ફક્ત આ એક જ્યુસનું કરો સેવન, સડસડાટ ઉતરશે તમારું વજન

આજકાલના ફેશન ભરેલી જિંદગીમાં દરેક વ્યક્તિ સ્માર્ટ અને ગુડ લુકિંગ દેખાવા ઈચ્છે છે અને એટલે જ આજના સમયમાં મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહે છે. આજની સૌથી મોટી સમસ્યા છે જાડાપણું. આજે અમે આપને જાડાપણાં વિશે વાત કરવાના છીએ. કેમકે આજના સમયમાં મોટાભાગના લોકો જાડાપણાંના લીધે ખૂબ હેરાન થાય છે બધાને પાતળા અને સુંદર દેખાવું છે પણ મોટાપો તેમની સુંદરતા પર ડાઘ જેવો છવાઈ જાય છે.

image source

વજન ઓછું કરવાની ઘણી બધી પદ્ધતિઓ છે ત્યારે તમારે વજન ઓછું કરવું હોય તો એવો ઉપાય જણાવવા જઇ રહ્યા છે કે જેનાથી વજન પણ ઓછુ થશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જણાવી દઈએ કે ફુદીના માંથી બનાવેલી કેટલીક ચીજવસ્તુઓ નો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે તેની સુગંધ માત્ર તમારા વ્યંજનનો સ્વાદ વધારી દે છે ફુદીનાનું સેવન વજન ઓછું કરવા માટે પણ કરવામાં આવે છે. ચાલો જાણીએ ફુદીનાના કઈ રીતે સેવન કરવાથી વજન ઓછું થાય છે.ફુદીનાનું જ્યુસ પીવાથી વજનમાં ઘટાડો થાય છે અને સેવન કરવાથી તમે તાજગીનો અનુભવ કરી શકશો.

image source

ફુદીના અને તીખાંનું(મરી) જ્યુસ

ફુદીના અને તીખા નો જ્યુસ સ્વાસ્થ્ય માટે લાભકારક હોય છે તેનું સેવન કરવાથી વજન પણ ઓછું રહે છે. એક બાઉલમાં ધોયેલા ફૂદીના અને કોથમીરના પાંદડા લો. ત્યારબાદ તેને મિક્સરમાં પીસી લો. હવે તેને સારી રીતે ગાળી લો.

આ જ્યૂસમાં તીખા(મરી) નો પાવડર મિક્સ કરી લો.

ત્યારબાદ આ જ્યુસમાં લીંબુનો રસ મિક્સ કરી તેનું સેવન કરો.

image source

કાકડી અને ફુદીનાનું જ્યુસ

કાકડી અને ફુદીનાનો જ્યૂસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તેનું સેવન કરવાથી વજન ઓછું થાય છે તો ચાલો જાણીએ કે કાકડી અને ફુદીનાનો જ્યુસ કઈ રીતે બને છે.

એક ગ્લાસ પાણી લો અને તેમાં 3 ચમચી કાપેલી કાકડીના ટુકડા મિક્સ કરો. ત્યારબાદ તેમાં એક ચમચી આદુ અને ફુદીનાનાં પાંદડાંની પેસ્ટ મિક્સ કરો. ત્યારપછી તેમાં સ્વાદ પ્રમાણે સંચળ મિક્સ કરો. હવે આ જ્યુસને સવારે ખાલી પેટે સેવન કરો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment