શું યુરિન ઓછું આવે છે? આ હોય શકે છે તેના ૧૮ લક્ષણો અને જાણો તેના ઉપાયો

Image Source

શરીરમાંથી સામાન્ય કરતા ઓછું યુરિન આવવા પાછળનું કારણ હૃદય સંબંધિત સમસ્યાઓ, પેશાબની નળીમાં અવરોધ કે ઓછું પાણી પીવું વગેરે હોય છે. એવામાં જો આ પ્રકારની મુશ્કેલીઓ જોવા મળે તો તરત તપાસ કરાવવી જરૂરી છે. તમારી કિડની ખરાબ થવાની શરૂઆત થઇ ગઇ છે તે આ વાતનો સંકેત છે. જોકે તેના બીજા પણ કારણો જોવા મળે છે જેવા કે બ્લડપ્રેશરનું ઓછું થવું, હૃદયના ધબકારામાં વધારો, ઘાટા રંગનો પેશાબ આવવો વગેરે. આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે પેશાબ ઓછો આવવો એ શું છે? સાથે તેના લક્ષણો, કારણો અને ઉપાયો કયા છે? તેના વિશે જાણીશું. ચાલો આગળ વાંચીએ….

ડીક્રિઝ યુરીન આઉટપૂટ એટલે કે પેશાબનું ઓછું આવવું.

ઓલિગુરીયા, આ તે સ્થિતિ છે જ્યારે પેશાબ ઓછો આવે છે. આ સ્થિતિમાં વ્યક્તિ ૪૦૦ મિલીલિટરથી ઓછું યુરીન શરીરની બહાર કાઢે છે. તેના કારણો કિડની ખરાબ થવી, શરીરમાં પાણીની ઉણપ હોવી, યુરીનરી રીટેન્શન, મૂત્રમાર્ગ મા ચેપ વગેરે થઈ શકે છે. એવામાં સમયસર લક્ષણો અને કારણો જાણવા મહત્વપૂર્ણ છે.

Image Source

પેશાબ ઓછો આવવાના કારણો:

 • ૧. બ્લડપ્રેશરમાં ઘટાડો થવો
 • ૨. હદય દરમાં વધારો
 • ૩. આંખમાંથી ઓછા આંસુ આવવા
 • ૪. આખો અંદર ઘુસી જવી
 • ૫. ઘાટા રંગનો પેશાબ આવવો
 • ૬. સ્નાયુઓ નબળા પડી જવા
 • ૭. વધારે તરસ લાગવી
 • ૮. થાક અને તાણનો અનુભવ કરવો.
 • ૯. મોઢા નું સુકાવું
 • ૧૦. વધારે તરસ લાગવી.

Image Source

કેટલાક બીજા લક્ષણો આ પ્રમાણે છે:

 • ૧૧. હાડકા નો દુખાવો થવો
 • ૧૨. માથાનો દુખાવો
 • ૧૩. ભૂખ ઓછી લાગવી
 • ૧૪. ઓછું સંભળાવું
 • ૧૫. માનસિક વિકાસ જેવા કે ચેતનાનું ઓછું થવું
 • ૧૬. સ્નાયુઓમાં દુખાવો થવો
 • ૧૭. ત્વચાનું પીળું પડી જવું
 • ૧૮. મોઢામાંથી દુર્ગંધ આવવી

પેશાબ ઓછો આવવાના કારણો:

Image Source

 1. જ્યારે તમારી કિડની યોગ્ય રીતે કામ કરે છે પરંતુ તેને યોગ્ય રીતે લોહી મળતું નથી તેનો અર્થ એવો થાય કે કિડનીની સંરચનાત્મકતા યોગ્ય નથી. આ સમસ્યા ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે કિડનીના કોષો લાંબા સમય સુધી લોહી મેળવી શકતા નથી. આ ઉપરાંત અમુક દવાઓના સેવનથી પણ આ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.
 2. મૂત્રમાર્ગમાં કોઇપણ પ્રકારનો અવરોધ આવવો.
 3. કિડનીમાં સોજો કે કિડનીનું ક્ષતિગ્રસ્ત થવું.
 4. શરીરમાં પાણીની ઉણપને લીધે તાવ, ઝાડા, ઉલટી જેવા લક્ષણો દેખાવા.
 5. ગંભીર ચેપને લીધે.

યુરીન ઓછું આવવાથી ક્યાં લોકોને વધારે જોખમ રહે છે?

ડાયાબિટીસ થી પીડાતા લોકો, હાર્ટ ફેલ થવાની સમસ્યા, સેપ્સિસ એટલે કે બ્લડ ઇન્ફેક્શન, લીવર રોગ, લો બ્લપ્રેશર, હાર્ટ ફેલ,કિડનીના રોગ વગેરે પેશાબ ઓછો આવવાના જોખમો વધારી દે છે.

યુરીન ઓછું આવવા સામેના ઉપાયો.

 1. જો તમે સિગારેટ કે દારૂનું સેવન કરો છો,તો આ ટેવને તરત જ બદલો.
 2. જે લોકો હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરે રોગોથી પરેશાન છે તેઓ પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરીને, યોગ્ય આહારથી, દવા વગેરે લઈને પણ આ સમસ્યાને ઓછી કરી શકે છે.
 3. જો તમારું વજન યોગ્ય હોય તો પણ આ સમસ્યાને દૂર રાખી શકાય છે.
 4. તાવ,ઝાડા કે બીજા કોઈ રોગો થાય ત્યારે શરીરમાં પાણીની ઉણપ આવવા દેવી નહીં. આવી સ્થિતિમાં, પીણા દ્વારા આ દિવસોમાં ઇલેક્ટ્રોલાઇટની ઊણપને દૂર કરો.
 5. પૂરતા પ્રમાણમાં પાણી તેમજ અન્ય તરલ પદાર્થોના સેવનથી તમે પાણીની ઉણપથી છુટકારો મેળવી શકો છો.

નોંધ: પેશાબ ઓછો આવવાના કારણ જાણવા માટે ડોક્ટર અમુક ટેસ્ટની મદદ લે છે. તે યુરિન ટેસ્ટના માધ્યમથી કિડનીમાં સોજા, મૂત્રાશયમાં સંક્રમણ વગેરેની જાણ કરે છે. યુરીન કલ્ચર ના માધ્યમથી કિડનીમાં સંક્રમણ કે મૂત્રાશયમાં સંક્રમણ વિશે જાણી શકે છે. અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટથી તે કિડની અંતર્ગત ગાંઠ કેન્સર યુક્ત તો નથી, તેના વિશે જાણી શકે છે. બ્લડ ટેસ્ટ દ્વારા તે કિડની માં ખરાબી, એનિમિયા, મૂત્રમાર્ગમાં સંક્રમણ વગેરે વિશે જાણે છે. તેમજ સીટીસ્કેન દ્વારા ડોક્ટર અંદરના અંગોની તપાસ કરે છે. સિસ્ટોસ્કોપી દ્વારા, ડોકટરો મૂત્રાશયમાં કોઈપણ પ્રકારની ગાંઠ શોધી કાઢે છે. ડોક્ટર ની સલાહ આવશ્યક છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *