જેકફ્રૂટ(કટહલ) બિરયાની બનાવવાની રીત

કેટલા લોકો માટે – ૨

  • તૈયારી માટે નો સમય-૨૦ મિનિટ
  • બનનાવવા માટે નો સમય-૫૦ મિનિટ
  • કુલ સમય-૧ કલાક ૧૦ મિનિટ
  • કઠિનાઈ- મધ્યમ

જેકફ્રૂટ(કટહલ) બિરયાની બનનાવવાં ની રીત

ક્યારેય વિચાર્યું કે બિરયાની માં સૌથી સ્વાદિષ્ટ શું હોઈ છે…..જેમને બિરયાની પસંદ હોય છે તેમના માટે જવાબ પણ અલગ અલગ હોય છે. પરંતુ અમે તમને બતાવીએ છીએ એક એવી બિરયાની બનનાવવાની રીત વિશે, જે આજ થી તમારી પસંદીદા બનવાની છે… વિશ્વાસ નથી થતો તો આને એક વાર જરૂર બનાવો. અહી છે જેકફ્રૂટ બિરયાની ની રીત…

સામગ્રી

  • ૩૦૦ ગ્રામ જેકફ્રૂટ
  • ૬૦ ગ્રામ દહીં
  • ૩૦ ગ્રામ આદુ- લસણ ની પેસ્ટ
  • ૨૦૦ ગ્રામ બાસમતી ચોખા ( ૪ મિનિટ ગરમ પાણી માં બાફેલા ), બાફેલા
  • ૧૫ ગ્રામ ઘરે બનાવેલ ગરમ મસાલો
  • મીઠું
  • ૫ ગ્રામ લાલ મરચું
  • ૬૦૦ મિલી પાણી
  • ૩૦ મિલી ઘી
  • ૧૦ ગ્રામ કાંદા
  • એક ચપટી કેસર
  • ૧૦ ગ્રામ ધાણા
  • ૫ ગ્રામ ફૂદીનો
  • લોટ

ઘરે બનાવેલા મસાલા માટે

  • ૫ ગ્રામ સ્ટાર વરિયાળી
  • ૫ ગ્રામ જાવંત્રી
  • ૫ ગ્રામ એલચી
  • ૫ ગ્રામ લીલી એલચી
  • ૫ ગ્રામ જીરૂ
  • ૫ ગ્રામ સાબૂત ધાણા
  • ૫ ગ્રામ લવિંગ
  • ૫ ગ્રામ સાબૂત લાલ મરચું
  • ૫ ગ્રામ ખાંડ

બનાવવાની રીત

  • સૌથી પેહલા એક વાટકા માં જેકફ્રૂટ નાખો એની ઉપર આદુ-લસણ ની પેસ્ટ ,મીઠું, લાલ મરચું પાવડર અને દહીં નાખીને મિક્સ કરી લો. એને ઢાંકીને ૩ કલાક માટે રાખો.
  • હવે એક બીજા વાસણ માં ઘી લો. એમાં મેરીનેતિડ જેકફ્રૂટ નાખો. તેને ધીમા તાપે ચડવા દો. ચડવા માટે આપણે હાંડી, પ્રેશરકુકર અથવા કોઈ કડાઈ લઈ શકીએ છીએ.
  • ધીમા તાપે ચડવા તેમાં ગરમ મસાલો પણ નાખો.
  • હવે ૨૦૦ ગ્રામ બાફેલા ચોખા નાખો અને ૬૦૦ મિલી ગરમ પાણી નાખો.
  • હવે વરાળ માટે બાંધેલો લોટ લઈ ઢાંકી દો. ધીમા તાપે ૨૦ મિનિટ સુધી પકવવવું.
  • જ્યાં સુધી બિરયાની ઢાંકેલી છે ત્યાં સુધી માં તમે રાયતું કે ચટણી તૈયાર કરી લો. તૈયાર થયા પછી રાયતું કે ચટણી પીરસો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment