શું તમારા બાથરૂમમાં સતત દુર્ગંધ આવી રહી છે? તો અજમાવો તેને ઓછી કરવાની સરળ રીતો

Image Source

જો તમારા બાથરૂમ માં સતત ગંધ આવી રહી છે કે પછી ગંદુ થઇ રહી છે, તો તમારા બાથરૂમ માટે આ વિકલ્પો સારા હોઈ શકે છે.

કેટલીકવાર આપણા ઘરોમાં જે પ્રકારની પરિસ્થિતિ હોય છે, તે બાથરૂમમાં દુર્ગંધનું કારણ બની જાય છે. કેટલીકવાર બાથરૂમની દુર્ગંધ એટલી ખરાબ હોય છે કે તેનાથી આખા ઘરમાં ખરાબ અસર થવા લાગે છે. ખરેખર, આવી સ્થિતિમાં, આપણે ઘણી મુશ્કેલી અનુભવીએ છીએ અને કેટલીક વાર તો તેનું અનુમાન પણ નથી લગાવી શકતા કે અંતે આપણે કરીએ તો શું કરવું જોઇએ. વ્યવસાયિક બાથરૂમની સફાઈમાં પણ ઘણો ખર્ચ થાય છે અને દર વખતે તે કરાવવું શક્ય નથી.

આવા સમયે, આપણા બાથરૂમમાં રહેલી આ દુર્ગંધને દૂર કરવા માટે કેટલીક DIY રીતો કેમ નહીં. અમે તમને કેટલાક DIY અને કેટલાક અન્ય વિકલ્પો વિશે જણાવીશું જે બજારમાં સસ્તા ભાવે ઉપલબ્ધ છે, જેનાથી બાથરૂમની ગંધ પર નિયંત્રણ મેળવી શકાય છે.

સૌથી જરૂરી બાબતોનું ધ્યાન રાખો:

જો તમારા બાથરૂમનું વેન્ટિલેશ

Image Source

1. ટોયલેટ બોમ્બ મદદ કરશે:

ન યોગ્ય ન હોય તો જ તમારા કોઈપણ નુસખા ફક્ત તત્કાલીન સાબિત થશે . જો તમારા બાથરૂમમાં તમારી પાસે બારી છે, તો તેને ખોલો અને હવાને તાજી રાખો, જો ત્યાં કોઈ લાઈટ હોય તો તેને સાફ કરો, જો ફક્ત એક્ઝોસ્ટ ફેન હોય તો તેને સાફ કરો અને વેન્ટિલેશન દુરસ્ત બનાવો. જો વેન્ટિલેશન સરખું ન હોય, તો બાથરૂમની ગંધ ત્યાં રહે છે અને તેના કારણે બાથરૂમમાં ગંધ સતત રહે છે.

તો ચાલો જાણીએ તે ઉપાયો વિશે જે તમારા બાથરૂમ ની ગંધને દૂર કરી શકે છે.

તમે કદાચ બાથ બોમ્બ વિશે સાંભળ્યું હશે, પરંતુ ટોયલેટ બોમ્બ આજકાલ ખૂબ ટ્રેન્ડી બની ગયો છે. તમારે તેને ફક્ત ટોયલેટ બાઉલમાં નાખવાનું છે અને બસ તમારું કામ સરળ થઈ જશે. આ ટોઈલેટની દુર્ગંધ આપમેળે દૂર કરશે અને જો થોડા ઘણાં ડાઘ હશે તો તે પણ દૂર કરશે. આ તમે સરળતાથી ઓનલાઈન મંગાવી શકો છો અને આ પદ્ધતિ તમારા માટે ખૂબ સારી રહેશે.

Image Source

2. DIY ક્લીનર નો ઉપયોગ કરો:

ઘણીવાર બાથરૂમને એક જ રીતે વારંવાર ધોવાથી પણ સમસ્યા વધી જાય છે. આ કારણ છે કે બાથરૂમમાં એક સમાન રસાયણના ઉપયોગથી તેની એક અલગ ગંધ બેસી જાય છે. આવી સ્થિતિમાં, તમે સફાઈ માટે DIY પદ્ધતિઓનો ઉપયોગ કરો.

  • 1/2 કપ બેકિંગ સોડા
  • 1/2 કપ સિરકા
  • થોડો લીંબુનો રસ
  • થોડા ટીપા આવશ્યક તેલ જે તમને પસંદ હોય.

ડ્રેનેજ હોલ સાફ કરી તમે તેનાથી તમારા બાથરૂમમાં સફાઈ કરો. ચોક્કસપણે તમારું બાથરૂમ નવી અને તાજી ગંધથી મહેકી ઉઠશે.

3.DIY બાથરૂમ સ્પ્રેથી રાહત મળશે:

તમે તમારા માટે DIY બાથરૂમ સ્પ્રેનો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે તમે આ સામગ્રી લો-

  • 3/4 કપ પાણી
  • 2 ચમચી રબિંગ આલ્કોહોલ
  • 5-6 ટીપા આવશ્યક તેલ

તેને તમે સરખી રીતે મિક્સ કરી કોઈ સ્પ્રે બોટલમાં રાખો અને વારંવાર સ્પ્રે કરો.

આ કારણોસર બાથરૂમમાં સતત દુર્ગંધ આવે છે:

તમારું ટોયલેટ ખૂબ જૂનું થઈ ગયું છે અને તેને બદલવાની જરૂર છે. જો તે જૂનું થઈ જાય તો તે યોગ્ય રીતે કાર્ય કરતું નથી અને તેના કારણે ગંધ ચાલુ રહે છે. ઘણી જગ્યાએથી તિરાડ પડે છે જે જૈવિક વિકાસને આમંત્રણ આપે છે અને તેના કારણે સમસ્યા વધે છે.

તમારા ડ્રેનેજમાં તમારા વાળ ઘણા વધારે છે. તેનાથી તમે ઇચ્છો તો પણ દુર્ગંધ દૂર થતી નથી. વાળને કારણે ન ફક્ત ડ્રેઈન જામી જાય છે પરંતુ આ પ્રકારની અન્ય વસ્તુઓ જેવા કે સાબુના કણો વગેરે પણ ખૂબ જામી જાય છે.

તમારા બાથરૂમમાં હવાનો પ્રવાહ ખૂબ ઓછો હોય તો તેના કારણે આવી સમસ્યાઓ થાય છે.

તમારે ધ્યાનમાં રાખવું પડશે કે જો બાથરૂમનું વેન્ટિલેશન, ડ્રેનેજ, ટોયલેટ યોગ્ય ન હોય તો આ દુર્ગંધ વારંવાર આવશે અને તમને પરેશાન કરશે. તેથી, તેમને સાફ રાખો અને જો કઈ બદલાવની જરૂર હોય, તો તેમને પણ બદલો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તેને શેર કરો. આવા વધુ લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment