શું તમારા પણ વાળ ની ચમક જતી રહી છે? શું તમારા વાળ નો કલર ઊડી ગયો છે તો આજે અપનાવો આ પ્રોટીન પેક

Image source

જો તમારા વાળ અલગ અલગ ટ્રીટમેન્ટ થી ખરાબ થઈ ચૂક્યા છે તો તમે તેના પર હોમ મેડ પ્રોટીન રીચ હેર પેક લગાવી શકો છો. તેને લગાવ્યા પછી ના થોડા દિવસો માં તમારા વાળ પહેલા જેવા મજબૂત અને બાઉન્સી થઈ જશે.

શું તમે જાણો છો કે તમારા વાળ કેરોટિન અને એમીનો એસિડ, જે ખાસ પ્રકાર ના પ્રોટીન છે તેના થી બનેલ છે. આ પ્રોટીન ગરમી અને કેમિકલ બેસ્ટ હેર પ્રોડક્ટસ ના ઉપયોગ થી તૂટી જાય છે. જેનાથી વાળ રુક્ષ થઈ જાય છે.

સલૂન માં વિભિન્ન પ્રકાર ના પ્રોટીન ટ્રીટમેન્ટ થતાં હોય છે. પણ તે તમારા વાળ પર મજબૂતી થી કામ કરે તે જરુરી નથી. આજે અમે તમને હોમ મેડ પ્રોટીન હેર પેક બનાવાની રીત બતાવીશું. જે ખૂબ જ સસ્તું અને સરળ હોય છે. આ પેક તમારા વાળ માં ડેમેજ કેરોટિન સ્પોટ ને સારું કરવા માં મદદ કરે છે. જેનાથી વાળ માં મજબૂતી આવશે અને તે જોવા માં પણ હેલ્થી રહેશે.

વાળ માંટે ઈંડું, દહી, મેયોનિસ, અને નારિયેળ નું દૂધ વગેરે સારા એવા પ્રોટીન ના સ્ત્રોત છે. અને આ હેર પેક ને બનાવા માંટે આપણે તેનો જ ઉપયોગ કરીશું. ચાલો જાણીએ તેને બનાવા ની વિધિ

સામગ્રી

Image source

  • દળેલી અળસી- 2 ચમચા
  • નારિયેળ તેલ-4 ચમચા
  • ફૂલ ક્રીમ મિલ્ક-1 કપ
  • ઈંડા નો પીળો ભાગ- 1
  • મેયોનિસ- 2-3 ચમચી

બનાવા ની વિધિ

  • સૌથી પહેલા ફલેકસીડ ની જેલ બનાવીશું. તેની માંટે એક પેન માં ફલેકસીડ નો પાવડર નાખીશું.
  • પછી તેમા દૂધ અને એક વાટકી પાણી નાખો. તેને 10 મિનિટ સુધી પકાવો.
  • જ્યારે તે જાડું થઈ જાય ત્યારે તેને એક વાટકી માં ગાળી લો. તમારી જેલ તૈયાર છે.
  • હવે એક વાટકા માં ઈંડા નો પીળો ભાગ લો. તેમા ફલેકસીડ જેલ સમેત બાકી ની બધી જ સામગ્રી ને એક સાથે મિક્સ કરો. તમારું પ્રોટીન રીચ હેર માસ્ક તૈયાર છે.

હેર માસ્ક લગાવા ની રીત

Image source

હેર માસ્ક લગાવતા પહેલા વાળ ને સારી રીતે ઓળી લો. પછી તેને બે ભાગ માંવહેચી લો. હેર માસ્ક ને મિક્સ કરી લો અને પછી નાના નાના સેક્શન માં લઈ ને લગાવો. જ્યારે માસ્ક બધા જ વાળ માં સારી રીતે લાગી જાય ત્યારે એક મોટા દાંતા વાળો કાંસકો લો. આમ કરવાથી માસ્ક આખા વાળ માં સારી રીતે ફેલાઈ જશે.ત્યારબાદ વાળ ને સારી રીતે સ્ટીમ આપો. પછી અંબોડો બનાવી ને શાવર કેપ થી ઢાંકી લો. માસ્ક ને 2 કલાક સુધી એમ જ રાખી મૂકો. ત્યારબાદ વાળ ને શેમ્પૂ અને કન્ડિશનર લગાવો.

જો તમને આ માસ્ક માંટે તમને ઈંડા ની સુગંધ પસંદ નથી આવતી તો તમે કોઈ સુગંધી દાર તેલ ના 8-10 ટીપા નાખી શકો છો. તેનાથી ઈંડા ની સ્મેલ ગાયબ થઈ જશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment