ચોરીથી સલમાન ખાનનો ફોટો ખેંચતા પકડાઈ જૈક્લીન ફર્નાન્ડીઝ, પછી જે થયું એ જોયા જેવું હતું

કોરોના વાયરસ વધવાના મામલાને જોતા, લોકડાઉન સતત આગળ વધી રહ્યું છે. લોકડાઉન હવે વધારી 17 મેં કરી દીધું છે. એવામાં લોકોએ લગભગ 2 અઠવાડિયા સુધી હજુ તેના ઘરમાં કેદ રહેવું પડશે. સ્ટાર્સ લોકો પણ તેના ચાલતા ત્યાં જ ફસાયેલા છે. કઈક એવું જ થયું છે બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન સાથે.

લોકડાઉન ના લીધે સલમાન ખાન તેના પનવેલવાળા ફાર્મહાઉસ માં ફસાયેલો છે, ત્યાં તેના પરિવારના અમુક સદસ્યો સાથે એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ પણ મોજુદ છે. પનવેલમાં જેકલીન અને સલમાન ની ઘણી તસ્વીરો લગાતાર જોવા મળી રહી છે. આ બધા વચ્ચે વધુ એક તસ્વીર વાયરલ થઈ રહી છે.

સલમાન ખાને હાલમાં જ એક તસ્વીર તેના ઇન્સ્તાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસ્વીરને જેકલીન ફર્નાન્ડીઝએ ક્લિક કર્યો છે. સલમાન પરસેવાથી રેબ જેબ નજર આવી રહ્યા છે. આ તસ્વીરને શેર કરતા સલમાન ખાને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘જૈકી ચોરી ચોરી ચુપકે ચુપકે ફોટો ખેંચતી પકડી ગઈ. ત્યારબાદ જૈકી એ વધુ એક ફોટો ખેંચ્યો છે જે તેણી ખુદ પોસ્ટ કરશે.’

સલમાનની આ તસ્વીર સોશલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. તેના ચાહકો તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે. જેમ કે સલમાને જણાવ્યું કે બીજી ફોટો ને જેકલીન ખુદ શેર કરશે, તો હવે તેના ફેન્સને હવે તેનો ઇન્તઝાર રહેશે કે તે ફોટો હવે ક્યારે સામે આવશે. તો હવે ઇન્તઝાર ખતમ થયો, જેકલીન ફર્નાન્ડીઝ એ સલમાન ની બીજી ફોટો પણ શેર કરી દીધી છે.

જૈક્લીનએ જે ફોટો શેર કરી તેમાં સલમાન જીમમાં કસરત કરતા નજર આવી રહ્યા છે. લગભગ અમુક જ કલાકો માં આ ફોટા ને 10 લાખથી વધુ લાઈક મળી ચુકી છે. ફેન્સ સલમાન ના આ લુકને જોઈ દીવાના બની રહ્યા છે. સલમાન ના ફેંસ કોમેન્ટ કરી સલમાન ની આ શાનદાર બોડી ના ભરપુર વખાણ કરી રહ્યા છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *