થયું એવું કે પતિએ પોતે જ પત્નીને બીજુ પ્રેમપ્રકરણ ચલાવવા માટે આપી મંજૂરી અને પછી…….

લગ્ન જીવનને યોગ્ય રીતે ચલાવવા માટે લોકો અલગ-અલગ ઉપાયોને અપનાવે છે. જેમ કે અંદરોઅંદરના અંતરને દૂર કરવું એકબીજાને વધુમાં વધુ સમય આપવો અને સમાધાન કરવું અથવા કાઉન્સિલિંગ પાસે જવું.પરંતુ એક પુરુષે પોતાના લગ્નને બચાવવા માટે જે રીત અપનાવી છે તેની ઉપર તેને અફસોસ થવા લાગ્યો.પુરુષે તેનો ખુલાસો રિલેશનશિપ પોર્ટલ ઉપર કર્યો છે.

પુરુષે જણાવ્યું કે ‘ હું પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત રહેતો હતો અને હું મારી પત્નીને બિલકુલ સમય આપી શકતો ન હતો. ત્યારબાદ મને વિચાર આવ્યો કે મારી પત્ની ખુશ રહે અને મોજ મસ્તી કરે. અમે બંને એક સાથે અમુક સીમા નક્કી કરી હતી જેમ કે અમે ક્યારેય પણ બાળક ઉત્પન્ન કરીશું નહીં અને લગ્ન પછી પણ એકબીજાને સંપૂર્ણ આઝાદી આપીશું.’

‘અમારા લગ્નમાં ધીમે ધીમે તિરાડ પડવા લાગી. એક દિવસ મારા મનમાં એક વિચાર આવ્યો અને મેં મારી પત્નીને કહ્યું કે જો તે મને દગો આપીને કોઈ બીજા સાથે પ્રેમ પ્રકરણ ચલાવે છે તો મને કોઈ જ ફરક પડશે નહીં. પહેલા તો મારી પત્નીને આ વાત સમજમાં આવી નહીં અને તેને મને ઘણી વખત પૂછ્યું કે મારા કહેવાનો અર્થ શું છે. ત્યારે મેં ગુસ્સામાં કહી દીધું કે તારે જે કરવું હોય તે કર, મને કંઈ પણ જણાવવાની જરૂર નથી.’

પુરુષે જણાવ્યું કે ‘ અમુક દિવસ પછી મારી પત્નીએ મને જણાવ્યું કે તેમની ઓફિસમાં એક સહકર્મી તેની સાથે ફ્લર્ટ કરે છે. અને મેં તેને એ દિવસે કોઈ બીજા વ્યક્તિ સાથે પ્રેમ પ્રકરણ કરવાની મંજૂરી આપી દીધી હતી તેથી તે પણ તેને તે વ્યક્તિમાં રસ બતાવવાનું શરૂ કર્યું. એક મહિનાની અંદર જ બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા અને તેમને ફિઝિકલ રિલેશનશિપ પણ બનાવી લીધું હતું.’

‘જ્યારે પત્નીએ મને આ વાત જણાવી ત્યારે હું ખૂબ જ અસ્વસ્થ થઈ ગયો હતો. તેમ છતાં તેને સમજાવતી વખતે કહ્યું કે ચિંતા ન કરશો. ત્યારબાદ હું બધુ યોગ્ય કરવાની કોશિશમાં લાગી ગયો અને પોતાના લગ્નને કોઇપણ કિંમત પર બચાવવા માંગતો હતો. હું ઘર ઉપર વધુ રહેવા લાગ્યો તેની પસંદગી નું જમવાનું બનાવતો હતો અને ઘરને પણ સાફ રાખતો હતો. તથા ઘરના નાના મોટા કામ પણ કરી લેતો હતો. હું કોશિશ કરતો હતો કે તેના ઓફિસથી ઘરે આવતા પહેલા હું ઘરે પહોંચી જઉ અને જમવાનું તૈયાર રાખુ.’

‘એક દિવસ મારી પત્નીએ મને જણાવ્યું કે તે શહેરની બહાર પોતાના એક મિત્રને મળવા જઈ રહી છે. તેને જે મિત્ર નું નામ જણાવ્યું તેને હું જાણતો હતો અને એ જાણીને સારું લાગ્યું કે તે દરેક તકલીફ માંથી દૂર થઈને પોતાના ગર્લ્સ ગ્રુપ ની સાથે કયાંક બહાર જઇ રહી છે. હું તેના નિર્ણયથી ખુશ થયો અને તે વ્યક્તિથી દુર રહીને પોતાના મિત્રોની સાથે સમય વિતાવવા લાગી છે.’

‘ પરંતુ મારી આ ખુશી એક દિવસ પણ રહી નહીં જતા પહેલાં તેને કહી દીધું હતું કે તેને જૂઠું કહ્યું હતું અને ખરેખર તે પોતાના કોઈ નવા બોયફ્રેન્ડ સાથે બહાર પર જઈ રહી છે આ સાંભળીને મને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો. મેં તેને ઘણું બધું કહ્યું કે તે આ ટ્રીપ કેન્સલ કરે. અને હું તેને વારંવાર વિનંતી કરતો રહ્યો કે તે કોઈ બીજા પુરુષને ન મળે. મેં તેને જણાવ્યું કે ટિકિટ કેન્સલ કરીને જે પણ ખર્ચ આવશે તે બધો જ ખર્ચ હું ભરીશ પરંતુ તેને સાંભળ્યું નહીં. તે વારંવાર કહેતી રહી કે તેને એ પુરુષને પ્રોમિસ આપી છે કે તે આવશે અને તેને તે તોડી શક્તી નથી.’

‘ ટ્રીપ થી આવી ગયા બાદ મેં તેને કહ્યું કે હવે તે એ વ્યક્તિને મળવાનું બંધ કરી દે પરંતુ તેના જવાબમાં બસ તેને એટલું જ કહ્યું કે કોશિશ કરીશ. તે ઘરે ખૂબ મોડી આવે છે મેં તેની માટે જમવાનું બનાવીને રાખું છું અને તેની રાહ જોઉં છું પરંતુ તે કહે છે કે તેને ભૂખ નથી. હું જાણું છું કે તે હવે પેલા વ્યક્તિને મળે છે અને તેની સાથે ડેટ ઉપર જાય છે.’

 હું બિલકુલ પાગલ થઇ ગયો છું મને સમજણ નથી પડી રહી કે હું શું કરું. હું તેને ઘણા સારા સારા અને પ્રેમ ભર્યા મેસેજ પણ મોકલું છું તેને આમાંથી પાછી લાવવાની કોશિશ કરું છું અને ત્યાં સુધી કે કાઉન્સિલિંગ સ્ટેશન પર પણ જવા લાગ્યો છું હું પોતાને એક અસફળ અને હારેલા વ્યક્તિની જેમ અનુભવ કરી રહ્યો છું. આખરે હું કેવી રીતે મારી પહેલી પત્નીને મેળવી શકું છું.’

 પુરુષને આ પોસ્ટ પર લોકો ઘણા પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે એટલે યુઝરે જણાવ્યું કે ‘સચ્ચાઈ એ જ છે કે તમારી પત્ની હવે તમારા હાથથી બહાર નીકળી ગઈ છે. તે તમારી સાથે જુઠ્ઠું બોલી હતી કે કોઇની સાથે શહેરની બહાર જઈ રહી છે. તેના દિલમાં તમારી માટે પ્રેમ અને સન્માન સમાપ્ત થઈ ગયું છે લગ્ન બાદ પતિ પત્ની એક સાથે રહીને કામ કરે છે અને જ્યારે તે સબંધ તૂટી જાય છે ત્યારે બધું સંપૂર્ણ રીતે વિખેરાઈ જાય છે.’

 એક અન્ય યુઝરે જણાવ્યું કે ‘ હું માત્ર એટલું જ કહી શકું છું કે તમારા લગ્નને હવે કોઈ બચાવી શકતું નથી તમારી પત્નીના મનમાં તમારી માટે પહેલાં જેવો પ્રેમ હવે ક્યારેય પાછો આવી શકશે નહીં. સારું થશે કે તમે અલગ થઈ જાઓ અથવા તો પત્ની સાથે કાઉન્સિલિંગ ઉપર જાવ. અને બધું જ નવી રીતે શરૂ કરવાનો પ્રયાસ કરો.’ ત્યાં જ એક અન્ય યુઝરે સહાનુભૂતિ દર્શાવતા કહ્યું કે ‘રિલેશનશિપ પોર્ટલ પર આ અત્યાર સુધીની સૌથી દુખી કરતી કહાની છે.’

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment