સુરતના આ સ્ટ્રીટ ફૂડને જોઈને જ આવી જાય છે લોકોના મોંમાં પાણી, તમે પણ તેને ટેસ્ટ કરવાનું બિલકુલ ન ભૂલશો

‘સિલ્ક સીટી’ અને ‘ડાયમંડ સિટી’ ના રૂપમાં લોકપ્રિય એવું સુરત પોતાના ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ માટે પણ ખૂબ જ મશહૂર છે દૂર દૂરથી આવતા યાત્રીઓને આકર્ષિત કરનારા ડેસ્ટિનેશન પર્યટકોને પણ પ્રભાવિત કરવામાં કોઇ જ કસર રાખતા નથી, અહીં રોડના કિનારે ઘણા બધા સ્ટોલ લાગેલા હોય છે જ્યાં તમે સુરતના ઘણા બધા ટેસ્ટી સ્ટ્રીટ ફૂડનો આનંદ માણી શકો છો અને તેનો સ્વાદ ચાખી શકો છો. ખાસ કરીને સાંજના સમયે અહીંના લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળીને આ ટેસ્ટી વાનગીનો લુફ્ત ઉઠાવવા માટે આવે છે, તો ચાલો તમને પણ આ લેખમાં સુરતના અમુક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ વિશે જણાવીએ.

Image Source

સુરતની લોચો ડીશ

લોચાના આવિષ્કાર સાથે જોડાયેલી એક ખુબ જ મજેદાર વાર્તા છે, એક વખત સામાન્ય ખમણ તૈયાર કરતી વખતે તે અજીબો-ગરીબ નીકળીને સામે આવ્યુ જેનું નામ બાદમાં લોચો રાખવામાં આવ્યું હતું. આ વાનગી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેને સુરતના કોઈપણ સ્ટોલના મેનુ લિસ્ટ માં જોઈ શકાશે આ વાનગી ખાવામાં થોડી મીઠી અને તીખી હોય છે જેને લીલી ચટણી અને ક્રિસ્પી સેવની સાથે પીરસવામાં આવે છે. ગુજરાતી ભાઈ લોકોમાં આ વાનગી સૌથી વધુ લોકપ્રિય છે તમે લોચો ની વેરાયટી નો ટેસ્ટ પણ રાખી શકો છો જેમ કે શેઝવાન અને ઇટાલિયન લોચો.

Image Source

સુરતનું ઊંધિયું

ઉંધીયુ એ ખૂબ જ સ્વાદિષ્ટ અને લાજવાબ વાનગી છે જેને સુરતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે, અને અલગ-અલગ 8 શાકભાજી માંથી બનાવવામાં આવે છે. આ શાક ખાવા માં જેટલું સ્વાદિષ્ટ હોય છે એટલું જ પૌષ્ટિક પણ હોય છે તમારે એક વખત તેનો ટેસ્ટ જરૂરથી કરવો જોઈએ, આ વાનગીને કલાકો સુધી બનાવવામાં આવે છે અને માટીના વાસણમાં પછી તેને મુકવામાં આવે છે.

Image Source

સુરતી સેવ-ખમણી

સુરતમાં અમુક બહેતરીન સ્ટ્રીટ ફૂડની શોધમાં છો તો હવે સુરતી સેવ-ખમણી ની ડીશ તમારે જરૂરથી ટ્રાય કરવી જોઈએ, આ વાનગી સુરતની સૌથી ટેસ્ટી અને લાજવાબ વાનગી માનવામાં આવે છે, જેને ચણાની દાળ અને ખાંડની સાથે આદુ લસણ અને મરચાના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. સેવ ને ઉપરથી નાખીને ત્યારબાદ તેને પીરસવામાં આવે છે, તમે આ વાનગી ની મજા કોઈ પણ સ્થળ પર માત્ર 50 રૂપિયામાં લઈ શકો છો.

Image Source

સુરત ની આઈસ ડીશ

ગરમીથી બચવા માટે તમે બરફગોળો તો જરૂરથી ખાધો હશે કંઈક એ જ રીતે સુરતનો આઈસ ગોલો પણ અહીંના લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. વેનીલા આઈસ ક્રીમ ડ્રાયફ્રૂટ અને અલગ અલગ કલર માં મળતી આઈસ ડીશ અંદરથી બાળકોની ખૂબ જ તાજગીથી ભરી દે છે, જો તમે ગરમીમાં સુરત ફરવા જાવ તો આ ડિશ ને જરૂર થી ટ્રાય કરશો..

-rasawala-khaman-dhokla-in-surat-in-hindi

Image Source

રસાવાળા ખમણ ઢોકળા

જ્યારે ગુજરાતી વાનગી ની વાત આવે છે ત્યારે ખમણ ની આગળ દરેક વાનગી ફીકી પડી જાય છે. પોતાના યુનિક ટેસ્ટની સાથે અમે તમારી માટે લઈને આવ્યા છીએ જે એક એવી વાનગી જેને ખાધા બાદ તમે અમને ધન્યવાદ જરૂરથી કહેજો, રસાવાળા ખમણ ઢોકળા સુરતની એક ખૂબ જ પ્રસિદ્ધ વાનગી છે તેની સ્વાદિષ્ટ ગ્રેવી અને તેનો એક્સ્ટ્રા સ્વાદ તમને એક વધુ એક પ્લેટ ખાવા માટે મજબૂર કરી શકે છે.

Image Source

સુરતની નાન ખટાઇ

નાન ખટાઇ ભૂરા રંગનો બિસ્કીટ હોય છે, જેને ઘી ઈલાયચી અને જાયફળ ની સાથે બનાવવામાં આવે છે. સુરતમાં આ નાસ્તો તમને દરેક સ્ટ્રીટ ઉપર જોવા મળી જશે તો જો તમારું મન સુરતમાં કઈ ગળ્યું ખાવાનું છે, તો અમારી સલાહ છે કે તમારે સૌથી પહેલા ગળ્યા માં જરૂરથી ટ્રાય કરવી જોઈએ તમે જરૂરથી બીજા મોંઘા બિસ્કીટ ના ટેસ્ટ ભૂલી જશો.

Image Source

સુરતના પોંક વડા

પોંકને ગુજરાતી ભાષામાં ફ્રેશ જુવારના અનાજને બોલવામાં આવે છે, અને તે પ્રસિદ્ધ પોંક વડા સોફ્ટ જુવાર અનાજ થી બનેલા પકોડા હોય છે.તે સ્થાનિક ગુજરાતી નાસ્તો દેશભરમાં પર્યટકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે, આમ તો આ સ્ટ્રીટ ફૂડ તળેલું હોય છે પરંતુ તેમાં ઉપસ્થિત જુવાર વાનગીને ખૂબ જ હેલ્ધી બનાવે છે, સુરતમાં રહીને આ એક ડીશ ને પણ તમારે જરૂરથી ટેસ્ટ કરવી જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment