આયુર્વેદિક દવા નો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી આવશ્યક, ક્યારે અને કેવી રીતે નુકસાન થઈ શકે છે તે જાણો

Image Source

લાખો ગુણધર્મ ધરાવતી આયુર્વેદિક દવાઓમાં તમામ પ્રકારના રોગોને મૂળમાંથી દૂર કરવાની ક્ષમતા હોય છે. પરંતુ આયુર્વેદિક દવાઓની આ લાક્ષણિકતાઓ જીવલેણ સાબિત થઈ શકે છે,જયારે તમે તે દવાનો જાતે ઉપયોગ કરો છો. આયુર્વેદિક દવા ક્યારે અને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે. તેની માહિતી અહીંયા આપેલી છે.

સમય જતા,લોકોની રહેવાની ટેવ પણ બદલાઈ ગઈ છે પરંતુ જો આયુર્વેદની વાત કરવામાં આવે તો લોકોને તેના પર સંપૂર્ણ વિશ્વાસ છે. એવું કહેવામાં આવે છે કે આયુર્વેદિક દવા ક્યારેય નુકસાન પહોંચાડતી નથી. શરીરના કોઈપણ રોગને દૂર કરવા માટે આયુર્વેદિક દવાથી વધુ સારું કંઈ નથી. આજ કારણ થી આજકાલ આયુર્વેદિક દવાઓની ખૂબ માંગ છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે આયુર્વેદિક ઉપચાર પર એટલો વિશ્વાસ રાખે છે કે તે આયુર્વેદિક દવા જાતે જ ખાવાનું શરૂ કરે છે. નિષ્ણાતો જણાવે છે કે આમ કરવાથી નુકસાન થઈ શકે છે.

Image Source

નિયમ જરૂરી છે

જો તમે પોતાની જાતે આયુર્વેદિક દવા લો છો તો તમારે સાવધાની રાખવી ખુબ જરૂરી છે.આ દવાનો પણ એના નિયમ હોય છે.જો તમે આ ધ્યાન રાખ્યા વગર આયુર્વેદિક દવાઓનું સેવન કરો છો તો તે તમારા માટે હાનિકારક સાબિત થાય છે. તમે આયુર્વેદિક દવા લઈ રહ્યા છો તે કારણ ને ધ્યાનમાં લીધા વિના તમારી પોતાની ઈચ્છા પ્રમાણે દવા ખાવ છો તો તેનાથી તમારા શરીર પર દવાઓની અસર ઓછી થવા લાગે છે તેથી તમે જે સંબંધિત રોગ ની દવા લેતા હોવ તો તે લેવાનો ફાયદો થતો નથી.

આયુર્વેદાચાર્ય એ આયુર્વેદ ની દવા લેતા પહેલા કેટલાક નિયમો સૂચવ્યા છે જે મુજબ આ દવા લેવાનો યોગ્ય સમય સૂર્યોદય સમયે, દિવસના સમયે, સાંજના ભોજન પછી અને રાત્રે નક્કી કરવામાં આવ્યો છે.  કેટલાક લોકોને આની જાણકારી પણ હોતી નથી  આના કારણે તેને તેનું નુકસાન પણ થાય છે. તેથી જ આવી દવાઓનો ઉપયોગ આયુર્વેદાચાર્ય ની સૂચના અનુસાર જ કરવો જોઈએ, જે તમારા રોગની સારવાર કરે છે.

Image Source

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ શુ છે?

સ્વાસ્થ્ય થી જોડાયેલી ઘણી સમસ્યાઓ નું સમાધાન આપણા રસોડામાં ઉપસ્થિત મસાલા, જડીબુટ્ટી, અથવા શાકભાજી માં જ જોવા મળે છે. ખરેખર તો તેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે સારો માનવામાં આવ્યો છે.પરંતુ જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો વિશેષજ્ઞ આમાં પૂરી રીતે સહમત નથી. તેમનું માનવું છે કે આયુર્વેદિક ઉપાયો શરીર માટે ફાયદાકારક છે આ વાત ને માની શકાય નહિ.

Image Source

વધારે અતિ પણ ખરાબ છે

વિશેષજ્ઞ અનુસાર દરેક વસ્તુઓ ની અતિ પણ ખરાબ હોય છે. સ્વાસ્થ્યને સારુ રાખવા માટે આપણે આયુર્વેદિક દવા નો ઉપયોગ કરીએ છીએ, તેની સાચી માત્રા આપણને ખબર હોતી નથી. અને તેની વધુ માત્રા આપણા શરીર માટે નુકસાનકારક હોઈ શકે છે.

નિશ્ચિત સૂચનાઓની કાળજી રાખો

આયુર્વેદિક દવા સંપૂર્ણપણે સુરક્ષિત છે તેવું માનવું વ્યાજબી નથી. પ્રાચીન સંશોધન દ્વારા એ વાત નો ક્યારેય દાવો કરવામાં આવ્યો નથી કે આયુર્વેદિક દવાઓની આડઅસર થઈ શકે નહીં અથવા નિષ્ણાતના માર્ગદર્શન વિના લઈ શકાય છે.

આપણા શરીરમાં, ઘણા રસાયણો, ઉત્સેચકો, હોર્મોન્સ વગેરે સમય અનુસાર રોગપ્રતિકારક ક્ષમતા અને શારીરિક જરૂરિયાત ના રૂપમાં બદલાયા કરે છે. જો તમે આયુર્વેદ દવાઓની જાતે જ સારવાર કરતા હોવ તો તેના પરિણામો સારા હોતા નથી અને તે તમારા શરીરને અંદરથી પણ નુકસાન પહોંચાડે છે, ડૉક્ટર ની સૂચના અનુસાર આયુર્વેદિક દવાઓનું સેવન કરવું જોઈએ.

વધારે ઉપયોગ કરવાથી થતા નુકસાન

આયુર્વેદિક દવાઓના ઉપયોગ વિશે હંમેશા બધા વાત કરે છે પરંતુ આયુર્વેદિક દવાઓ ની વચ્ચે બીજી દવાઓથી થવાવાળા રિએક્શન વિશે લોકો સમજી શકતા નથી. આવા લોકો કોઈ પણ ખાસ તત્વની અતિશયતા અથવા કોઈના દુષ્પ્રભાવ વિશે ચિંતા કરતા નથી, જે ખોટું છે.

Image Source

વધુ ગિલોય નું સેવન સારું નથી

આયુર્વેદમાં ગિલોય ને અમૃત કહેવામાં આવે છે, જેમાં ડાયાબિટીસ સામે લડવાના ગુણધર્મો હોય છે. પરંતુ તેનો ઉપયોગ ફક્ત આયુર્વેદાચાર્ય ની સલાહ લઈને જ કરવો જોઈએ. કારણ કે તેના સેવનથી સુગર લેવલ પર અસર થાય છે અને પાચનતંત્રને નુકસાન થાય છે.  તેનાથી કબજિયાત ની સમસ્યા થઈ શકે છે.

Image Source

જાંબુ થી રાખો થોડી દૂરી

મોટાભાગના લોકો ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે જાંબુ નું સેવન કરે છે. આયુર્વેદ દ્રષ્ટિકોણથી તેનું સેવન આરોગ્ય માટે સૌથી મોટું વરદાન માનવામાં આવે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે વ્યક્તિની પાચનશક્તિ તેના વધારે સેવન ના કારણે નબળી પડી શકે છે.

મેથી દાણા થી વધુ સમસ્યા ઉત્પન્ન થાય છે

ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને પેટની સમસ્યા માટે મેથીના દાણા સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદિક દવાઓમાં મેથીના દાણાનો ઉપયોગ આયુર્વેદ દ્વારા પણ સૂચવવામાં આવ્યો છે, પરંતુ મેથીની તાસીર ખૂબ ગરમ હોય  છે. તેને વધુ પ્રમાણમાં લેવાથી પિત્ત, ગેસ, ઝાડા અને લોહી પાતળું થવાનું જોખમ રહેલું છે.

Image Source

તજ વાપરવામાં સાવચેતી રાખો

ગરમ મસાલા અને આયુર્વેદિક ઉપચારમાં તજનો ઉપયોગ ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે, પરંતુ તજ માં આશરે 5 ટકા કામરિન જોવા મળે છે.  આ કામરિન લીવર ને નુકસાન પહોંચાડે છે.  તેથી તેનો ઉપયોગ કરતા પહેલા તમારે તેની ચોક્કસ માત્રા જાણવી જ જોઈએ જેથી તમે તેનાથી થતી આડ અસરો ટાળી શકો.

કારેલા નો ઉપયોગ સાચવીને કરો

આયુર્વેદિક દ્રષ્ટિકોણ અનુસાર, કારેલા શરીર માટે ખૂબ સારા માનવામાં આવે છે પરંતુ તે તમારી પાચનશક્તિને સંપૂર્ણપણે નુકસાન પહોંચાડવામાં પણ સક્ષમ છે. તેના બીજમાં એક તત્વ હોય છે જે આંતરડામાં પ્રોટીનનો સંચાર અટકાવે છે.  તેના રસમાં હાજર મોમો કારિન નામનું તત્વ પીરિયડ્સના પ્રવાહ ને વધારી શકે છે.

Image Source

દવા અસર ન કરે તો સાવધાન થઈ જાઓ

જો તમે જાતે કોઈ સલાહ વિના આયુર્વેદિક દવા લો છો તો તમારે વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે.  જ્યારે આ દવાઓ તમને લાભ આપવાનું બંધ કરે છે, તો તેનો અર્થ એ છે કે ક્યાંક તો તમે તેને લેવાનો યોગ્ય સમય નથી જાણતા અથવા તો આ દવાઓની માત્રામાં વધારો અથવા ઘટાડો કર્યો છે.

જો તમે કોઈ નાની કે મોટી બીમારીથી પીડિત છો અને જો તમે પહેલા આયુર્વેદિક ઉપચાર ને પ્રાધાન્ય આપવા માંગતા હો, તો નિષ્ણાતની સલાહ લીધા વિના દવાઓનું સેવન કરશો નહીં.  સામાન્ય લોકોની સલાહ કરતાં પણ સફળ સલાહ ફક્ત લાયક આયુર્વેદાચાર્ય જ આપી શકે.  તો તેનો લાભ લો અને યોગ્ય દવા ખાઓ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *