શું તમને ખ્યાલ છે કે જાંબુ કરતા પણ તેના પાંદડાઓ છે સ્વાસ્થ્ય માટે વિશેષ લાભદાયી અને ગુણકારી.

image source

મિત્રો, જાંબુના સેવનથી થતા  ફાયદાથી તમે બધા પરિચિત છો. તે એક એવું ફળ છે જેના અસંખ્ય ઔષધીય ફાયદા છે. ગરમી હોય ત્યારે જાંબુ નું ખૂબ સેવન કરવામાં આવે છે. તે આપણા આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. જાંબુ ના પાન નો ઉપયોગ ઘણી ગંભીર બીમારીઓમા થાય છે. આ લેખમાં આપણે તેના જાંબુના પાન ના સેવનથી થતા લાભ વિશે વાત કરીશુ.

ડાયાબિટીસ :

Image source

બે ગ્રામના જાંબુના પાંદડાને ક્રશ કરી તેમા એક લિટર પાણી ઉમેરીને ચા બનાવવામાં આવે છે. આ ચા ડાયાબિટીઝની સમસ્યાને દૂર કરવા માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ, તે સાબિત થયું નથી કે તે ટાઇપ-૨ ડાયાબિટીઝના દર્દીઓમાં બ્લડ શુગરના લેવલ ને સુધારી શકે છે. જો કે, પ્રાણીઓ પરના અભ્યાસ સૂચવે છે કે, આ ફળો ના બીજ અને છાલ લોહીમાં શર્કરા નું સ્તર ઘટાડી શકે છે. અન્ય એક સંશોધન મુજબ તે કોલેસ્ટ્રોલ ની સમસ્યાને પણ નિયંત્રણમાં રાખે છે.

મરડો :

જો તમે મરડા ની સમસ્યાથી પીડાતા હોવ તો જાંબુના પાંદડા તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ પાંદડા પેશીઓની સારવારમાં ખૂબ અસરકારક સાબિત થાય છે અને તે ફરીથી આ સમસ્યાથી પણ રાહત આપે છે. જાંબુના વૃક્ષના પાંદડા મરડાની સમસ્યાને દૂર કરવા માટે નો કુદરતી સ્રોત છે, જેનો કોઈ નકારાત્મક પ્રભાવ નથી.

કેન્સર :

Image source

આ ફળના પાંદડા એન્ટી કેન્સર ગુણધર્મો  ધરાવે છે એટલે કે તે કેન્સર ની સમસ્યાને પણ અટકાવી શકે છે. તે તમારા શરીરના કોષોની પેશીઓને નુકસાન પહોંચાડતા કેન્સરના કોષોના હુમલાઓ થી શરીર ને સુરક્ષિત રાખે છે.

ટ્યુમર :

Image source

જ્યારે આ બીમારી થાય છે  ત્યારે અસામાન્ય કોષોના ક્લસ્ટરો ગાંઠમા વિકાસ પામે છે. જો તેને સમયસર બંધ ના કરવામા આવે તો તે ગાંઠ પણ કેન્સરમા પરિવર્તિત થઇ શકે છે. જાંબુના પાંદડા ગાંઠ સામે રક્ષણ આપવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તેમા કુદરતી ઘટકો સમાવિષ્ટ છે, જે ગાંઠોના વિકાસને કોઈપણ આડઅસર વિના અટકાવે છે.

તાવ :

Image source

જો તાવ ત્રણ કે તેથી વધુ દિવસો સુધી રહે છે, તો તે કોઈ ગંભીર બીમારી અથવા સમસ્યાના સંકેત હોઈ શકે છે. આ સમસ્યામાથઈ મુક્તિ મેળવવા માટે તમે આ પાંદડાનો રસ વાપરી શકો છો. તમે તેનો ઉપયોગ તાવના પહેલા દિવસથી જ શરૂ કરી શકો છો. તે શરીરના ગરમ તાપમાને રાહત આપે છે. તાવ ઓછો થાય ત્યાં સુધી આ રસનુ સેવન કરો.

લોહીનો પ્રવાહ :

Image source

શરીર ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે શરીરમા લોહી નો સારો પ્રવાહ હોવો અત્યંત મહત્વપૂર્ણ છે. આ પાંદડાના રસ દ્વારા તમે રક્ત પરિભ્રમણ પણ સુધારી શકો છો. તે હૃદય ને યોગ્ય રીતે કાર્ય કરવામા મદદરૂપ સાબિત થાય છે અને  આખા શરીરમાં લોહીને સારી રીતે પમ્પ કરે છે.

કીડની સ્ટોન :

આ સમસ્યાને દૂર કરવા માટે પણ જાંબુના પાંદડા ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જાંબુના ૧૦-૧૫ પાંદડા લો અને તેને સારી રીતે ધોઈ લો અને તેનો રસ બનાવો. આ રસમા ત્રણ કાળા મરી ઉમેરો અને ત્યારબાદ તે મિશ્રણ ને આખા દિવસમા બે વાર પીવો જેથી, આ સમસ્યામાંથી તમને તુરંત રાહત મળશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *