“કોઈપણ વ્યક્તિને દાન આપતી વખતે ત્રણ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ પહેલું,કઇ વ્યક્તિને દાન આપવાનું છે?બીજું, કયા સમયે દાન આપવાનું છે? અને ત્રીજું, કઈ જગ્યા પર દાન આપવાનું છે? જો તમે આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો કોઈ જરૂરતમંદ વ્યક્તિની તમે સારી રીતથી સહાયતા કરી શકશો. “
વાર્તા
મહાભારતમાં યુધિષ્ઠિર મહારાજા બની ગયા હતા, અને તે સમયે એક ઘટના ઘટી, તે સમયે એક બ્રાહ્મણ ના પિતાનું અવસાન થઈ ગયું, અને બ્રાહ્મણ ને વિચાર આવ્યો કે મારે મારા પિતા નો અગ્નિસંસ્કાર ચંદનના લાકડા ઉપર કરવો જોઈએ, પરંતુ તેમને ચંદનના લાકડા ક્યાંય મળ્યા નહીં.
તે બ્રાહ્મણ યુધિષ્ઠિર પાસે પહોંચ્યા અને યુધિષ્ઠિરને કહ્યું,’ મને ચંદનના લાકડા જોઈએ છીએ કારણ કે મારે મારા પિતા નો અગ્નિસંસ્કાર કરવો છે.
યુધિષ્ઠિર પાસે કોઈ જ પ્રકાર ની કમી બિલકુલ ન હતી પરંતુ તેમને બ્રાહ્મણને કહ્યું, ‘વરસાદને લીધે ચંદનની દરેક લાકડીઓ મળી ગઈ છે અને એ પલળેલી લાકડીઓથી અગ્નિ સંસ્કાર થશે નહીં’.
આ સાંભળીને બ્રાહ્મણ નિરાશ થઈ ગયો ત્યાર બાદ તે કર્ણ પાસે ગયો કર્ણની પાસે પણ ખૂબ વરસાદ પડવાને કારણે લાકડીયો પલળી ગઈ હતી આ વાત સાંભળીને બ્રાહ્મણ જવા લાગ્યા ત્યારે કર્ણએ તેમને રોક્યા અને કહ્યું કે, ‘મારા દ્વારથી કોઈપણ વ્યક્તિ ખાલી હાથ જઈ શકે નહીં, મારું રાજસિંહાસન ચંદનની લાકડી થી જ બનેલું છે અને તે સુકાયેલું પણ છે.’
કર્ણએ કારીગરોને બોલાવ્યા અને કહ્યું,’ આમાંથી લાકડીઓ કાઢીને આ બ્રાહ્મણને આપી દો.’ કારીગરોએ આ સાંભળીને લાકડીઓ કાઢીને બ્રાહ્મણને આપી અને બ્રાહ્મણ એ પોતાના પિતા નો અગ્નિસંસ્કાર ચંદનની લાકડીઓથી કર્યો.
તે સમયથી જ ચર્ચા થવા લાગી હતી કે દાનવીર હોવાનો અર્થ યુધિષ્ઠિર છે કે પછી કર્ણ છે, ચંદનની લાકડીઓ નું સિંહાસન યુધિષ્ઠિર પાસે પણ હતું પરંતુ તે એ સમયે વિચારી ન શક્યા. ઉદારતા અને દૂરદર્શીતામા યુધિષ્ઠિર કર્ણથી પાછળ રહી ગયા.
શીખ: જ્યારે પણ આપણે કોઈને પણ દાન આપવું હોય ત્યારે તે જગ્યા, તે પાત્ર અને તે સમયે આપણે ખૂબ જ ધ્યાનપૂર્વક ચિંતન કરવું જોઈએ, આપણે તે દાન કોને આપવાનું છે, કયા સમયે આપવાનું છે, અને ક્યાં આપવાનું છે?આ દરેક બાબતોનો જો આપણે ધ્યાન રાખીશું તો આપણે કોઈ પણ જરૂરતમંદ વ્યક્તિની ખૂબ જ સારી રીતે મદદ કરી શકીશું.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team