ઉનાળામાં તૈલીય ત્વચા થઈ જાય છે!!! ઈન્સ્ટન્ટ ગ્લો માટે આ પાંચ હોમમેડ ફેસ માસ્ક લગાવો

તૈલીય ત્વચા વાળા લોકો જાણે છે કે તે દરેક બ્યુટી પ્રોડક્ટ આંખ બંધ કરીને ઉપયોગ કરી શકતા નથી કેમકે ઘરેલુ હોય કે બજારના બ્યુટી નુસખા તેને લગભગ બધીજ વસ્તુઓ ફાયદાને બદલે આડઅસર આપે છે. આવી સ્થિતિમાં કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પેહલા તે ઘણો વિચાર કરે છે. તમારી અથવા તમારા કોઈ મિત્રની પણ તૈલીય અથવા તેલયુક્ત ત્વચા છે, તો તમે આ ઘરેલુ ફેસપેકને તેને સજેસ્ટ કરી શકો છો, જેનાથી તેના ચેહરા પર કુદરતી ચમક આવી શકે અને તે પણ આડઅસર વગર.

મુલતાની માટીનું ફેસપેક -:

મુલતાની માટી એવી વસ્તુ છે, જેને તમે માત્ર પાણી અથવા ગુલાબજળ ઉમેરીને પણ દરરોજ ચેહરા પર લગાવશો, તો ચેહરા પર તેલ આવવાની સમસ્યા દૂર થવા લાગે છે. જો આ પેકની અસરને હજૂ વધારવા ઈચ્છો છો તો તેમાં લીંબુનો રસ અને દહીં ઉમેરી શકાય છે. તમે આ ફેસપેકનો ઉનાળામાં ઉપયોગ કરશો, તો તેની અસર વધારે થશે.

કાકડીનું ફેસપેક -:

કાકડીને છીણી લો અને તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણને ફ્રીજમાં રાખી દો અને ઠંડુ થયા પછી ત્વચા પર લગાવો. તમે ઇચ્છો તો બરફની ડિશમાં નાખી જમાવી શકો છો અને પછી ટુકડાથી ચેહરા પર મસાજ કરી શકો છો. આ બંને રીત તમને તૈલીય ત્વચાથી છુટકારો મેળવવાની સાથેજ છિદ્રોનું કદ ઘટાડવામાં મદદ કરે છે.

લીમડાનું ફેસપેક -:

તમારે લીમડાના પાન ધોઈને પીસી લેવાના છે, ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરી લો. તમારે તેને દરરોજ લગાવવાનું નથી પરંતુ અઠવાડિયામાં ત્રણ થી ચાર વાર લગાવી શકો છો. તેનાથી તમારા ચેહરા પર જેટલા પણ દાગ ધબ્બા છે, તે દુર થઈ જશે. સાથેજ તમારો ચેહરો દિવસે ને દિવસે ખીલવા લાગશે.

ઓટ્સ, લીંબુ અને મધ -:

એક વાટકીમાં લીંબુનો રસ લો અને તેમાં મધ ઉમેરો. ઉપરથી ઓટસને યોગ્ય રીતે ઉમેરો. તમારી ત્વચા પર આ પેસ્ટને યોગ્ય રીતે લગાવી અને થોડીવાર માટે સુકાવા દો. પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. લીંબુ અને મધનું મિશ્રણ તૈલીય ત્વચાને સુધારે છે. તેનાથી ચેહરા પર તાજગી આવે છે અને છિદ્રો અંદરથી સાફ થાય છે.

મસૂરની દાળનું ફેસપેક -:

બે ચમચી મસૂરની દાળનો પાવડર લો અને તેમાં એક ચમચી દહીં અથવા ગુલાબજળ ઉમેરો. આ પેકને યોગ્ય રીતે મિક્સ કર્યા પછી ચેહરા પર લગાવો. તે ફક્ત તૈલીય ત્વચાની સમસ્યાને દૂર નહિ કરે પરંતુ ત્વચા વધારે મુલાયમ પણ બનાવશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *