શું તમારા સ્તનનું કદ ઓછું છે?? તેને વધારવા માટે આ રીતે કરો એલોવેરાનો ઉપયોગ

Image Source

સ્ત્રીઓની પેહલી ઓળખ તેનું શરીર હોય છે. પરફેક્ટ શરીરનો આકાર હોવાથી સુંદરતામા વધારો થાય છે. આ સ્થિતિમાં સ્તનનું કદ પણ ખૂબ મહત્વનું છે.

આવી સ્થિતિમાં સ્ત્રીઓ એકદમ પરફેક્ટ ફિગર મેળવવા માટે વિવિધ ઉપાય કરે છે. ઘણી સ્ત્રીઓના સ્તનનું કદ પેહલાથી પરફેક્ટ હોય છે. પરંતુ ઘણી સ્ત્રીઓના સ્તન ઢીલા અને નાના કદના હોય છે. આવી સ્થિતિમાં જો તમે તમારા સ્તનનો આકાર વધારવા ઇચ્છો છો તો તેના માટે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. તે કોમળતાથી તમારી ત્વચાને પોષિત કરી તેને સરખું કદ આપવામાં મદદ કરશે. તો ચાલો જાણીએ તેના વિશે.

સ્તનનું કદ વધારવા માટે એલોવેરાનો ઉપયોગ કરો

તમને જણાવી દઈએ કે, ઘણી સ્ત્રીઓ સ્તનનું કદ વધારવા માટે કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી ત્વચાને નુકશાન થવાનું જોખમ રહે છે. તેના માટે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. આવી સ્થિતિમાં તેનાથી તમે કુદરતી રીતે તમારા સ્તનનું કદ વધારી શકો છો. એલોવેરા જેલ પોષક તત્વ, એન્ટી ઓક્સિડન્ટ અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તો ચાલો જાણીએ એલોવેરાને ઉપયોગ કરવાની રીત.

એલોવેરા અને વિટામિન ઈ

સૌથી પેહલા એક વાટકીમાં 1 મોટી ચમચી એલોવેરા જેલ અને ચપટી હળદરને ઉમેરો. ત્યારબાદ તેમાં 1 વિટામિન ઈ ઓઈલ ઉમેરી સ્મુથ પેસ્ટ બનાવો. આ તૈયાર મિશ્રણને સ્તન પર હળવા હાથથી મસાજ કરીને લગાવો. તેને 10-15 મિનિટ સુધી લગાવેલ રેહવા દો. ત્યારબાદ સ્વચ્છ અને હૂંફાળા પાણીથી સાફ કરી લો. આ ઉપરાંત રાત્રે સુતા પહેલા 2-2 નાની ચમચી એલોવેરા જેલ અને વિટામિન ઈ ઓઈલ ઉમેરી સ્તન પર 3-5 મિનિટ સુધી મસાજ કરો. પછી તેને ભીના કપડાથી સાફ કરી લો.

એલોવેરા અને ગ્રીન ટી

જણાવી દઈએ કે, તમે સ્તનનું કદ વધારવા માટે એલોવેરા અને ગ્રીન ટીનો ઉપયોગ કરી શકો છો. તેના માટે સૌથી પેહલા વાટકીમાં 1 મોટી ચમચી ગ્રીન ટીનો પાઉડર, 2-3 મોટી ચમચી એલોવેરા જેલ અને 2 મોટી ચમચી જૈતુનનું તેલ ઉમેરો. સુતા પેહલા આ પેસ્ટની મદદથી સ્તન પર મસાજ કરો. તેને 10 મિનિટ સુધી લગાવેલું રહેવા દો. ત્યારબાદ ભીના કપડાથી સાફ કરી લો.

એલોવેરા અને આદુ

તમે એલોવેરા અને આદુની પેસ્ટ બનાવીને પણ સ્તન પર લગાવી શકો છો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આદુની આ પેસ્ટ દિવસમાં માત્ર એકવાર જ લગાવવી. નહીંતર આદુથી ત્વચા પર રેશેષ થઈ શકે છે. તે તમારા સ્તનમાં કસાવની સાથે કદ વધારવામાં મદદ મળશે. તેના માટે એક વાટકીમાં 3 મોટી ચમચી એલોવેરા જેલ અને 2 મોટી ચમચી આદુનો પાવડર ઉમેરો. પછી આ મિશ્રણને તમારા સ્તન પર 3-5 મિનિટ સુધી મસાજ કરો. ત્યારબાદ 10 મિનિટ સુધી લગાવેલ રહેવા દો અને પછી પાણીથી સાફ કરી લો.

એલોવેરાનું જ્યુસ પીઓ

એલોવેરા પોષક તત્વ, એન્ટી ઓક્સીડંટ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી એજિંગ અને એમિનો એસિડથી ભરપૂર હોય છે. આ સ્થિતિમાં તે સ્તનનું ઢીલાપણુ દૂર કરવાની સાથે કદ વધારવામાં મદદ કરે છે. જો તમે એવો કોઈ ઉપાય અજમાવવા ઈચ્છતા નથી તો એલોવેરાના જ્યૂસનું સેવન કરી શકો છો. તમે તેને બજારમાંથી ખરીદવાને બદલે ઘરે તાજા એલોવેરાના પાનમાથી જ્યુસ બનાવી શકો છો. તેમાં રહેલ એન્ટી એજિંગ ગુણ ત્વચાને લગતી સમસ્યાઓને દૂર કરી ચહેરા પર ડાઘ રહિત સુંદરતા મેળવવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેનાથી પાચનતંત્ર અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે.

પોષક તત્વોનો ભંડાર

તેનું સેવન અથવા ઉપયોગ કરવાથી સ્તનનું કદ વધવામાં મદદ મળે છે. એલોવેરા જેલ વિટામીન એ, બી, સી, ઈ, અન્ય ખનિજ અને એન્ટી ઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે.

ઉતમ લોહીનું પરિભ્રમણ

તેનાથી શરીરને પૂરતુ પોષણ અને ઓક્સિજન મળે છે. આવી સ્થિતિમાં સ્વસ્થ રેહવાની સાથે સ્તનનું કદ વધારવામાં મદદ મળે છે. એલોવેરાનું સેવન અને ઉપયોગ કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment