બર્ગર અને ટિક્કી જેવું તળેલું ખાઈને બગડ્યું છે તમારું પાચનતંત્ર? તો અપનાવો આ 5 દેશી ઉપાય

ચોમાસાની ઋતુમાં લોકો ગરમ ગરમ વસ્તુઓ ખાવાનું ખૂબ જ પસંદ કરે છે. ભલે તે પછી સમોસા હોય કે પછી પીઝ્ઝા બર્ગર અથવા તો ટીકકી. આ વસ્તુઓ ભલે તે સમયે આપણને મજા આવતી હોય, પરંતુ શરીરને આગળ જઈને તેના નુકસાનને સહન કરવું પડે છે. અને આ દરેક વસ્તુઓની સીધી અસર આપણા પાચનતંત્ર ઉપર પડતી હોય છે. આ દરેક વસ્તુઓનું સેવન કરવાથી આપણા માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે, અને આપણું પેટ પણ સાફ બરાબર થતું નથી.

પેટ સાફ ન થવું તેને કબજિયાતની સમસ્યા પણ કહેવાય છે. જે કોઈપણ પરિસ્થિતિમાં શરીર માટે ખૂબ જ દુઃખ દાયક હોય છે. ઘણા બધા લોકો તેમાંથી રાહત મેળવવા માટે ગોળીનું સેવન કરતા હોય છે. પરંતુ તેમાં પણ તેમને આરામ મળતો નથી. તેમાંથી છુટકારો મેળવવા માટે તમે અમુક દેશી ઉપાય અપનાવી શકો છો, જે સવારમાં થતી પેટની તકલીફને આસાનીથી દૂર કરી શકો છો. આવો જાણીએ કયા છે તે ઘરેલુ ઉપાય.

સવાર સવારમાં પેટ સાફ કરવાના ઘરેલુ ઉપાય

1 લસ્સી પીવાથી થશે પેટ સાફ

જો તમને દરરોજ સવારે ખુલીને પેટ સાફ થતું નથી તો તમારા માટે જરૂરી છે કે તમે એવી વસ્તુનું સેવન કરો જેનાથી તમને તૈયારીમાં જ ફાયદો મળે. આ સમસ્યાથી પરેશાન લોકોએ દરરોજે બપોરે ભોજનની સાથે એક ગ્લાસ લસ્સીમાં થોડું જીરું અને સંચળ નાખીને પીવું જોઈએ. આમ કરવાથી પેટમાં ઉપસ્થિત દરેક પ્રકારના ઝેરી પદાર્થ બહાર કાઢવામાં મદદ મળે છે, અને આ ઉપાય અપનાવવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે અને સવારમાં આસાનીથી પેટ સાફ થાય છે.

2 વરીયાળી થી મળશે આરામ

જો તમને દરરોજે સવારમાં ખોલીને પેટ સાફ નથી થતું તો તમારા માટે જરૂરી છે કે દેશી ઉપાય અપનાવો તેની માટે તમારે દરરોજ ભોજન કર્યા બાદ વરિયાળીનું સેવન કરવું જોઈએ. જેનાથી ન માત્ર પેટમાં ગેસ બનવાથી છુટકારો મળે છે, પરંતુ સવારમાં પેટ પણ સારી રીતે સાફ થઈ જાય છે.

3 લીંબુ અને મધ

સવારે તમે પેટ સાફ નથી કરી શકતા તેના કારણે જ સંપૂર્ણ દિવસ આળસ અને પેટમાં ભારે પણું લાગે છે, જો તમે ઈચ્છો છો કે આમ ન થાય તેની માટે તમારે સવારના સમયે સામાન્ય ગરમ પાણી પીવાનું છે, અને તેમાં મધ અને લીંબુ નાખીને તેનું સેવન કરો આમ કરવાથી માત્ર પેટ એક જ વખતમાં યોગ્ય રીતે સાફ થઈ જશે

4 સલાડ ખાવાથી મળે છે લાભ

ભોજન કરવાની સાથે સલાડ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અને તે આપણા પેટને ખૂબ જ આરામ આપે છે. જો તમે દરરોજ ભોજનની સાથે સલાડનું સેવન કરો છો તો તમને સવારમાં થતી તકલીફની સમસ્યા માંથી ઘણા હદ સુધી છુટકારો મળે છે. સલાડ ખાવાથી સવારમાં પેટ સારી રીતે સાફ થઈ જાય છે.

5 ફાઇબર યુક્ત ખોરાક અને ફળોનું સેવન

જો તમે દરરોજ તમારા ડાયટમાં ફાઇબર યુક્ત ખોરાકનું સેવન કરશો તેનાથી તમને કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. અને તે સિવાય તમે દરરોજ એક અથવા બે ફળનું સેવન કરો છો તો તેનાથી તમારું પેટ સારી રીતે સાફ થઈ જાય છે. જો તમે દરરોજ પેટ સાફ રાખવા માંગો છો તો પપૈયું તમારી માટે ખૂબ જ સારું ફળ છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment