બોડી ફીટ તો જિંદગી હીટ – “સચિન અતુલકર“ જેવું બનવું સલમાન ખાન અને સિંઘમનું પણ કામ નથી, એક IPS ઓફીસર..

પહેલું સુખ તે જાતે નર્યા – મતલબ પ્રથમ સુખ શરીરની તંદુરસ્તીને માનવામાં આવે છે. જો શરીર સાથ આપે તો બધી પરીસ્થિતિને સર કરી શકાય છે. હાલના મોંઘવારીના સમયમાં હોસ્પીટલોનાં મોટા બીલ સામાન્ય ઘરને પરવડે તેમ નથી! છતાં અણગમતી પરીસ્થિતિએ દવાખાનાનો સહારો લેવો જ પડે છે.

“બોડી ફીટ તો જિંદગી હીટ” એવું કેહવાય છે. જીમ જવું કે યોગ / કસરત વગેરેથી તંદુરસ્ત શરીર બનાવી શકાય છે. ખુબસુરત શરીરથી માણસ હંમેશાં શોભતો રહે છે. આજની માહિતી જાણીને તમે ચોંકી જશો. એવા વ્યક્તિની વાત જેની પાસે સલમાન ખાન, અક્ષય કુમાર કે અજય દેવગણ જેવા અભિનેતાઓ પણ કાંઇ જ ન કહેવાય… આ વ્યક્તિ પાસે બધા ચણા-મમરા છે. એકદમ ફીટ માણસ ….તો વાંચો આગળ…

જયારે પણ ખડતલ અને મજબુત બાંધાના પોલીસમેનને જોઈએ તો બોલીવુડના અભિનેતાઓની યાદ આવે. દબંગનો સલમાન ખાન, સિંઘમ – અજય દેવગણ પણ ભારતના રીયલ બોડીમેન આય.પી.એસ. ઓફિસરને તમે ઓળખો છો???

આજના સમયમાં પણ ફીટ રહેવાનો જુસ્સો અને સ્ટેમીનાથી ભરેલ વ્યક્તિ “સચિન અતુલકર“ છે. આ વ્યક્તિ પાસે “ધ ફીટેસ્ટ આય.પી.એસ. ઓફીસર ઓફ ઇન્ડિયા“ નો ખિતાબ છે. આ ઓફીસર સ્પોર્ટ્સમાં ઘણા મેડલો જીતી ચુક્યા છે. તેમની ફિટનેસને લીધે યુવા પેઢીઓના રોલ મોડેલ બની ચુક્યા છે.

સોશિયલ મીડિયા પર સચિન અતુલકરના ફોટો વાયરલ થઈ ચુક્યા છે. સાથે તેમનું કામ આય.પી. એસ. તરીકે મોભાદાર એવું જ છે. રોજના નિયમ મુજબ કસરત અને જીમથી ફિટનેસ જાળવવા માટે સમય કાઢે છે. વહેલી સવાર થી લઈને તે સુવાના સમય સુધી સ્ફૂર્તિથી ભરેલા જ હોય છે,

પરફેક્ટ પોલીસમેનનું ઉદાહરણ બનેલ સચિનની હાલની પોસ્ટીંગ મધ્યપ્રદેશના ઉજ્જેનમાં થઈ છે. ત્યાં તે ઘણા બધાના દિલની ધડકન છે. ડયુટી સિવાય સ્પોર્ટ્સમાં પણ એક્ટીવ રહે છે. હંમેશાં સ્ફૂર્તિલું રહેવું તેની આદત છે. ક્રિકેટ સિવાય ધોડા દોડનો પણ જબરો શોખ રાખે છે. ૨૦૧૦ની સાલમાં હોર્સ રાઈડીંગ માટે ગોલ્ડ મેડલ તેને જીત્યાં હતા.

ફીટ બોડીથી આકર્ષણ વધારે રહે છે. તેવી જ રીતે સચિન પણ તેમના ભરાવદાર શરીરના બાંધાને કારણે પ્રખ્યાત બન્યા છે. સચિન સાહેબની જેમ તમે પણ કસરત અને જીમના ઉપયોગથી શરીરને સુડોળ બનાવી શકો છો. એ માટે બધાને બેસ્ટ ઓફ લક અને સ્પેશિયલ સચિન સરને ખુબ અભિનંદન……

“ફક્ત ગુજરાતી“ ની લેખક ટીમ માહિતીનો ખજાનો ગોતતા ફરે છે. એમ, તમારી સમક્ષ સારી માહિતી આપતા રહીએ છીએ. “ફક્ત ગુજરાતી“ પેઇઝને અત્યારે જ લાઇક કરો.

Author : Ravi Gohel

All Copyright Received

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *