જન્માષ્ટમી પર લગાવો કૃષ્ણ ની તસવીર.. ઘર માં રહેશે સુખ શાંતિ અને નહીં થાય ધન ની કમી..

મનુષ્ય એવું જ ઈચ્છે છે કે એના ઘર માં સુખ શાંતિ બની રહે. ઘર ના બધા જ લોકો હસી ખુશી થી પોતાનું જીવન વ્યતીત કરે. વ્યક્તિ ને ક્યારે ધન ની કમી ન થાય એવું જ એ ઈચ્છે. પરંતુ એવું ઘણી વખત થાય છે કે ન ઇચ્છતા પણ આપણાં જીવન માં ઘણી મુશ્કેલીઓ આવી જ જાય છે. આપણે શાસ્ત્રો અનુસાર જોઈએ તો જીવન માં  આવતી બધી જ મુશ્કેલીઓ નું સમાધાન તો થઈ જ થાય છે. પણ કેટલાક ઉપાયો કરવા માં આવે તો જીવન ની તકલીફો દૂર થઈ શકે છે.

Image Source

શાસ્ત્રો ના અનુસાર ભગવાન કૃષ્ણ ને એવા દેવતા માનવામાં આવે છે જેમને આપણી સંસ્કૃતિ, સંગીત,અને શિલ્પકલા ને પ્રભાવિત કર્યું છે. તેમણે નિસ્વાર્થ પ્રેમ અને મિત્રતા નો સંદેશ પણ આપ્યો છે. જો કૃષ્ણ જી ની ઉપાસના કરવામાં આવે તો સુખ શાંતિ ની પ્રાપ્તિ થાય છે. આટલું જ નહીં બીજા ઘણા પ્રકાર ના લાભ થાય છે. આજે અમે તેમના એવા સ્વરૂપ વિશે જાણકારી આપવાના છે કે તમારી ઘણી મુશ્કેલી ઑ દૂર થઈ જશે.

રાધા અને કૃષ્ણ ની તસવીર થી વધશે પ્રેમ અને સ્નેહ

Image Source

સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે પતિ પત્ની વચ્ચે કોઈ ના કોઈ બાબત થી લઈ ને જગડો થયા કરે છે. દાંપત્ય જીવન માં ઘણી મુશ્કેલીઓ ઊભી થવા લાગે છે. વાદ-વિવાદ ને કારણે તેમના વચ્ચે સંબંધ બગડતો જાય છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારું વૈવાહિક જીવન ખુશી થી ભરેલું રહે તો આ જન્માષ્ટમી ના દિવસે રાધા કૃષ્ણ ની એક છબી ઉત્તર દિશા માં લગાવી.

કૃષ્ણ ના બાળ રૂપ થી થશે સંતાન પ્રાપ્તિ

Image Source

જો કોઈ વ્યક્તિ ને સંતાન પ્રાપ્તિ ની ઈચ્છા હોય તો આવામાં દંપતી તેમના રૂમ માં બાળ ગોપાલ નો ફોટો લગાવી શકે છે. અથવા તો ગાય વાછરડા ની તસવીર પણ લગાવી શકો છો.

શ્રી કૃષ્ણ ની આરાધના કરતાં મીરાંબાઈ

Image Source

જો તમે ઈચ્છતા હોવ કે તમારા ઘર પરિવાર ના લોકો ના મન માં ધાર્મિક ભાવના જાગે તો તમારે તમારા ઘર માં પૂર્વ અને ઉત્તર દિશા માં શ્રી કૃષ્ણ ની આરાધના કરતાં મીરાંબાઈ ની તસવીર લગાવી.

ગોવર્ધન પર્વત ઉઠાવતા શ્રી કૃષ્ણ

Image Source

પરિવાર ના સભ્યો વચ્ચે  જગડા થતાં હોય છે. પરિવાર માં કોઈ તાલમેલ સારો નથી. આવા  માં તમે ઘર માં એવી તસવીર લગાવો કે જેમાં કૃષ્ણ ગોવર્ધન પર્વત ઉઠાવતા હોય. તમે આ ફોટો એ રીતે લગાવો કે જેથી તમારી નજર ત્યાં વારે વારે  જાય. આ ફોટો માં ગાયો અને કૃષ્ણ જી  ના મિત્રો પણ દેખાય તેવો લગાવો .

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment