આ મહીને ગુરુ કરવા જઈ રહ્યો છે રાશી પરિવર્તન, જાણો કઈ રાશિના લોકોની મુશ્કેલીનો આવશે અંત

ગ્રહોની ચાલ નિરંતર બદલાયા કરે છે અને બદલતી ગ્રહો ની ચાલના કારણે દરેક વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન થવાથી તેની અસર રાશીઓ પર પડે છે. દરેક લોકોના જીવનમાં ખુશીઓ ની સાથે સાથે ખરાબ સમય પણ આવે છે. એવા કોઈ વ્યક્તિ નથી હોતા જેમનું જીવન એક સામાન પસાર થાય. દરેક લોકોના જીવનમાં સુખ દુખ આવ્યા કરે છે અને એ બધું ગ્રહોની ચાલ પર આધારિત હોય છે.

image source

30 જૂનને જ્ઞાન, ગુરૂ, શિક્ષાનો કારક બૃહસ્પતિ મકર રાશિમાંથી ધન રાશિમાં પ્રવેશ કરશે અને 20 નવેમ્બર 2020 સુધી આ જ રાશિમાં રહેશે. ધન રાશિ દેવ ગુરૂ બૃહસ્પતિની સ્વરાશિ છે. ગુરૂ પોતાની રાશિમાં પ્રબળ હશે અને બીજી રાશિને પ્રબળ ગુરૂનો લાભ પ્રાપ્ત થશે. ગુરૂના આ ગોચરથી આ 6 રાશિઓને સર્વાધિક લાભ આપશે.

image source

મેષ રાશિ

નવમ ભાવમાં ગુરૂનું ગોચર તમારા માટે શુભ રહેશે. કુંડળીમાં નવમો ભાવ ધર્મ, યાત્રા, ગુરૂ અને જ્ઞાનને દર્શાવે છે. પ્રગતિકારક સંજોગો સર્જાતા જણાય. આજના રોપેલાં બીજ જરૃર ફળ આપશે.

image source

કન્યા રાશિ

ચોથા ભાવમાં ગુરૂ તમારા સુખમાં વૃદ્ધિ કરશે. અહીં ગુરૂનું સ્થાન તમારા માટે શુભ રહેશે. આ દરમિયાન તમારા આર્થિક વૃદ્ધિ કરાવશે.

image source

વૃશ્ચિક રાશિ

ગુરૂ તમારા આર્થિક જીવનમાં શુભ ફળ આપશે. આ દરમિયાન આવકમાં વૃદ્ધિ થશે. ધન સંપત્તિ કમાઈ શકશો. કુંડળીનો બીજો ભાવ કુટુંબની સ્થિતિ દર્શાવશે. વાદ વિવાદ દૂર કરી શકશો. ગમે તેટલો કઠિન કસોટી કારક સમય હશે આપ જરૃર બહાર નીકળી શકશો. પ્રયત્નો વધારજો. સ્વજન-મિત્ર ઉપયોગી બને.

image source

ધનુ રાશિ

આપની રાશિ ગુરૂની રાશિ છે. આપની ધારણા બહારના સંજોગ હશે તો પણ સંયમ-કુનેહથી પાર કરી શકશો. સ્નેહીથી ગેરસમજ દૂર થાય.

image source

કુંભ રાશિ

આપની નિરાશા દૂર થતી જણાય. કોઈ મહત્વના સંકેત-સમાચાર મળે. ગુરૂના પ્રભાવથી તમારી આવકના સાધનો વધશે.

image source

મીન રાશિ

ગુરૂ દસમા ઘરમાં તમારી કુંડળીમાં પ્રવેશ કરશે. આ કુંડળીની ભાવનાથી નોકરીઓ, ધંધા વગેરે માનવામાં આવે છે. આ અર્થમાં ગુરુ હોવું તમારા ક્ષેત્ર માટે શુભ રહેશે. જો નોકરીને લગતી કોઈ સમસ્યા હોય, તો તે દૂર થઈ જશે. નોકરી અથવા ધંધામાં લાભ થશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *