મફત જેવાં ભાવમાં વિદેશ ફરવા જવા ફક્ત આટલું કરો – આ માહિતી સાચવી રાખો એટલે કામ ખતમ

શું તમારું પગાર ધોરણ ઓછું છે? તમારું ફરવા જવાનું બજેટ બહું ઓછું છે? આવા તો એક નહીં અનેક કારણો છે જે તમને વિદેશ ફરવા જતા રોકી શકે છે. પરંતુ આજે તમારી આ સમસ્યાનો અંત આવી ચુક્યો છે. આ આર્ટીકલને અંત સુધી વાંચવાનું ભૂલશો નહિ.

“ફક્ત ગુજરાતી” ની લેખક ટીમે આજ એવી માહિતી રજુ કરી છે જેમાં તમે ખુશખુશાલ થઇ જશો. વિદેશ ફરવા જવાના શોખીન માટે જબરદસ્ત ચાન્સ આજે જ કરી નાખો પ્લાનિંગ…..

અમે આજે એવી બીજા દેશોની જાણકારી આપીશું, જ્યાં ભારતીય નાણાનું મૂલ્ય ઘણું છે. અર્થાત્ તે દેશમાં ભારતીય પૈસો મોટો ગણાય છે. જેથી એ દેશોમાં ફરવા જવાનું એકદમ સરળ બનશે. તમારી વિદેશયાત્રા સસ્તામાં થઇ જશે એ પણ રોમાંચક ટુર સાથે. તો રેડ્ડી…..


સામાન્ય વાત તમે જાણો જ છો કે, અમેરિકા, બ્રિટન અને જર્મની જેવા દેશોની કરન્સી ભારતનાં નાણાની કિંમત કરતા વધારે છે. તેથી ત્યાં ફરવા જવું સામાન્ય વ્યક્તિ માટે લગભગ અશક્ય જ છે. એ રીતે અમુક એવા દેશો છે – જ્યાં ભારતની કરન્સીને મોટી ગણવામાં આવે છે. આજના આર્ટીકલમાં આવી જ માહિતીને વિસ્તારથી જાણીશું.

(૧) ઇવીયા

જો તમે હોટબાથના શોખીન હોય તો આ જગ્યાએ ફરવા જવાનું એકદમ બેસ્ટ રહેશે. ખુબસુરત શહેર ગણાય છે. અહીંની કરન્સી ભારતની કરન્સી કરતા ૦.૧૦ એટલે કે દસમાં ભાગ જેટલી જ છે. તો અહીં આપણા ભારતીય નાણા એકદમ મજબુત ગણાય.

(૨) પેરગ્વા

પેરગ્વા દેશની કરન્સી પેરગ્વા ગ્યુરેનીયા છે. સર્વેક્ષણનાં આંકડા મુજબ આ દુનિયાનો સૌથી સસ્તો દેશ છે. જે ભારતની સરખામણીમાં ૦.૦૧૪ જેટલી કરન્સી મુલ્ય ધરાવે છે. અહીં રહેવા અને ખાવાનું એકદમ સસ્તું છે અને બીયર તો લગભગ મફત છે.

(૩) ઝીમ્બાબ્વે

અહીં આપણા ભારતીય કરન્સીનો એક રૂપિયો ૬ ઝિમ્બાબ્વે ડોલર જેટલો ગણાય છે. અહીં હોટેલ તો સસ્તા નથી પરંતુ બાકી બધું સસ્તું જ છે. આમ તો આ દેશ કુદરતી નજારો અને વિક્ટોરિય ફોલ માટે મશહૂર છે.

(૪) કોસ્ટારિકા

 

અહીં આપણા ભારતીય કરન્સીનો એક રૂપિયો કરતા પણ સાવ ઓછું મૂલ્યની કરન્સી છે.

આ જગ્યા કેરેબીયન ટુર માટેની સ્પેશિયલ છે. અહીં વિશાળ ખુબસુરત આયર્લેન્ડની શૃંખલા છે.

આ દેશો તો જોયા પરંતુ હજુય તમારું સ્વપ્ન વિદેશ ફરવાનું હતું તો આ તેનું સોલ્યુશન… જેની કરન્સી પણ એકદમ સસ્તી છે.

(૫) બેલારૂસ

આપણા એક રૂપિયાની કિંમત ૨૧૦ રૂબલ જેટલી છે. આ પણ એક યુરોપ દેશનો જ ભાગ છે. અહીં જોવાલાયક મ્યુઝીયમ અને કાફે છે. જે એકદમ સસ્તા છે. આ દેશમાં ફરવા જવાથી સસ્તામાં યુરોપ ફરવાનો આનંદ મળવી શકો છો.

તો આ માહિતીને સાચવી સેવ કરી રાખજો. આવનાર નેક્સ્ટ ટુરમાં આ માહિતી કામ આવશે. આ બધા દેશોમાં કરતાં ભારતનું નાણું(કરન્સી) ખુબ જ કિંમતી અને વજનદાર ગણાય છે. તો તમે ત્યાં ફરવા જવાનો પ્લાન કરશો તો મોંઘો નહીં પડે!!

“ફક્ત ગુજરાતી “ ફેસબુક નું એકમાત્ર માહિતીથી ભરેલ પેઇઝ છે, જેને અત્યારે જ લાઇક કરો.

#Author : Ravi Gohel

Leave a Comment