શું તમારા બાળકના વાળ ખરી રહ્યા છે? તો જાણો તેની સારવાર અને બચાવની રીત

Image Source

બોલિવુડની ફિલ્મો ‘બાલા’ અને ‘ઉજડા ચમન’ જોયા પછી દેશમાં ટાલ પડવી અને વાળ ખરવા એ એકાએક ચર્ચાનો વિષય બની ગયો. સમાન્ય રીતે વાળ ખરવા એ વયસ્કો ની બીમારી માનવામાં આવે છે, પરંતુ તે બાળકોમાં પણ હોય છે. વાળનું પાતળા પણું અને બાલ્ડ સ્પોટ્સથી તેની શરૂઆત થાય છે. શરૂઆતમાં ફંગલ ઇન્ફેક્શન અથવા બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે. શારીરિક નબળાઈ અને તણાવના કારણે પણ બાળકોમાં વાળ ખરવાની શરૂઆત થાય છે. નેશનલ સેન્ટર ઓફ બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશન ( એનસિબીઆઇ ) માં જણાવેલ એક અભ્યાસ મુજબ, ભારત અને અન્ય વિકાસશીલ દેશોમાં વાળની સમસ્યાનું મહત્વપૂર્ણ કારણ છે આયર્ન અને જિંક જેવા પોષક તત્વોની ઉણપ. આ સંકેત જોવા મળતા જ બાળકોની વાળ રોગ નિષ્ણાત અથવા ત્વચા નિષ્ણાત પાસે તપાસ કરાવવી જોઈએ. સારી વાત એ છે કે સમય રેહતા સારવાર મળે તો વાળ ખરતા અટકાવી શકાય છે. ડોકટર મુજબ, વાળ ખરવા એ વંશપરંપરાગત પણ હોય છે. શરૂઆતથી ઉત્તમ સંભાળ અને સારવાર કરવામાં આવે તો સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

બાળકોના વાળ સાથે જોડાયેલી સમસ્યાઓ

રિંગવર્મ એટલે ધાધર ત્વચાનો એક સામાન્ય રોગ છે, જે ફૂગ ના સંક્રમણ ( ફંગલ ઇન્ફેક્શન ) ના કારણે થાય છે. આ કારણે ખોપરી પર દરેક જગ્યાએ લાલ, અંગૂઠી આકારના દાણા બનવાના શરૂ થાય છે. તેને ટીનિયા કૈપેટીસ કેહવામાં આવે છે. બાળકોની સંભાળ‌ રાખતી વખતે ધ્યાન રાખો કે તે માથામાં ખંજવાળી તો નથી રહ્યા. ઘણા બાળકો ખંજવાળને દૂર કરવા માટે વાળ ખેંચવાના શરૂ કરી દે છે. આ સ્થિતિમાં વાળ ખરવા સામાન્ય રીતે એક અથવા બે જગ્યાએ થાય છે. ડોકટર ખોપરી માટે એન્ટીફંગલ ક્રીમ લખી આપે છે. જ્યારે ધાધર સારી થાય છે, તો વાળ ફરી ઉગવાના શરૂ થાય છે.

એલોપેસિયા અરિટા

આ વાળ ખરવાનો એક પ્રકાર છે, જેમાં વાળના છિદ્રો પર હુમલો થાય છે. તેના કારણે બાળક સંપૂર્ણ રીતે ટાલીયો પણ થઈ શકે છે અથવા વાળ ખૂબ પાતળા થઈ શકે છે. ઘણા બાળકોમાં ભ્રમરો અને પાંપણો ના વાળ પણ ખરવા લાગે છે. ખોપરી પર ટાલના ડાઘ થાય છે જે સામાન્ય રીતે ચીકણા અને ત્વચાના રંગના હોય છે. આમતો તેની કોઈ સારવાર નથી. પરંતુ ડોકટરને લક્ષણ દેખાયા પછી કેટલીક દવાઓ આપે છે. ડોક્ટર ઓફ લેબલ ડ્રગ્સ લખી શકે છે જે શરીરના રોમ છિદ્રો પર હુમલો થતો અટકાવવામાં મદદ કરી શકે છે. તેનાથી ફાયદો થાય છે, પરંતુ ક્યારેક ક્યારેક દવા બંધ કરવા પર વાળ ખરવા ફરીથી શરૂ થઈ જાય છે. તેથી સારવાર લાંબા સમય સુધી ચાલુ રાખવાની જરૂર પડી શકે છે.

વાળ ખેંચવા અને તોડવા

જે બાળકો તેના વાળને સતત ખેંચતા અથવા તોડતા રહે છે, તેઓ વાળના રોમને નુકશાન પહોંચાડી શકે છે, જેનાથી વાળ ખરવાના શરૂ થઈ શકે છે. ઘણા બાળકો ચિંતામાં તેમ કરે છે. ડોકટર તેને ટ્રિકોટિલોમેનિયા કહે છે. ત્યારે વાળને ખેંચવાના અથવા તોડવાના બંધ કરી દે છે, તો તે ફરીથી આવી જાય છે. વાળ ખેંચવું એ એક પ્રકારના ઓબ્સેસિવ કમ્પલસરી ડિસોર્ડર છે, તેથી કારણ સમજવું એ સારવાર માટે જરૂરી છે.

Image Source

ટ્રેકશન એલોપેસિયા

ટ્રેકશન એલોપેસિયા વાળ ખરવાનો એક પ્રકાર છે, જે ત્યારે થાય છે જ્યારે ખોપરી લાંબા સમય સુધી ખેંચાણનો અનુભવ કરે છે, જેમકે લાંબા સમય સુધી ખૂબ ખેંચીને પોનિટેલ બનાવવી. ખોપરી પર લાલ ધબ્બાની સાથે ખંજવાળ થઈ શકે છે. જેમ વાળનું ખેંચાણ ઓછું થાય છે, તે ફરીથી ઉગવા લાગે છે. જો આ પ્રકારના વાળા ખરવાની સાથે ખોપરી નું સંક્રમણ થઈ ગયું છે, તો ડોકટર એંન્ટીબાયોટિક દવાઓ આપી શકે છે.

Image Source

બાળકના વાળ ખરવાના અન્ય કારણ

  • શારીરિક ઘા
  • ભાવનાત્મક તણાવ
  • તાવ અથવા સંક્રમણ
  • જનરલ એનેસ્થીસિયાની સાથે સર્જરી
  • ઘણી દવાઓ, જેમકે ખીલની દવા, એક્યુટેન
  • વિટામિન અને પોષણ અસંતુલન, જેમકે ખૂબ વધારે વિટામિન એ
  • ડોકટરને ક્યારે બતાવવું જોઈએ
  • બાળકોને ખોપડી મા ખંજવાળ, ક્યારેક ક્યારેક દુખાવાની સમસ્યા
  • ભ્રમરો અથવા પાંપણના વાળ ગાયબ થવા
  • માથામાં ટાલ જેવા ડાઘ દેખાવા
  • બાળકોના સામાન્યથી વધારે વાળ ખરવા
  • બાળકોની બીમારી પછી અથવા નવી દવાઓ લેવા પર વાળ ખરવા
  • ખોપરી ના ઘા અથવા બળતરાના કારણે વાળ ખરવા

વાળ ખરવા એ બાળકોમાં અસામાન્ય નથી. તેના ઘણા કારણ હોય શકે છે જેમકે સંક્રમણ, તણાવ અને વાળ ખેંચવા. તેમાંથી મોટાભાગના કારણની સારવાર છે. જેવા કોઈ લક્ષણ જોવા મળે, કોઈ સારા નિષ્ણાતને જરૂર બતાવો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment