જાણો કેવીરીતે હેલ્ધી ડ્રાયફ્રુટ ( પોષક સૂકોમેવો ) બની શકે છે તમારા માટે જોખમી😟

હમેશા લોકો પોતાના સ્વાસ્થ્ય માટે સૂકોમેવો પોતાના આહાર માં ઉમેરે છે અથવા ઉપયોગ કરે છે .જો સૂકોમેવો તમે યોગ્ય માત્રામાં ખાશો તો તેના ફાયદા જાણી તમે ચોકી જશો પરંતુ જો તમે તેને અનિયમિત રીતે ખાવા લાગશો તો એ તમારા માટે નુકશાનકારક બની શકે છે .

આમ તો સૂકોમેવો એ પોષક તત્વો નો ભંડાર છે .પરંતુ જો તમે તેને જરૂર કરતા વધારે માત્રામાં ખાઓ છો તો એ તમારા શરીર ને ફાયદા ના બદલે નુકશાન પહોંચાડી શકે છે .એટલે ડ્રાયફ્રુટ ને તમારા રોજિંદા આહાર માં લેતા પહેલા તમારા ડોક્ટર ની સલાહ અવશ્ય લેવી જોઈએ ખાસ કરી ને જે લોકો ને ઉચ્ચ રક્તચાપ , કિડની ,કોલેસ્ટ્રોલ ને લગતી કોઈ બીમારી હોય તેમણે ખૂબ ધ્યાન રાખવુ જોઈએ .

ડાયજેસ્ટીવ સિસ્ટમ ( પાચન શક્તિ ) બગડી શકે છે.

તમને જણાવી દઈએ કે ,સૂકોમેવો માં ભરપુર માત્રા માં ફાયબર (રેશા) હોય છે . આમતો (રેશા )ફાયબર શરીર માટે ખુબજ જરૂરી હોય છે .પરંતુ વધારે પ્રમાણમાં ખાવાથી તમને અપચો ની સમસ્યા થઈ શકે છે .

ઝડપ થી વજન વધારે છે

જો તમે જરૂર કરતા વધારે પ્રમાણમાં સૂકોમેવો ખાશો તો તમારૂં વજન પણ જલ્દીથી વધી શકે છે .એક રિસર્ચ અનુસાર ૩૫૦૦ કેલરી લેવાથી ૧ પાઉન્ડ જેટલો વજન વધે છે .તમારા ડાયટ ચાર્ટ ( રોજિંદા ખોરાક ) માં જો તમે સૂકોમેવો નો વપરાશ કરો છો તો તમારું શરીર ૨૫૦ થી વધારે કેલરી મેળવી લઈ છે અને જો હિસાબ કરવામાં આવે તો એવુ કરવાથી ૧ મહિના માં તમારું વજન ૨ પાઉન્ડ સુધી વધી શકે છે .

દાંત માટે નુકશાનકારક

કારણકે સુકામેવા માં શુગર ની માત્રા વધારે પ્રમાણમાં હોય છે અને બજારમાં મળતા સુકામેવા ને ભેજ નો લાગે તેના માટે તેને સુગર કોટિંગ કરવામાં આવે છે અને વધારે પ્રમાણમાં સુગર તમારા દાંત ખરાબ કરવાનું એક કારણ બની શકે છે .શુગર આપણા દાંત માં ચીપકી જાય છે અને તેનાથી ધીરે ધીરે દાંતો ને નુકશાન થાય છે એટલે હમેશા કોઈપણ સૂકોમેવો ખાધા પછી તમારે બ્રશ કરી લેવુ જોઈએ .

અસ્થમા ના દર્દીઓ માટે નુકશાનકારક

અસ્થમા ના દર્દી ઓ માટે પણ સૂકોમેવો નુકશાન કારક હોય છે કારણકે ઘણા સુકામેવા ને જીવાણુ ઓ થી બચાવવા માટે તેના ઉપર સલ્ફરડાઈ ઓક્સાઇડ ને વાપરવામાં આવે છે જે અસ્થમા ના દર્દીઓને માટે યોગ્ય નથી .

ALL IMAGE CREDIT : GOOGLE IMAGES

આ પોસ્ટને શેર કરીને બધા ને જાગૃત કરો અને તમારી સલાહ અને સવાલ અમને કમેન્ટસ માં લખી ને મોકલો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR: ADITI NANDARGI

Leave a Comment