ગજબ મંદિર – અહીં ભગવાન શિવ પહેલા, “રાવણ”ની પૂજા કરવામાં આવે છે..

વિશાળ દુનિયામાં ઘણા એવા મંદિરો છે, જે કોઈ પ્રકારની ખાસ વિશેષતાના કારણે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. ઘણા દેવી-દેવતાઓના એવા મંદિરો છે, જે મંદિરોને માણસો માત્ર નામથી જ ઓળખી જાય છે. સાથે ભારત દેશમાં ઘણા એવા મંદિરો પણ છે જે ચમત્કાર અને અદ્દભુત વિશેષતાને કારણે લોક માન્યતાનનું સ્થાન બને છે.

આપણે બધાએ સામાન્ય રીતે દેવી-દેવતાઓના મંદિરો જોયા હશે પણ શું તમે રાવણનું મંદિર જોયું છે?? ચાલો, આજ એવા જ એક મંદિરના રહસ્યની વાત જાણીએ. અહીં ભગવાન શિવ પહેલા રાવણની પૂજા કરવામાં આવે છે. એ પાછળનું કારણ જાણવા માટે આ લેખને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.

રાજસ્થાનમાં કમલનાથ મહાદેવ મંદિર આવેલું છે. કદાચ તમે આ મંદિરનું નામ સાંભળ્યું હશે પરંતુ આ મંદિરના રહસ્યથી અજાણ હોય એવું બની શકે. કમલનાથ મહાદેવ મંદિર ઉદયપુરથી ૮૦ કિમી જેટલું દૂર આવારગઢની પહાડી ઉપર આવેલું છે. આ મંદિરની સ્થાપના રાવણના સમય વખતની છે. આ મંદિરની રોચક વાત એ છે કે આ છે તો ભગવાન શિવનું મંદિર પણ આજના સમયમાં પણ અહીં શિવ પહેલા રાવણની પૂજા કરવામાં આવે છે.

ઘણા લોકો આ વાત સાંભળી નવાઈ લાગતી હશે પણ આ એકદમ સત્ય વાત છે. આ જગ્યાએ રાવણે તેનું શિર કાપીને દેવોના દેવ એવા મહાદેવના ચરણોમાં અર્પણ કરી દીધું હતું. આવું કરવાના કારણે મહાદેવ ખુબ ખુશ થયા અને લંકાપતિ રાવણની નાભીમાં અમૃત કુંડ સ્થાપિત કર્યો. ત્યારથી શિવ પહેલા રાવણની પૂજા કરવાની પરંપરા ચાલી રહી છે. આજ સુધી આ રીતને અનુસરવામાં આવે છે. એ કારણે જ આરતી-પૂજા કરતી વખતે શિવ પહેલા રાવણની પૂજા કરવામાં આવે છે.

આ મંદિરમાં રાવણને શિવ દ્વારા વરદાન મળ્યું હતું કે, આ મંદિરમાં શિવ પહેલા રાવણની પૂજા થશે. આજે પણ જો આ મંદિરની અંદર જો પહેલા શિવની પૂજા કરવામાં આવે તો કંઈક અનર્થ બને છે અથવા એ પૂજા વ્યર્થ જાય છે. દેશ-વિદેશના ખૂણે-ખૂણેથી આ મંદિરને નિહાળવા અને રાવણની પૂજા જોવા માટે લોકો અહીં આવે છે. સમગ્ર રાજસ્થાનમાં આ મંદિર બહુ માનીતું છે. ભક્તો આ મંદિરે તેના મનની ઈચ્છા લઈને આવે છે અને ઘણા એવા દાખલાઓ છે જેમાં ભક્તોના મનની બધી જ ઈચ્છા પૂર્ણ થઇ હોય.

માત્ર મંદિરમાં પૂજા થાય એટલું જ નહીં ઘણા ભક્તો માત્ર રાવણના દર્શન કરવા પણ આવે છે. રાજસ્થાનની આ દરમિયાન કોઇપણ માણસ આ મંદિરની અંદર પ્રવેશ કરે અને તેને પૂજા કરવી હોય તો તેને સૌથી પહેલા રાવણની પૂજા કરવી પડે. અમે અહીં મંદિરની તસવીર પણ આપેલી છે. તમે જોઈ શકો છો રાજસ્થાનમાં આવેલું રાવણની પૂજા થાય એ મંદિર કેવું દેખાય રહ્યું છે.

શું આપ નવીનવી માહિતી જાણવાના શોખીન છો? શું આપને દેશ-દુનિયાના વાતો વાંચવામાં રસ છે? તો “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલતા નહીં. અહીં તમને માહિતીની ખજાનો મળતો રહેશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *