છતાં પણ એણે શિવલીંગને ધરતી પર રાખવું પડયું !!!

આરામ કર્યા પછી રાવણ એ શિવલિંગ ઉઠાવવા ગયો તો એ ટસનું મસ નાં થયું. ત્યારે રાવણને પોતાની ભૂલનો એહસાસ થયો અને પશ્ચાતાપ કરવાં માટે એ ત્યાંજ પુન: તપસ્યા કરવાં લાગ્યો. એ દિવસમાં એક વાર ભગવાન શિવની સો કમળનાં ફૂલોની સાથે પૂજન કરતો હતો.  આવું કરતાં કરતાં રાવણને સાડા બાર વર્ષો વીતી ગયાં. આ બાજુ બ્રહ્માજીને લાગ્યું કે રાવણની તપસ્યા સફળ થવાની છે તો એમણે એની તપસ્યા વિફળ કરવાનાં ઉદ્દેશ્યથી એક દિવસ પૂજાના સમયે એક કમળનું પુષ્પ ચોરી લીધું.

તો અહીં પૂજા કરતી વખતે એક પુષ્પ ઓછું પડયું તો રાવણે પોતાનું શીશ કાપીને ભગવાન શિવજીને અગ્નિકુંડમાં સમર્પિત કરી દીધું !!!  ભગવાન શિવે રાવણની આ કઠોર ભક્તિથી ફરી પ્રસન્ન થયાં અને વરદાન સ્વરૂપ એની નાભિમાં અમૃતકુંડની સ્થાપના કરી દીધી. સાથે જ આ સ્થાનને કમલનાથ મહાદેવનાં નામે ઘોષિત કરી દીધું !!!

પહાડી પર મંદિર સુધી જવાં માટે દરેક વ્યક્તિ નીચે સ્થિત શનિ મહારાજનાં મંદિર સુધી તો પોતાનું સાધન લઈને જઈ શકે છે. પણ આગળ ની ૨ કિલોમીટરની સફર તો ચાલતાં ચાલતાં જ પૂરી કરવી પડે છે . આ જગ્યાએ ભગવાન રામે પણ પોતાનાં વનવાસનો કેટલોક સમય વિતાવ્યો હતો !!!

ઐતિહાસિક મહત્વ પણ છે આવરગઢની પહાડીઓનું

ઝાલૌડ ઝાલા રાજાઓની જાગીર હતું. આ જ ઝાલૌડથી ૧૫ કિલોમીટરની દૂરી પર આવરગઢની પહાડીઓ પર એક કિલ્લો આજે પણ મૌજુદ છે. એને મહારાણા પ્રતાપના દાદાનાં દાદા મહારાણા કુંભાએ બનાવ્યો હતો.  એ આજે અવારગઢનાં કિલ્લાનાં નામે પ્રસિદ્ધ છે. જ્યારે મુગલ શાસક અકબરે ચિત્તોડ પર આક્રમણકર્યું હતું , ત્યારે આવરગઢનો કિલ્લો જ ચિત્તોડની સેનાઓ માટે સુરક્ષિત સ્થાન હતું !!! સન ૧૫૭૬માં મહારાણા પ્રતાપ અને અકબરની સેનાઓ વચ્ચે હલદીઘાતીનો સંગ્રામ થયો હતો. હલદીઘાટીનાં યુધ્ધમાં ઘાયલ સૈનિકોને આવરગઢનાં અકીલ્લમાં ઉપચાર માટે લાવવમાં આવતાં હતાં. આ હલદીઘાટીનાં યુધ્દમાં મહાન વીર ઝાલા માનસિંહે પોતાનું બલિદાન આપીને મહારાણા પ્રતાપનાં પ્રાણ બચાવ્યા હતાં.

ઝાલૌડમાં સર્વપ્રથમ અહીં થાય છે હોલિકાદહન

હલદીઘાટીના યુદ્ધ પશ્ચાત ઝાડૌલ જાગીરમાં સ્થિત પહાડી પર જ્યાં આવરગઢનો કિલ્લો સ્થિત છે ત્યાં સન ૧૫૭૭માં મહારાણા પ્રતાપે હોળી પ્રગટાવી હતી. એ સમયથી જ સમસ્ત ઝાલૌડમાં સર્વપ્રથમ આ જગ્યાએ જ હોલિકા દહન થાય છે, આજે પણ પ્રતિવર્ષ મહારાણા પ્રતાપના અનુયાયી ઝાલૌડનાં લોકો હોળીના અવસર પર પહાડી પર એકત્ર થાય છે જ્યાં કમલનાથ મહાદેવ મંદિરનાં પુજારી હોલિકા દહન કરે છે.એના પછી જ સમસ્ત ઝાલૌડ ક્ષેત્રમાં હોલિકા દહન કરવામાં આવે છે.

ઝાડૌલનાં લોકોની હોળી દેશનાં અન્ય લોકોને પ્રેરણા આપે છે કે કેવી રીતે અમે પોતાનાં તહેવારો માનવીએ છીએ પોતાનાં દેશનાં ગૌરવશાળી અતીતને યાદ રાખી શકીએ છીએ !!!

પૌરાણિક કાળની સાથે ઈતિહાસ ભાઈ વાહ ……… સાચે જ અદભૂત અને અલૌકિક છે આ મંદિર અને અ સ્થળનું મહત્વ !!!

——– જનમેજય અધ્વર્યુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *