સાંધાના દુખાવા અને સોજા એ બર્સાઈટિસના સંકેત હોઈ શકે છે, તેથી નિષ્ણાંત પાસેથી જાણો તેના પાંચ સરળ ઘરેલુ ઉપાયો વિશે.

Image Source

બર્સાઈટિસ એક પ્રકારની પીડાદાયક સ્થિતિ છે જે તમારા સાંધા, હાડકા અને સ્નાયુઓને ખરાબ રીતે અસર કરવાનું કામ કરે છે. બર્સાઈટિસ તે સ્થિતિઓમાંથી એક છે જે સોજા દ્વારા તમને હેરાન કરવાનું કામ કરે છે. તમને જણાવી દઈએ કે બર્સાઈટિસની સ્થિતિ મોટાભાગે ખભા, કોણી, ઘૂંટણ અને હિપ્સમાં થાય છે, જેના લીધે તમને હરવા ફરવા અને બેસવા ઉઠવામાં પણ તકલીફ થાય છે. એટલું જ નહિ તેની અસર તમારી આંગળીઓ પર પણ જોવા મળે છે. સામાન્ય રીતે લોકો તેના માટે એક ઉત્તમ ઉપાયની રીત શોધે છે, જેનાથી કોઈપણ રીતે આ દુખાવાથી છુટકારો મેળવી શકે. પરંતુ શું તમે જાણો છો કે બર્સાઈટિસ દરમિયાન તમે કેટલાક ઘરેલુ ઉપાયની મદદથી પોતાને તંદુરસ્ત રાખી શકો છો. જીહા, અમે આ વિષય પર ડોક્ટર રાખી આયુર્વિજ્ઞાની, સફદરજંગ ઇંક્લેવ, નવી દિલ્હીના ડોક્ટર રાખી મેહરા સાથે વાત કરી. જેમણે બર્સાઈટિસ માટે કેટલાક ઘરેલુ ઉપાયો વિશે જાણકારી આપી છે.

Image Source

૧. ઠંડો કે ગરમ શેક લેવો:

સ્નાયુઓ, સાંધા અને હાડકાઓમાં થતા દુખાવાથી રાહત મેળવવા માટે સૌથી ઉત્તમ વિકલ્પ છે કે તમે ઠંડા કે ગરમ શેકનો ઉપયોગ કરો. જો તમે તમારા સાંધા, સ્નાયુ કે હાડકાના દુખાવાથી પરેશાન છો તો તમે સરળતાથી ઠંડો કે ગરમ શેક લો. તેનાથી તમારા અસરકારક ભાગમાં થતાં સોજાને સરળતાથી દૂર કરી શકાય છે સાથે જ તમને થતા દુખાવામાં રાહત મળી શકે છે.

૨. લસણ અને તેલ સાથે માલિશ કરો:

નિષ્ણાંત અને ડોક્ટર રાખી મેહરા જણાવે છે કે લસણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે. તે તમને ઘણા પ્રકારના ચેપ અને રોગોના ભયથી દૂર રાખવાનું કામ કરે છે. લસણમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે જે તમને સ્વસ્થ રાખવામાં મુખ્ય ભાગ ભજવે છે. આવી રીતે જ્યારે તમે બર્સાઈટિસના શિકાર બનો છો અને દુખાવાથી પરેશાન રહો છો ત્યારે લસણ તમારા માટે ઉત્તમ ઉપચારનો વિકલ્પ છે. તમે લસણને સરસવના તેલ સાથે સાંતળી લો અને પછી તમારા અસરકારક ભાગ પર તેનાથી મસાજ કરો. તમે હળવા હાથે અસરકારક ભાગ પર મસાજ કરો. તેનાથી થોડા દિવસોમાં તમને રાહત મળી શકે છે.

૩. હળદર:

હળદર તમારા સ્વાસ્થ્ય માટે કેટલી અસરકારક છે તે તમે બધા જાણો છો, હળદર તમને ઘણા પ્રકારના ગંભીર રોગો અને ચેપથી બચાવવાનું કામ કરે છે. જેની મદદથી તમે લાંબા સમય સુધી પોતાને સ્વસ્થ રાખી શકો છો. તમે જ્યારે તમારા સાંધામાં દુખાવાનો અનુભવ કરો છો ત્યારે તે દરમિયાન હળદરનો લેપ તમારા અસરકારક ભાગ ઉપર લગાવવો જોઈએ અને તેના ઉપર કોઈ કપડું વીંટાળી લેવું.

૪. સ્વસ્થ આહાર:

રોગો સામે રક્ષણ અને ચેપથી દૂર રહેવા માટે જરૂરી છે કે તમે તમારા ભોજનને શ્રેષ્ઠ રીતે તૈયાર કરો. સ્વસ્થ આહાર તમને લાંબા સમય સુધી તંદુરસ્ત રાખી શકે છે. આવી રીતે બર્સાઈટિસ દરમિયાન તમારે એવા આહારનું સેવન કરવું જોઈએ જેમાં તમને પુષ્કળ પ્રમાણમાં પોષણ મળી શકે સાથે તમે લાંબા સમય સુધી તમારા દુખાવાને દૂર રાખી શકો. તમે તમારા આહારમાં બધા જરૂરી ફળો, શાકભાજીઓ, દાળો અને દાણાનો સમાવેશ કરો જે તમને સ્વસ્થ રાખવા અને હાડકા અને સાંધાને મજબૂત કરવામાં તમારી મદદ કરે છે.

૫. કસરત જરૂર કરો:

કસરત તમને લાંબા સમય સુધી શારીરિક અને માનસિક રૂપે સ્વસ્થ રાખવાનું કામ કરે છે, કસરતની મદદથી તમે સરળતાથી બર્સાઈટિસની સમસ્યાને દૂર કરી શકો છો. તમે તમારા નિષ્ણાંત કે ડોક્ટર પાસેથી સલાહ લઈને કસરત કે શારીરિક પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવો. તમારા નિષ્ણાંત તમને અમુક કસરતો વિશે જણાવશે જે તમારી બર્સાઈટિસની સમસ્યાને ઓછી કરવાની સાથે તમારા સાંધામાં થતા દુખાવા અને સોજાને ઓછા કરી શકે છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. અમે માહિતી ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરલે છે, દરેક ને વિનંતી છે કે કોઈ પણ ઉપાય કરતાં પેહલા તમારા નિષ્ણાત ની સલાહ આવશ્યક છે 

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *