બદલાતી ઋતુ સામે ખોરાક ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે…નહીતો ગંભીર બિમારીઓ થઈ શકે છે

Image Source

આજકાલ બધા લોકો પોતાને સ્વસ્થ્ય રાખવા માગે છે. કોરોનાની બીજી લહેર એટલી ઘાતક સાબિત થઈ છે. કે લોકો પહેલા પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માગતા હોય છે. લોકો સ્વસ્થ્ય રહેવા માટે અવનવા નુસ્ખા અપનાવતા હોય છે. પરંતુ આપને જણાવી દઈએ કે સ્વસ્થ્ય રહેવા માટે અવનવા નુસ્ખા અજમાયા કરતા તમારા ખાનપાન ઉપર જો તમે ધ્યાન આપશો તો તે વધારે ફાયદાકારક રહેશે.

ભારત એક એવો દેશ છે. જ્યા આયુર્વેદની શોધ સૌથી પહેલા થઈ હતી લોકો પરંતુ આજના સમયમાં ભારત કરતા વિદેશી લોકો આયુર્વેદનું મહત્વ વધારે માને છે. મિત્રો આપને જણાવી દઈએ કે શરીરમાં કોઈ પણ ગંભીરમાં ગંભીર સમસ્યા હશે તો તેનો ઈલાજ મોંઘી દવાઓ કરતા તમારા ખાનપાનથી પહેલા થશે.

ખાનપાન પર ધ્યાન આપવું જરૂરી

આયુર્વેદિક ચિકત્સકોનું પણ કહેવું છે કે તમારી દીનચર્ચામાં તમારી આદતો જો યોગ્ય હશે તો તમને બધીજ પ્રકારના રોગોથી રાહત મળી રહેશે. જેમા ખાસ કરીને તમારી ખોરાકી તમારી દિનચર્યા પર સૌથી વધારે અસર કરે છે. ઉપરાંત બદલાતી જતી સીઝન સામે તમારે તમારી ખોરાકી ઉપર વિશેશ ધ્યાન આપવું જોઈએ તોજ તમને ફાયદો મળી રહેશે.

બિમારી થવાનું કારણ

આપણાને જ્યારે પણ કોઈ બિમારી થતી હોય છે. તે બિમારીનું કારણ મોટા ભાગે આપણી ખોરાકી પર સર રાખતું હોય છે. તે સીવાય તમે કોઈ પણ કોલ્ડ્રીંક કે પીણું પીધું હોય તો પણ ગંભીર બિમારી થતી હોય છે. જ્યા સુધી તમે તમારી ખોરાકી પર ધ્યાન નહી આપો ત્યા સુધી તમારા શરીરમાં બિમારીઓ ઘર કરતી રહેતી રહેશે. તેમા પણ ખાસ કરીને બદલાતી ઋતુ સામે તમારે તમારા ખાનપાન ઉપર ધ્યાન આપવું ઘણું જરૂરી છે.

આયુર્વેદમાં જ્યારે પણ કોઈ બિમાપીનું ઈલાજ શરૂ કરવામાં આવે ત્યારે તેનું મૂળ કારણ જાણીને તેનું ઈલાજ શરૂ કરવામાં આવે છે. સાથેજ ઈલાજ સમયે જે પણ ખાનપાન કરવાની સલાહ આપવામાં આવે છે. તે પણ ઋતુને અનુલક્ષીને આપવામાં આવતી હોય છે.

દરેક ઋતુની આપણા શરીર પર જુદી જુદી અસર પડતી હોય છે. આજ કારણોસર આયુર્વેદિક ચિકિત્સામાં કહેવામાં આવ્યું છે. કે જો ઋતુ પ્રમાણે તમે આહાર લેવાનું રાખશો તોજ તમારું શરીર સ્વસ્થ્ય અને નીરોગી રહેશે. ખાસ કરીને શીયાળામાં કે પછી ઠંડી વધારે પડે ત્યારે આપણાને કફની સમસ્યા થતી હોય છે. જેના કારણે આપણાને પછી શરદી અને તાવ જેવી સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. અત્યારે કોરોનાકાળમાં તો શરદી તાવ કે કફ થવા ખૂબજ ગંભીર માનવામાં આવે છે. જેથી જો તમે પણ કફ જેવી સમસ્યાથી બચવા માગો છો. તો અમે તમને અમુક ટીપ્સ આપી રહ્યા છે. જે તમે ફોલો કરવાનું રાખજો.

 • કફ ન થાય તે માટે તળેલું ભોજન ખાવાનું ટાળો સાથેજ ઠંડું અને ગળ્યું ખાવાનું પણ ટાળજો
 • ખોરાક યોગ્ય સમયે લેવાનું રાખો મોડા જમવા ન બેસો
 • વધારે પડતો ખોરાક લઈને સુઈ જાવાનું ટાળો
 • વધારે પડતી ખટાશ હોય તો ચીજ વસ્તુઓ ખાવાનું ટાળો સાથેજ ઠંડુ પાણી પીવાનું પણ ટાળો
 • ખાધા પછી ક્યારેય પણ જંકફુડ ન ખાશો
 • સ્વાદ અનુસાર ખોરાક લેવાની જગ્યાએ પોષ્ટિક આહાર લેવાનું રાખો
 • મેદા માંથી બનેલી વસ્તુઓને ખાવનું ટાળો

આ તો વાત થઈ કે કફથી બચવા માટે તમારે કઈ કઈ વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ. પરંતુ મિત્રો તમારી દિનચર્ચા પણ તમારા સ્વાસ્થ્ય પર ઘણી અસર કરતી હોય છે. જેથી અમે તમને જણાવીશું કે તમારે ગંભીર રોગો સામે લડવું હોય તો તમારી દીન ચર્યામાં તમારે શું ફેરબદલી કરવી પડશે

 • સવારે મોડા સુધી સુઈ રહેવા કરતા વહેલા ઉઠવાનું રાખો
 • આખો દિવસ એકજ જગ્યાએ બેસી રહેવાની જગ્યાએ હરવા ફરવાનું રાખો
 • દિવસના સમયે સુવાની આદત સુધારો
 • શારિરીક શ્રમ પણ લેવાનું રાખો

મિત્રો આપને જણાવી દઈએ કે બદલાતી ઋતુને કારણે આપણાને મોટા ભાગે કફની સમસ્યા રહેતી હોય છે. કારણકે જો બદલાતી ઋતુ સામે તમારે તમારા ખાનપાન ઉપર પણ ધ્યાન રાખવું ઘણું જરૂરી છે. જો તમે ખાન પાન ઉપર ધ્યાન નહી આપો તો તેની સીધી અસર તમારા ગળા પર થાય છે. જેના કારણે કફ જેવી ગંભીર સમસ્યાનો આપણાને સામનો કરવો પડે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે કફ વધી જવાથી તમને શું તકલીફો તઈ શકે છે.

 • કફ વધી જવાને કારણે શરીર હંમેશા તમને ભારે લાગશે
 • ભૂખ ઓછી લાગશે સાથેજ દિવસભર શરીરમાં આળસ રહેતી હોય છે
 • શરદી ખાસી રહેવી જેથી ગળામાં કફ વધારે ભરાઈ જવો
 • પેટ ભરાયેલું લાગવું સાથેજ ખાંસીની સમસ્યા શરૂ થઈ જવી
 • માથું ભારે લાગવું સાથેજ શરીરમાં દુખાવો રહેવો

બદલાતી ઋતુ સામે આપણાને રોગો સામે રક્ષણ મળી રહે તે માટે આપણી ખોરાકી આપણા શરીર પર ઘણું મહત્વ રાખે છે. જોકે તે સિવાય પણ  ઋતુ કોઈ પણ હોય તમે પોષ્ટિક આહાર લેવાનું રાખશો તે પણ તમારા શરીર પર ઘણ આધાર રાખે છે. માટે આજે અમે તમને તમારી દિનચર્યામાં અમુક કાર્યો કહીશું જે તમને ઘણા ફાયદાકારક રહેશે. સાથેજ કયો ખોરાક તમારે વધારે ન લેવો જોઈએ તે વીશે પણ માહિતી આપીશું.

 • ભારે તેમજ તળેલો ખોરાક બને તેટલો પ્રમાણસર ખાવો જોઈએ અથવા તો નહી ખાઓ તે વધારે સારુ રહેશે કારણકે તેના કારણે આપણા શરીરમાં કફ થતો હોય છે.
 • ઘરે બનેલો તાજો ખોરાક ખાવાનું રાખો
 • બદલાતી સીઝન પ્રમાણે શાકભાજી તેમજ ફળો ખાવાનું રાખો
 • શીયાળામાં ખાસ કરીને નાહ્વા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ
 • ગળામાં જો કફના સમસ્યા રહેતી હોય તો તુલસીના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીના કોગળા કરવા જોઈએ
 • રાતે ઉંઘો તેના 2 કલાક પહેલા ભોજન કરવાની આદત રાખો
 • સવારમાં જીમ જવાનું રાખો અથવાતો યોગા કરવાનું રાખો
 • જો શક્ય હોય તો અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાનું રાખો. કારણકે તેના કારણે આપણી પાચન શક્તિ મજબૂત રહેતી હોય છે.

ઉલ્લેખનીય છે કે બદલાતી ઋતુ સામે તમારે ખોરાક પણ બદલવો પડે છે. પરંતુ કયો ખોરાક તમારે માટે સારો છે તે વાતનું પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે. કારણકે તમે જે પણ ખોરાક ખાવાનું રાખો છો. તે તમારા પાચનતંત્ર પર પણ અસર કરતો હોય છે. જેથી તમારા શરીર માટે જે ખોરાકથી તમારું પાચનતંત્ર મજબૂત રહેતું હોય તે ખોરાક લેવાનું રાખશો તો તે વધારે સારુ રહેશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *