રાત્રે નખ કાપવા શુભ હોય છે કે અશુભ? જાણો શું કહે છે શાસ્ત્ર 

Image Source

અરે રાતના સમયે નખ ન કાપો, રાતના સમયે નખ કાપવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. સૂર્યાસ્ત બાદ નખ કાપવા થી ધનની હાનિ થાય છે અને આપણે જમા થયેલ પૂંજી છે તે પણ નષ્ટ થઈ જાય છે. આવી તો ખબર નહી કેટલી બધી વાતો આપણા ઘરના મોટાઓના મોઢે સાંભળી હશે ન જાણે કેટલી વખત આપણે આ વાત પર સમજ્યા વિચાર્યા વગર જ તેનો અમલ પણ કર્યો હશે, અને આ પ્રથાઓને આગળ વધારતા જઈએ છીએ.

પરંતુ શું ખરેખર તમે આ વાતો પર ધ્યાન આપવાની કોશિશ કરી છે કે આ વાતો વિશે શું કહે છે શાસ્ત્ર? ખરેખર શાસ્ત્રમાં બતાવેલી ઘણી બધી વાતોને આપણે સમજ્યા વગર જ અમલમાં લઈએ છીએ. તેથી જ આ વાતની જાણકારી લગાવવા માટે ન્યુરોલોજીસ્ટ અને વાસ્તુ એક્સપર્ટ પાસેથી જાણીએ કે રાત્રે નખ ન કાપવાના ઘણા બધા કારણો જણાવવામાં આવે છે જે તમારે પણ જાણી લેવા જોઈએ.

Image Source

રાત્રે નખ ન કાપવાના શાસ્ત્રો અનુસાર કારણો

શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાતના સમયે ન કાપવું શુભ હોતું નથી, ખરેખર તેનું એક મુખ્ય કારણ છે કે આપણી આંગળી ઉપર લાગેલ એક મજબૂત પરત છે જે આપણી કોમલ આંગળીઓને પણ હજુ સુધી બચાવીને રાખે છે, તેથી જ્યારે આપણે નખ કાપીએ છીએ ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડે છે કે આપણી આંગળીઓ ને કોઈપણ પ્રકારની હાનિ પહોંચે નહીં. પહેલાના જમાનામાં રાતના સમયે ઘરમાં લાઇટની વ્યવસ્થા હતી નહીં અને આ જ કારણથી આપણા પૂર્વજો અને શાસ્ત્રો એ આ વાત ઉપર જોર લગાવ્યું કે રાતના સમયે નખ કાપવા જોઈએ નહીં, આમ કરવું દુર્ભાગ્યનું કારણ બની શકે છે. આમ તો તેનો કોઈ ધાર્મિક તર્ક નથી પરંતુ કદાચ આપણી સુવિધાને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું હતું કે જૂના સમયમાં ઘરમાં લાઈટની વ્યવસ્થા ન હોવાથી સૂર્યની હાજરીમાં જ ઘરના દરેક કામ કરવા પડતા હતા તેથી પહેલાં આ લોકો રાતના અંધારામાં નખ આપવાની ના પાડતા હતા, જેનાથી આપણા હાથને કોઈપણ પ્રકારની હાનિ પહોંચે નહીં.

Image Source

શું છે ધાર્મિક કારણ

અમુક લોકો તેની પાછળ ધાર્મિક કારણ પણ માને છે કે હિન્દુ માન્યતા અનુસાર સાંજે દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે અને એવું માનવામાં આવે છે કે તે સમૃદ્ધિ અને ધનની સાથે આશીર્વાદ આપવા માટે રાત્રે આપણા ઘરે જ રહે છે, એ સલાહ આપવામાં આવે છે કે રાત્રે નખ કાપવાથી અથવા વાળ કાપવાથી અથવા કચરો વાળવાથી તથા પૈસા આપવા જેવા કાર્ય કરવા જોઈએ નહીં જે દેવી લક્ષ્મીનો અનાદર કરે છે અને આમ કરવાથી તે ઘર છોડીને જતા રહે છે.

સ્વાસ્થ્યથી જોડાયેલા અન્ય કારણો

રાતના સમયે ઓછા લાઈટના કારણે જ્યારે આપણે નખ કાપીએ છીએ ત્યારે તે ઉડી ને કોઈ પણ ખાદ્ય પદાર્થ અથવા કોઈની આંખમાં પણ જઈ શકે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનદાયક હોઈ શકે છે. તેથી જૂના સમયમાં લોકો તેના ઘણા કારણો ને લીધે નખ કાપવાની ના પાડતા હતા.

રાત્રે નખ કાપવા ને લઈને શું છે એક્સપર્ટની સલાહ

આપણે કીટાણું અને ગંદકીને દુર રાખવા માટે નખને નિયમિત રૂપે કાપવા એ ખૂબ જ સારો અભ્યાસ છે. પરંતુ ખૂબ જ જૂની માન્યતા છે કે લગભગ ભારતીય તેનું અનુસરણ કરે છે રાત્રે નખ કાપવા જોઈએ નહીં લોકો આ માન્યતાઓ અને પરંપરાઓ સાથે જોડીને અશુભ માને છે. આ અંધ વિશ્વાસ ની કોઈ જ તર્કસંગત વ્યાખ્યા નથી પરંતુ તેની સાથે જ આપણે આ વિશ્વાસ પાછળ ની જાણકારી ઉપેક્ષા કરવી જોઈએ નહીં તેનાં ઘણા બધાં કારણ છે જે તર્કસંગત કહી શકાય.

રાત્રે વ્યવસ્થિત ઉજાસ ન હતો

શરૂઆતના દિવસોમાં લાઈટ હતી નહીં અને તેથી જ એ દિવસો એ રાત્રે અત્યારની તુલનામાં વધુ અંધારું હતુ. તેથી જ રાત્રે નખ કાપવાની સલાહ આપવામાં આવતી ન હતી. કારણકે નખ ના ટૂકડા આમતેમ પડી જાય, જેનાથી તેને ભેગા કરવા મુશ્કેલ થઈ જતુ, અને જો વધેલા નખ ના ટુકડા કોઈ પણ ખાદ્ય પદાર્થોની સાથે ઉમેરાઈ જાય તો તે સ્વચ્છતા માટે ખૂબ જ જોખમકારક હતું અને વ્યક્તિને બીમાર પણ કરતા હતા.

કોઈ નેલ કટર નહીં

શરૂઆતના દિવસોમાં નેઇલ કટર હતા નહીં એ સમયે લોકો ચપ્પુથી નખ કાપતા હતા ન કાપવા માટે ચપ્પુનો ઉપયોગ કરવો ખૂબ જ જોખમકારક હોય છે, અને રાત્રે એમ કરવાથી વાગી જવાની અને લોહી નીકળવાની સંભાવના રહે છે. તથા રાતના સમયે ચિકિત્સાની સહાયતા પ્રાપ્ત કરવી પણ ખૂબ જ અઘરી હોય છે તેથી લોકો રાત્રે નખ કાપવા માટે તૈયાર થતા નહીં.

પરંતુ આધુનિક સમયમાં આપણે અંધવિશ્વાસમાં વિશ્વાસ કરી શકતા નથી પરંતુ એક સારી સલાહ જે સ્વાસ્થ્યકારક પણ હોઈ શકે છે, અને તે નખ ને કાપ્યા પછી તેને યોગ્ય રીતે બહાર ફેંકવા તેથી જો ધાર્મિક માન્યતાનો સન્માન કરીએ તો રાત્રે સાત વાગ્યાના તુરંત બાદ નખ કાપવાથી દૂર રહો તે આપણા સ્વાસ્થ્ય માટે સારું રહેશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment