બસ પથારીમાં સૂઈને આ ૫ કસરત કરવાથી, આરામથી પેટ અંદર થઈ જશે.

વહેલી સવારે ઉઠવું દરેક વ્યક્તિ માટે સરળ હોતું નથી. મોડેથી ઉઠવાના કારણે ઘણા લોકો કસરત કરી શકતા નથી, જેના કારણે ચરબી વધવા લાગે છે. આ ઉપરાંત ખરાબ જીવનશૈલી પણ વજનને અસર કરે છે. તેનાથી બચવા માટે નિયમિત વર્કઆઉટ કરવું જરૂરી હોય છે.

પેટની ચરબી વધવાથી શરીરનું આકર્ષણ ખરાબ થવા લાગે છે. આ ઉપરાંત કપડા પણ બંધબેસતા નથી અને આત્મવિશ્વાસ નબળો થવા લાગે છે. મોટાભાગના લોકો સવારે જલ્દી ઉઠી શકતા નથી પરંતુ વધતી પેટની ચરબીથી પરેશાન રહે છે. જો તમે પણ તેમાંથી એક છો, તો પેટની ચરબી ઓછી કરવા માટે પથારીમાંથી ઉઠતાજ આ ૫ કસરત જરૂર અજમાવો.

પ્લેનક:

પથારી પર પુશ અપ સ્થિતિમાં રહીને, તમારી કોણીને ૯૦ ડિગ્રી પર જુકાવો. તમારા શરીરનું બાકીનું વજન હાથ પર રાખો. કોણી સીધી તમારા ખંભાની નીચે હોવી જોઈએ. તમારા હાથ દબાવીને પકડો. ધ્યાન રાખો કે તમારું શરીર માથાથી લઈને પગ સુધી એક સીધી રેખામાં હોવું જોઈએ. ૧૦-૧૫ સેકન્ડ સુધી આ સ્થિતિમાં રહો અને પછી આરામ કરો. તે કોર કન્ડિશનિંગ માટે સૌથી સારુ છે. તે ખાસ કરીને પેટના સ્નાયુઓ અને પીઠની નીચેના ભાગ માટે એક શ્રેષ્ઠ પથારીની કસરત છે.તે ગ્લુટ્સ અને હેમસ્ટ્રિંગ્સ પર પણ કામ કરે છે.

રોલ અપ :

Image Source

Image by StockSnap from Pixabay

પથારી પર સૂઈ જાવ. તમારા પગને સીધા રાખો અને તમારા હાથને સીધા તમારા માથા ઉપર રાખો. તમારા પગની આંગળી સુધી પહોંચવા માટે ધીમે ધીમે ‘ સી ‘ કર્વ માં રોલ કરો. થોડી સેકન્ડ સુધી આ સ્થિતિમાં રહો. પછી શરીરને શરૂઆતની સ્થિતિમાં લાવો. જો તમને બેડ ઉપર પકડવામાં મુશ્કેલી થઈ રહી છે, તો તમારા પગને ઓશિકા પર રાખો. ઉઠ્યા પછી તમે તમારા ઘૂંટણને વાળી શકો છો. આ વર્કઆઉટ કરતી વખતે તમે તકિયા નો પણ ઉપયોગ કરી શકો છો.

બાયસિકલ ક્રંચ :

Image source

પીઠના બળે પથારીમાં સુઈ જાવ અને તમારા ઘૂંટણને વાળો. તમારા પગને લાદી પર રાખો અને માથાની પાછળ હાથને રાખો. પેટની નીચેના ભાગને દબાવો અને તમારા પેટના સ્નાયુઓને સજ્જડ રાખો. તમારા માથા , ખંભા અને પીઠને પથારી થી ઉપર ઉઠાવો. તમારા ડાબા પગને સીધા રાખો અને ડાબી કોણી બાજુ જમણા ઘૂંટણને એક બીજી બાજુ ખસેડો.પછી જમણા ઘૂંટણને પાછળ ખેંચો અને ડાબા પગને સીધો કરો અને ડાબા કોણી અને જમણા ઘૂંટણને એકબીજા તરફ ખસેડો. આ ક્રિયા વારંવાર કરો. તમારા શરીરને સતત હલાવો કારણ કે સાયકલને પેન્ડલ કરવામાં આવે છે. એબીએસ માટે આ શ્રેષ્ઠ વર્કઆઉટ છે.

વી અપ્સ :

Image source

આ એક વર્કઆઉટ નું એડવાન્સ રૂપ છે. તમારી પીઠ પર સૂઈ જાઓ અને તમારા હાથ અને પગ સીધા રાખો. ધીમે ધીમે તમારા પગ અને હાથ ઉપર કરો અને કમરને વાળો. તમારા પગને બીજા પગ તરફ ખસેડો અને શરીરને વી-આકારમાં લાવો. આ વર્કઆઉટ કરતી વખતે ફક્ત તમારી ગ્લુટ્સ બેડ પર હોવી જોઈએ. પગ સીધા રાખો અને આંગળીઓને હાથથી સ્પર્શ કરો. થોડીવાર માટે આ સ્થિતિમાં રહો અને પછી સામાન્ય સ્થિતિમા પાછા આવી જાઓ. તે ઉપલા અને નીચલા એબ્સની કસરત માટે ફાયદાકારક છે.

બટરફ્લાય ક્રંચ:

Image source

પથારી પર સૂઈ જાઓ અને પગના તળિયાથી પથારી પર બટરફ્લાયની પાંખોના આકારમાં તમારા શરીરને વાળો. તમારા હાથને હળવેથી માથાની પાછળ રાખો. જ્યારે પેટના સ્નાયુઓ ખેંચાવાનું શરૂ કરે છે, ત્યારે તમારા માથા અને ખભાને છત તરફ જમીન ઉપર ઉભા કરો. તમારી પીઠને બેડ પર રાખો કારણ કે તે તમારી કરોડરજ્જુ પરનું દબાણ ઘટાડે છે. આ કસરત થોડી મુશ્કેલ છે અને ઉપલા એબ્સ માટે કરવામાં આવે છે.

ખાસ નોંધ : ઉપરોક્ત દરેક કસરત કરતાં પેહલા તમે એક્ષ્પેર્ટ ની રાય લેવી આવશ્યક છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *