સુરતવાસી જાણી લો, ભારત પાસે છે કોહિનૂર કરતા મોટો હીરો છે જેની કિંમત જાણીને હોંશ ઉડી જશે..

ભારતમાં સોના, ચાંદી સિવાય હીરાનું મહત્વ વધારે છે. એટલે તો હીરા ઉદ્યોગ અલગ રીતે વિકાસ પામ્યો છે. હીરાના વજન અને ક્વોલીટી પ્રમાણે તેનો ભાવ નક્કી થાય છે. હીરાની બજાર ઈન્ટરનેશનલ લેવલે કામ કરતી હોય છે. જેથી તેના ભાવના આધારે હીરાની વેલ્યુએશન આંકી શકાય. પણ તમને ખબર છ અતિ મોંઘા કહેવાતા કોહિનૂર હીરા કરતા પણ ડબલ આકારનો હીરો ભારત પાસે છે. જી હા, ભારત પાસે આટલી મોટી રકમનો હીરો મ્યુઝીયમમાં રાખેલો પડ્યો છે.

દુનિયાના સૌથો મોટા હીરામાં શુમાર નિઝામના જૈકબ હીરાનું નામ છે, જે દિલ્હીના નેશનલ મ્યુઝીયમમાં રાખવામાં આવ્યો છે. હૈદરાબાદના નિઝામનો આ હીરો બહુ ખાસ છે. આકારની વાત કરીએ તો જૈકબ હીરો-કોહિનૂર કરતા પણ ડબલ મોટા આકારનો છે. આ આપણું ભારત અતિ મુલ્યવાન ચીજ-વસ્તુઓને સાચવે એ સાબિત કરે છે. અહીં કરોડો રૂપિયાની વસ્તુઓને માત્ર મ્યુઝીયમમાં રાખવામાં આવે છે, જે ભારતની સમૃદ્ધિ બતાવે છે.

નેશનલ મ્યુઝીયમમાં હૈદરાબાદના નિઝામના આભૂષણણોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ત્યારે જૈકબ હીરા સિવાય ૧૭૩ જેટલા અતિ દુલર્ભ આભૂષણો જોવા મળ્યા હતા. હીરા જડિત આ આભૂષણો જોવા મળ્યા હતા. હીરા જડિત આ આભૂષણોની કિંમત જાણીને સામાન્ય માણસને પરસેવો આવી જાય એમ છે.

જૈકબ હીરાની વાત કરીએ તો ઈન્ટરનેશનલ માર્કેટમાં તેની કિંમત ૨૧૮ કરોડ રૂપિયા છે. આ કિંમત જાણીને ભલભલાના મોઢે ઓહો શબ્દ નીકળી જાય. સાથે નેશનલ મ્યુઝીયમમાં જૈકબ હીરા સિવાય ક્ફ્લીંક, સારપેચ, હાર, બ્પેલ્ટ, બકલ, કાન માટેના ઝૂમકા, કંગન, વીંટી તેમજ પોકેટ ધડીયાળનો પ્રદર્શન શો રાખવામાં આવ્યો હતો. જે ૧૮ થી ૨૦મી સદીના જૂના સમયની ચીજ-વસ્તુઓ છે.

નિઝામનું કલેક્શન દુનિયાનું સૌથી મોંઘુ અને મોટું કલેક્શન માનવામાં આવે છે. ભારત સરકારે ૧૯૯૫ની સાલમાં તેને ૨૧૮ કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. પહેલા આ કરોડો રૂપિયાનો ખજાનો હોંગકોંગની તિજોરીઓમાં હતો પણ લાંબી કાનૂની લડાઈ બાદ ભારતે તેને ખરીદી લીધો પછી આરબીઆઈની તિજોરીમાં તેને શિફ્ટ કરવામાં આવ્યો હતો. ૨૦૦૧ સુધી આ ખજાનો આરબીઆઈ મુંબઈ ખાતે સાચવીને રહ્યો, ત્યારબાદ તેને દિલ્લી શિફ્ટ કરી દેવામાં આવ્યો.

મોંઘા કલેક્શન અને જૂના સમયની યાદી જોવા માટે લોકોએ રસ દાખવ્યો હતો પણ નેશનલ મ્યુઝીયમમાં પ્રદર્શન જોવા માટે ફક્ત ૫૦ દર્શકોને જ એન્ટ્રી આપવામાં આવી હતી. જેમાં પણ ૩૦ મિનીટથી વધુ મ્યુઝીયમમાં રહેવાની મનાઈ ફરવામાં આવી હતી.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *