આ ચિહ્નો દર્શાવે છે કે જૂના ગેસ સ્ટવ ને રિપેર કરવાને બદલે નવો ખરીદવાનો સમય આવી ગયો છે

Image Source

ગેસનો ચૂલો ખરાબ થઈ ગયો છે, તો આ સંકેતો પર ધ્યાન આપો અને તેને રિપેર કરવાને બદલે નવો ગેસ સ્ટવ ખરીદી લો.

કોઈપણ રસોડામાં સૌથી વધારે મહત્વપૂર્ણ ગેસ સ્ટવ હોય છે, કેમકે ભોજન તેના પર જ તૈયાર થાય છે. પરંતુ જો તમારો ગેસ સ્ટવ ખરાબ થઈ રહ્યો છે અને તમે વારંવાર તેને જ રિપેર કરીને કામ કરી રહ્યા છો, તો તેમ કરશો નહીં કેમકે થોડા સમય પછી ગેસ સ્ટવને બદલવો જરૂરી બને છે.

આજના લેખમાં અમે તમને તે સંકેતો વિશે જણાવીશું, જે દેખાતા જ તમારે તમારા ગેસ સ્ટવને બદલવાનો વિચાર કરી લેવો જોઈએ.

Image Source

જ્યારે બર્નર ખરાબ થઈ જાય

ગેસ સ્ટવમાં સૌથી મહત્વપૂર્ણ બર્નર હોય છે. જો તમારો ગેસ સ્ટવ ( રસોઈ ગેસની બચત ટિપ્સ ) ના બર્નર ખરાબ થઈ જાય છે અને સરખી રીતે સળગતા નથી, તો તે એ વાતનું સંકેત છે કે તમારા ગેસ સ્ટવને રિપેર કરવાની જરૂર છે અથવા તો બદલવાની. સામાન્ય રીતે તમે જોયું હશે કે જ્યારે ગેસ સ્ટવને સળગાવવામાં આવે છે, તો તેમાંથી ભુરા, લાલ અને પીળા કલરનો ગેસ નીકળે છે. પરંતુ જો તમારા ગેસ સ્ટવ થી ફક્ત વાદળી ગેસ જ બહાર નીકળે છે અથવા તો બિલકુલ નીકળી રહ્યો નથી, તો તમારે તમારા બર્નરની સફાઈ કરવી જોઈએ. પરંતુ જ્યારે સફાઈ પછી પણ ગેસનો રંગ વાદળી નીકળી રહ્યો છે, તો તમારે તમારો ગેસ સ્ટવ બદલી લેવો જોઈએ.

જ્યારે ગેસની દુર્ગંધ આવવા લાગે

જો ગેસ સ્ટવ ચાલુ કરવા અથવા બંધ કર્યા પછી ગેસની દુર્ગંધ આવી રહી હોય તો, તમારે તરત જ ગેસને બંધ કરી રસોડાની બારીઓને ખોલી નાખવી જોઈએ અને ગેસ સ્ટવમાં લાગેલા પાઇપ અને સિલેન્ડર પર લાગેલા રેગ્યુલેટરને તપાસ કરવા જોઈએ. જો ગેસ પાઇપ અને સિલેન્ડરમાં રેગ્યુલેટર સરખી રીતે ઇન્સ્ટોલ કરેલું છે, તો તમારે બર્નરની તપાસ કરવી જોઈએ. સાથેજ ગેસની નોબ પણ તપાસ કરી લેવી જોઈએ. ક્યારેક ક્યારેક ગેસની નોબ પણ ઢીલી પડી જાય છે, જેનાથી ગેસ બર્નરમાથી લીક થતો રહે છે. આવી સ્થિતિમાં તમે ગેસને રિપેર કરાવો અને જો ત્યારે પણ તમારા ચૂલામાથી ગેસ લીક થવાની ગંધ આવે છે, તો સમજો કે તેને બદલવાનો સમય આવી ગયો છે.

Image Source

જો ગેસની સપાટી તૂટી જાય

જો તમારી પાસે કાચની સપાટી વાળો ગેસનો સ્ટવ છે અને તે તૂટી જાય છે, તો તમારી પાસે તેને રિપેર કરવાનો વિકલ્પ હોતો નથી. જો તમારો ગેસ સ્ટવ નવો છે અને વૉરંટીમાં છે તો તમે તેને બદલી શકો છો. તેમજ જો તમારો ગેસ સ્ટવ ઘણો જૂનો થઈ ચૂક્યો છે તો તમારે તેને બદલી જ લેવો જોઈએ કેમકે તૂટેલી સપાટી તમને ઇજા પહોચાડી શકે છે.

જ્યારે કંટ્રોલ પેનલ કામ કરે નહિ

આજકાલ ઇલેક્ટ્રિક ગેસ સ્ટવનો જમાનો છે. તે મોંઘા આવે છે પરંતુ તેને ઉપયોગ કરવાથી કામ ખૂબ સરળ થઈ જાય છે. જોકે તે ઝડપથી ખરાબ થતા નથી, પરંતુ જો તેમાં કોઈ ખરાબી આવે છે તો સૌથી પહેલાં તેનું કંટ્રોલ પેનલ ખરાબ થાય છે. જો ઈલેક્ટ્રીક ગેસ સ્ટવનું કંટ્રોલ પેનલ ખરાબ થઈ ગયું છે અને રીપેર કરાવ્યા પછી પણ સરખી રીતે કામ કરી રહ્યું નથી, તો તેવા કિસ્સામાં તમારી પાસે ફક્ત એક જ વિકલ્પ બચે છે અને તે છે કે તમે કંટ્રોલ પેનલને બદલાવી લો, જે ખૂબજ મોંઘુ આવે છે. આવી સ્થિતિમાં યોગ્ય રહેશે કે તમે એક નવો ગેસ સ્ટવ જ ખરીદી લો.

તો જો તમારા ઘરના ગેસ સ્ટવમાં પણ ઉપર જણાવવામાં આવેલ સમસ્યાઓ થઇ રહી છે, તો મોડું કરશો નહીં અને એક નવો ગેસ સ્ટવ ખરીદી લો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment