જાણીને નવાઈ લાગશે કે આ ભગવાનને માત્ર આમંત્રણ આપવાથી થાય છે બધી જ મુક્શ્કેલીઓ દુર

મિત્રો, આપણને બધા ને ખબર જ છે કે હિંદુ ધર્મમાં 33 પ્રકારના દેવી દેવતાઓ નો સમાવેશ થાય છે. આપણા પુરાણોમાં પણ તેની ચર્ચા કરવામાં આવી છે. પરંતુ આ બધા જ દેવી દેવતાઓ માં વિધ્નહર્તા પ્રભુ શ્રી ગણેશને સૌથી પહેલા યાદ કરવામાં આવે છે. ગણેશજી તમામ પ્રકારની સમસ્યા અને વિધ્નો ને દુર કરે છે. તેથી કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ગણેશ ને સૌથી પહેલા યાદ કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે ગણેશજીના મંદિરો ના ફક્ત ભારત પૂરતા જ સીમિત છે પરંતુ વિદેશોમાં પણ તે સ્થાપિત છે. હાલના સમયમાં લોકો ગણેશજીને પોતાના ઘરે આવવા માટે આમંત્રણ આપે છે અને ત્યારબાદ ગણેશજી તેના બધા જ દુખ દર્દ ગાયબ કરી દે છે. હજુ હાલના સમયમાં પણ લોકો પોતાના શુભ પ્રસંગોમાં લાવવા માટે ગણેશજી ને જ પહેલું નોતરું આપે છે.

ગણેશજી નું આ દિવ્ય મંદિર રાજસ્થાન ના સવાઇ માધોપુર થી ૧૦ કિમી ના અંતરે આવેલા રણથંભોર ના ગઢ મા સ્થિત છે. અહીં ના સ્થાનિક રહેવાસીઓ તો પોતાના ઘર ના દરેક કાર્યો મા ગણપતિબાપા ને સૌપ્રથમ નિમંત્રણ આપવા માટે દોડી જાય છે. એવી માન્યતાઓ છે કે જયારે પણ તમે ગણપતિબાપા ના દેવસ્થળે પત્રિકા અર્પણ કરવા જાઓ છો ત્યાર થી લઈ ને તમારો શુભ અવસર પૂર્ણ થાય ત્યાં સુધી ગણપતિબાપા આ અવસર ના સ્થળે હાજરાહજૂર રહે છે અને આવનાર દરેક સમસ્યા તથા વિઘ્નો ને દૂર કરે છે.

આ મંદિર નો ઈતિહાસ ૧૦મી સદી મા પ્રાપ્ત થયો હોવાનુ મનાય છે. આ સમયકાળ દરમિયાન રણથંભોર ના રાજવી હમીર ને યુદ્ધ સમયે  સ્વપ્ન મા ગણપતિબાપાએ દર્શન આપ્યા હતા અને તે ઉપરાંત વિજયી થવા ના આર્શીવાદ પણ આપ્યા હતા. યુદ્ધ ના આ સમય મા રાજા હમીર અનેક સમસ્યાઓ થી વીંટળાયેલા હતા અને શત્રુ પ્રબળ તાકત ધરાવતો હતો. જો કે, અન્ય દિવસ થી એકાએક તમામ પરિસ્થિતિઓ મા પરિવર્તન આવવા માંડયું અને શત્રુ નું બળ પણ ઘટવા માંડ્યું.

આ યુદ્ધ રાજા હમીરે જીત્યું. જે પશ્ચાત્ તેમણે ગઢ મા પ્રભુ શ્રી ગણેશ નું દેવસ્થાન બંધાવ્યું અને તેમાં સ્વપ્ન મા દર્શન સમયે પ્રભુ ની જેવી છબ્બી તેમને જોવા મળી તેવી જ પ્રતિમા ની તેમના દ્વારા સ્થાપના કરવામા આવી. આ દેવસ્થાન મા પ્રસ્થાપિત પ્રભુ શ્રી ગણેશ ની પ્રતિમા ને ત્રણ નેત્રો છે. તેમની સાથે તેમની બંને પત્નીઓ રિદ્ધી-સિદ્ધી તથા પુત્રો શુભ-લાભ પણ બિરાજમાન છે. પ્રતિમા સાથે તેમની સવારી મૂષકરાજ પણ હાજરાહજૂર છે.

ગણેશ ચતુર્થી ના દિવસ દરમિયાન અહીં મેળા જેવું જ વાતાવરણ સર્જાય છે. લોકો દૂર  દેશ-વિદેશ થી પ્રભુ ના દર્શન કરવા અહીં પધારે છે. હાલ પણ અહીં દેશ-વિદેશ થી પત્ર દ્વારા લોકો વિઘ્નહર્તા ગણપતિ ને નિમંત્રણ પાઠવે છે અને વિઘ્નહર્તા નો ચમત્કારી પરચો પ્રાપ્ત કરે છે. ભલે , વિજ્ઞાન આ વાત અંગે કોઈ ખુલાસો કરી શકે કે ના કરી શકે પરંતુ, જ્યાં અતૂટ શ્રદ્ધા અને આસ્થા નો વિષય હોય છે ત્યાં કોઇપણ પ્રકાર ના ચમત્કાર પર પ્રશ્ન ઉઠાવવા નું કારણ શેષ રહેતું જ નથી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *