શું તમારા ચહેરા ની ચમક ઘટવા લાગી છે? જાણો આ કારણો તો નથી ને

વારંવાર તમે ચહેરા ની કાળજી લઈ ને કંટાળ્યા છો છતાં પણ તમારા ચહેરા પર પહેલા જેવો ગ્લો નથી આવતો તો હવે તમારે એ સમજવું જોઈએ કે તમારા ચહેરા ને બહાર થી જ નહીં પણ અંદર થી પણ કાળજી લેવાની જરૂર છે. સાથે જ તમારે બીજી ઘણી વસ્તુ ની જરૂર પણ છે. જે ત્વચા ને અંદર થી સ્વસ્થ અને ચમકદાર રાખે. 

Image Source

આ કારણ થી ઘટવા લાગી છે ચહેરા ની ચમક

ત્વચા ની દેખભાળ ન કરવાથી ચહેરા નો રંગ બગડી જાય છે. આ વાત આપણે બધા જ જાણીએ છીએ. પણ ક્યારેક વધુ કાળજી લેવાથી પણ ત્વચા ની રંગત બગડે છે. આવું ત્યારે જ શક્ય બને છે જ્યારે વધુ કોસ્મેટિક પ્રોડક્ટસ વાપરવામાં આવી હોય. 

Image Source

જોઈએ છે સાચી દેખભાળ 

તમારી સ્કીન કેવી પણ હોય પણ દરેક પ્રકાર ની ત્વચા સોફ્ટ અને સંવેદનશીલ હોય છે. જો તમે પણ ઇચ્છતા હોવ કે તમારી ત્વચા પણ એક દમ નવી નવી અને સોફ્ટ હોય તો તમારે તમારી સ્કીન ની કાળજી નાના બાળક ની જેમ કરવી. એટલે જ તમે તેની સાથે વધુ એક્સપેરિમેંટ ન કરો અને બેદરકારી પણ ના રાખો. 

Image Source

તણાવ થી ત્વચા ની સુંદરતા ઓછી થાય છે.   

તણાવ ને કારણે ઘણા પ્રકાર ની માનસિક અને શારીરિક બીમારીઑ થાય છે. પણ તણાવ થી સુંદરતા પર પણ પ્રભાવ પડે છે. તમે ખૂબસૂરત દેખાવા માંટે ગમે તેટલા પ્રયત્ન કરી લો પણ જો તણાવ થી ઘેરાયેલા હશો તો ચહેરો ફિકો પડી જ જશે. 

Image Source

ઊંઘ પૂરી ન થવી 

જેની ઊંઘ પૂરી નથી થતી તેની ત્વચા હમેશા બીમાર અને બેદંગ રહે છે. કારણ કે પર્યાપ્ત ઊંઘ ને કારણે ત્વચા ને રીપેર થવા નો ટાઇમ નથી મળતો. એટલે દિન પ્રતિ દિન તે ભદ્દી દેખાય છે. 

Image Source

સુંદર દેખાવા માંટે કેમ જરુરી છે ઊંઘ  

તમને જણાવી દઈએ કે ખાવાનું પચન થાય છે તે દરમિયાન શરીર માંથી હાનિકારક ફ્રી રેડિકલ બહાર નીકળે છે. આ ફ્રી રેડિકલ સિંગલ સેલ ના રૂપ માં હોય છે. જે જોડી બનાવા માંટે આપણી ત્વચા પર પ્રહાર કરે છે. આ સમય દરમિયાન આપણી ત્વચા ની કોશિકાઓ ક્ષતિ ગ્રસ્ત થાય છે. 

આ રીતે થાય છે ત્વચા ને નુકશાન   

જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે શરીર બધી જ ડેમેજ થઈ ચૂકેલી કોશિકાઓ ને રીપેર કરે છે. એટલે જ્યારે સવારે તમે જાગો ત્યારે તમારું શરીર સ્વસ્થ રહે છે.પણ જ્યારે શરીર ને ઊંઘ પૂરી નથી મળતી તો તેનું રિજલ્ટ ત્વચા ને ભોગવવું પડે છે. એટલે પછી ત્વચા ભદ્દી લાગે છે. 

Image Source

ભોજન માં પોષણ ની કમી હોવી   

તમે ચાહો એટલી ફેસ ક્રીમ કે ફેસ પેક લગાવી લો જો તમારા ભોજન માં જરુરી પોષક તત્વો નો અભાવ હશે જે તમારી ત્વચા ને સુંદર બનાવે છે તો તમારી બધી જ મહેનત બેકાર છે. એટલે જ તમારા ભોજન માં એવી વસ્તુ નો સમાવેશ કરવો જેનાથી તમારી ત્વચા સુંદર અને સ્વસ્થ રહે. એટલે વિટામિન ઈ, વિટામિન એ, વિટામિન સી, પ્રોટીન અને કેલ્સિયમ યુક્ત પદાર્થ નું ભોજન કરવું. 

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment