ઉધરસથી લઈને તાવ સુધી દરેક રોગ મટાડે છે કાકોદુંબર, જાણો તેના ફાયદા અને ઉપયોગ વિશે

Image Source

ભારતના આયુર્વેદમાં ઘણી બીમારીઓનો ઈલાજ છે. કોરોના કાળમાં આયુર્વેદિક ઔષધીઓનું મહત્વ લોકોને સમજાય ગયું છે. તમામ આયુર્વેદિક ઉપાયોથી લોકો કોરોનાથી સાજા થવાનો પ્રયત્ન કરી રહ્યા છે અથવા તેના લક્ષણ દેખાતા જ ઘરે ઉપચાર કરી રહ્યા છે. તેવા સમયમાં કાકોદુંબર પર વાત કરવાનો યોગ્ય, સમય છે. આ ફળના ઘણા ફાયદા છે. તેના સેવનથી ગોટ્રી,ઉધરસ, કમળા જેવા રોગ દુર થાય છે. ભારતમાં નદી કિનારે મળતા કાકોદુંબરના ઘણા આયુર્વેદિક ફાયદા છે. તે ગુલર જેવું દેખાતું ફળ હોય છે. કાકોદુંબર ગુલરની જ એક જાતિ છે. કાકોદુંબર ખૂબ લાંબા હોતા નથી. તે ૫-૮ મીટર લાંબા હોય છે. આ ઝાડ ગુંદાના ઝાડ જેવું જ હોય છે. તેના કોઈપણ ભાગને તોડતા દૂધ નીકળે છે. તેનું ફળ સુકાતા અંજીર જેવું દેખાઈ છે. જ્યારે આ ઝાડ જૂનું થવા લાગે છે ત્યારે તેની છાલ ગાંઠદાર થઈ જાય છે. કાકોદુંબર ને ગુલર ટ્રી પણ કેહવામાં આવે છે. રાષ્ટ્રીય ધર્માર્થ ,સમાજ સેવા સંસ્થાનના આયુર્વેદિક ડોકટર રાહુલ ચતુર્વેદી પાસેથી જાણીએ કે આ ગુલર ટ્રીના સેવનથી ક્યાં ક્યાં ફાયદા થાય છે. શરીરના કયા રોગ દુર થાય છે.

Image Source

કાકોદુંબરના વિવિધ નામ:

કાકોદુંબરના ફળ, મૂળ, પાન અને દાંડી વગેરે ઔષધી રૂપે કામ આવે છે. તેને જુદા જુદા રાજ્યમાં વિવિધ નામથી ઓળખવામાં આવે છે. કાકોદુંબરનું વૈજ્ઞાનિક નામ ફિકસ હિસ્પીડા લિન્ના એફ. (ફિકસ હિસ્પીડા) સાઈન-ફિકસ ઓન્ટિસ્ટિફોલિયા વિલડ છે. તેને અંગ્રેજીમાં વાઈલ્ડ પૈંગ કહે છે. તો ચાલો જાણીએ તેને કઈ ભાષામાં કયા નામથી ઓળખવામાં આવે છે. કાકોદુંબરને હિન્દીમાં કઠ ગુલરિયા, કઠુમર, દાદુરી નામથી ઓળખવામાં આવે છે. તેમજ સંસ્કૃતમાં મલ્યુ, કાષ્ઠોદુંબર નામથી ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેને ક્રો પેંગ, હેયરી પેંગ નામથી ઓળખવામાં આવે છે. તેમાં વિટામિન એ હોય છે. આ ફળ કાળજીપૂર્વક ખાવું જોઈએ.

Image Source

કાકોદુંબર ખાવાના ફાયદા:

કોરોના કાળમાં કાકોદુંબરનો પ્રયોગ કરી શકાય છે. તેના સેવનથી ઉધરસની સમસ્યા પણ દૂર થાય છે. ઉધરસને દુર કરવા સિવાય શ્વાસ સંબંધી અન્ય રોગ પણ તેનાથી સારા થાય છે. ગુલર પાનને પીસીને દૂધમાં ઉકાળીને પીવાથી ઉધરસમાં રાહત મળે છે. દરેક ઉધરસ કોરોનાની ઉધરસ હોતી નથી, તેથી જો તમને કોરોનાના લક્ષણ જોવા મળી રહ્યા છે તો તાત્કાલિક ટેસ્ટ કરાવો. જેથી જો તમને સાધારણ ઉધરસ છે તો કાકોદુંબરનો ઉપયોગ કરી શકાય છે.

ગોઇટર રોગમાં કાકોદુંબર:

આયોડિનની ઉણપને કારણે ગોઇટર રોગ થાય છે. આ રોગમાં ગળું ફૂલી જાય છે. ગળાની પાસે ફૂલેલું દેખાય છે. કાકોદુંબરના ફળનું સેવન કરવાથી આ રોગમાં પણ ફાયદો થાય છે.

ઝાડામાં કાકોદુંબરનો ઉપયોગ:

ઝાડાની સમસ્યા ખૂબ સામાન્ય છે. આ સમસ્યા થવાથી શરીરમાંથી બધું પાણી નીકળી જાય છે. શરીરમાં પાણીની ઉણપ થવા લાગે છે.તેવી સ્થિતિમાં કાકોદુંબર એટલે ફિગને દૂધને બતાશામાં નાખીને ખાવાથી ઝાડાની સમસ્યાથી રાહત મળે છે. આવી અગણિત આયુર્વેદિક ઔષધીઓ છે, જેના વિશે આપણને સંપૂર્ણ જાણકારી નથી, પરંતુ જો તેની જાણકારી મળે તો શરીરના ઘણા રોગ આપણે ઘરે બેઠા જ સારા કરી શકીએ છીએ. કાકોદુંબરના ઉપયોગથી ઘણા રોગ દુર થાય છે.

લિવરને સારું કરે:

લીવરમાં કોઈ સમય હોય તો તે ખૂબ જ મુશ્કેલી આપે છે. પરંતુ લીવર માટે જો તમે કાકોદુંબરનો ઉપયોગ કરી રહ્યા છો તો આયુર્વેદિક ચિકિત્સકની સલાહ લો. આયુર્વેદિક નિષ્ણાંતોનું માનવું છે કે કાકોદુંબરના ફળનું સેવન કરવાથી તે લીવરની સમસ્યાઓથી છુટકારો અપાવે છે.

મસાને કાકોદુંબર દુર કરે:

કાકોદુંબરનું ઝાડ ખૂબ ફાયદાકારક છે. તેના પાનને પીસીને મસા પર લગાવવાથી તે સમસ્યાથી રાહત મળે છે. કાકોદુંબરના ઘણા ઔષધીય ગુણ છે, આપણે ફક્ત તેનો યોગ્ય ઉપયોગ જાણવાનો છે.

Image Source

આંખો માટે ફાયદાકારક:

આ ફળને ભૂખ્યા પેટે ખાવાથી આંખને ફાયદો થાય છે. તેમાં વિટામિન એ જોવા મળે છે. જેના કારણે આંખની સમસ્યા દૂર થાય છે. તે આંતરડા માટે પણ સારું છે.

ગાંઠને સારી કરે:

શરીરમાં ઘણીવાર ગાંઠ નીકળી આવે છે. આ ગાંઠને બેસાડવામાં પણ ગુલર નો ઉપયોગ કરવામાં આવે છે. ઘણીવાર કોઈ કારણોસર ગ્રંથિઓમાં સોજાને કારણે ગાંઠ નીકળી આવે છે. આ ગાંઠને મટાડવા માટે ગુલરની છાલને પીસીને ગાંઠ પર લગાવવાથી ગાંઠ બેસી જાય છે. તેના સાચા ઉપયોગ વિશે વધારે માહિતી મેળવવા માટે નજીકના ડોક્ટરની સલાહ લેવી.

તાવ માટે ફાયદાકારક:

તાવ આવવા પર દેશી દવાઓ ખૂબ ફાયદાકારક હોય છે. તેના સાચા ઉપયોગથી તાવ જેવી સમસ્યા દૂર થાય છે. કાકોદુંબરના મૂળનો ઉકાળો બનાવીને પીવાથી તાવમાં આરામ મળે છે. તેટલું જ નહિ, રક્તસ્રાવની સમસ્યામાં પણ રાહત મળે છે.

સફેદ પાણીની સમસ્યા દૂર કરે:

હંમેશા સ્ત્રીઓને સફેદ પાણીની સમસ્યા રહે છે, કાકોદુંબર એટલે ગુલરના ઉપયોગથી આ સમસ્યાથી પણ રાહત મળે છે. આ ઉપરાંત તે ડાયાબિટીસ અને કમળાના દર્દી માટે પણ મદદરૂપ છે. આ સમસ્યા થવા પર ગૂલરના મૂળનો ઉકાળો બનાવીને પીવાથી આ રોગમાં ફાયદો થાય છે. તમે ઇચ્છો તો કોઈ સારા આયુર્વેદિક ડોક્ટરની સલાહ લઈને તેનો ઉપયોગ કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *