તમારા ઘરમાં રાખેલા હળદર પાવડરમાં કોઈ પ્રકારનું કેમિકલ છે કે નહીં તે જાણવા માટે એક ખૂબ જ સરળ ટેસ્ટ કરી શકાય છે.
હળદર પાવડરનો વપરાશ દરેક ઘરમાં થાય છે અને તેનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. તેના ગુણધર્મોને કારણે, હળદરનો ઉપયોગ ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા, રોગોમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, ભોજનમાં રંગ લાવવા માટે થાય છે. હળદર પાવડર એક ખૂબ જ સામાન્ય ઘટક છે જેનો તમે ઘણીવાર બાગકામ માટે પણ ઉપયોગ કરો છો.
હળદરનો ઉપયોગ કરવો એ સામાન્ય રીતે ખૂબ સારો છે અને તમે ઘણા ઘરગથ્થુ કર્યો હળદરથી કરી શકો છો, પરંતુ તે ત્યારે જ ફાયદાકારક છે જો તમારા ઘરમાં યોગ્ય અને સલામત હળદર હોય. આજ કાલ ભેળસેળ જમાનો છે જ્યાં ભેળસેયુક્ત ચોખાથી લઈને મસાલા અને દૂધ સુધી બધું જ શુદ્ધ મળે તેની કોઈ ગેરંટી આપી શકાતી નથી.
તમારા માટે તે તપાસવું મહત્વનું છે કે તમારા ઘરમાં આવતી હળદરમાં કોઈ ભેળસેળ તો નથી, જો તેવું હોય તો હળદર પાવડર નો ઉપયોગ એ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે તેમાં ઘણા બધા કેમિકલ ડાય મિશ્રિત હોય છે.
Food Safety & Standards Authority of India (FSSAI) એ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક સરળ ટેસ્ટ શેર કરી છે જે જણાવે છે કે જો તમારા ઘરે કોઈ કારણોસર નકલી હળદર પાવડર આવી ગયો હોય તો તેની ચકાસણી કેવી રીતે કરવી.
હળદરમાં કયા પ્રકારની ભેળસેળ હોઈ શકે?
હળદર પાવડર કોઈ એક પ્રકારની ભેળસેળ હોય એવું જરૂરી નથી.તેમાં –
- નકલી ટેક્સચર
- નકલી રંગ
- કૃત્રિમ રંગ
- કૃત્રિમ સુગંધ
વગેરે જેવી ભેળસેળ કરવામાં આવે છે. કોઈપણ પ્રકારની પ્રોસેસિંગ હેલ્ધી માનવામાં આવતી નથી અને જો તમારા ઘરે આવો પાવડર છે તો બની શકે કે તે ખરાબ રસાયણોના કારણે નુકશાનકારક હોય. આ પ્રકારના હળદર પાવડર નો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ.
Detecting Artificial Colour Adulteration in Turmeric#DetectingFoodAdulterants_3@MIB_India@PIB_India @mygovindia @MoHFW_INDIA pic.twitter.com/eTJL1wJ9yT
— FSSAI (@fssaiindia) September 1, 2021
કેવી રીતે નકલી હળદરને ઓળખવી?
નકલી હળદરને ઓળખવાની રીત ખૂબ જ સરળ છે અને FSSAI એ વીડિયો દ્વારા આ વાત જણાવી છે. આ માટે તમારે એક ગ્લાસ અને પાણીની જરૂર પડશે. કાચનો ગ્લાસ લો જેથી તમે હળદરનો રંગ સરળતાથી જોઈ શકો.
- સૌપ્રથમ ગ્લાસમા પાણી ભરો.
- હવે તેમાં એક ચમચી હળદર પાઉડર નાખો.
- તેને ઘોળવું નહીં ફક્ત હળદર પાવડરને તેમજ નાખી દો.
- થોડીવાર પછી તમને દેખાશે કે હળદર પાઉડર નીચેની તરફ સેટ થઈ ગયો છે.
- જો ગ્લાસમાં પાણીનો રંગ આછો પીળો હોય અને આખું હળદર પાવડર સ્થિર થઈ ગયું હોય, તો તે શુદ્ધ હળદર છે.
- જો ગ્લાસમાં પાણીનો રંગ ઘાટ્ટો પીળો હોય, તો જાણી લો કે તેમાં મિશ્રિત રંગો ઉમેરવામાં આવ્યા છે.
એક અહેવાલ જણાવે છે કે હળદર ઉગાડતા 9 માંથી 7 જિલ્લા પુખ્ત હળદર ઉગાડે છે જેમાં લેડનું પ્રમાણ ઘણું વધારે હોય છે. મેગીમાં પણ લેડની સમસ્યાને લીધે ઘણો વિવાદ થયો હતો અને ઘણા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે તેને ખાવાથી નુકસાન થઈ શકે છે અને તે નર્વ સેલ્સને નુકસાન પહોંચાડી શકે છે.
તાજેતરમાં FSSAI એ પણ જણાવ્યું છે કે શાકભાજીમાં થતી ભેળસેળની ચકાસણી કેવી રીતે કરી શકાય. ખૂબ જ સરળ ટેસ્ટના માધ્યમથી ભારત સરકાર હેઠળની આ ફૂડ ઓથોરિટી અમને જણાવે છે કે ખોરાકને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય. તો તમારે હળદર પાવડરનું પણ પરીક્ષણ કરવું જોઈએ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team