વરસાદમાં વાળ પલળીને થઈ ગયા છે ચીકણા? કરો આ ઘરેલું ઉપાય

વરસાદની સીઝન ચાલુ થઈ ગઈ છે. એવામાં ઘણા લોકો તેના વાળને લઈને પરેશાન હોઈ છે. ઘણા લોકોની એવી ફરિયાદ હોઈ છે કે તેઓના વાળ વરસાદને લીધે ચીકણા થઈ ગયા છે. અને ચીકણા વાળને લીધે માથામાં ખોડો, સ્કેલ્પ ઇન્ફેક્શન, દુર્ગંધ અને ખરતા વાળ જેવી સમસ્યા થવા લાગે છે. એટલું જ નહી પરંતુ વરસાદને લીધે ચેહરા પર ખીલ જેવી સમસ્યાઓ પણ ઉભી થાય છે. પરંતુ આજે અમે તમારા માટે લાવ્યા છીએ કે કઈ રીતે ચીકણા વાળની સમસ્યા દુર કરવી. આવો જાણીએ તેના ઘરગથ્થું ઉપાયો.

image source

વાળને ટાઇટ ન બાંધો

ખાસ કરીને મહિલાઓ વાળ સૂકાયા પહેલા જ તેને બાંધી લે છે પરંતુ તે ખોટું છે. આમ કરવાથી હળવા ભીના વાળમાં પરસેવો થવા લાગે છે અને તે ચીકણા થઇ જાય છે. એટલું જ નહીં તેનાથી વાળમાં દુર્ગંધ પણ આવવા લાગે છે. જેથી વાળ સૂકાઇ જાય પછી જ બાંધો.

image source

કન્ડિશનર કરવું

આ ઋતુમાં વાળને શેમ્પુ કર્યા પછી કન્ડિશનર કરવાનું ન ભૂલો. કારણકે કન્ડિશનર લગાવવાથી વાળમાં ગૂંચ પડશે નહીં અને સાથે જ વાળ સિલ્કી પણ રહેશે.

image source

વાળને શેમ્પુથી ધોવા

વરસાદના દિવસમાં વાળને અઠવાડિયામાં ઓછામાં ત્રણ વખત શેમ્પુથી ધોઇ લો. તેનાથી વાળમાં ગંદકી એકઠી થશે નહીં અને સ્કેલ્પમાં જમા તેલ પણ સાફ થઇ શકે છે. પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે શેમ્પુ ઓઇલ બેસ્ડ ન હોય.

image source

હેર ડ્રાયરથી દૂર

જો તમે વાળને સ્ટ્રેટ કરવા માટે સ્ટ્રેટનર કે ભીના વાળ સૂકાવવા માટે ડ્રાયરનો ઉપયોગ કરો છો તો તેને બંધ કરી દો. કારણકે ડ્રાયરનો ઉપયોગ કરવાથી માથું ગરમ થઇ જાય છે અને તેનાથી વધારે પરસેવો આવે છે અને વાળ ચીકણા થઇ જાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment