ઘરના દરવાજા પર લગાવો વિંડ ચાઇમ, પછી ચમકશે તમારું ભાગ્ય અને ફેલાશે સકારાત્મક ઊર્જા

Image Source

ચીની વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઈમાં વિંડ ચાઇમને મહત્વ માનવામાં આવે છે. તેમાં લાગેલ નાની નાની ઘંટડીઓ વાસ્તુ દોષને દૂર કરે છે. જેનાથી ઘર પરિવારમાં ખુશીનો માહોલ બની રહે છે. આ ઉપરાંત તે ઘરની સુંદરતામાં પણ ચાર ચાંદ લગાવે છે.

ખુશી માટે લોકો દરેક વસ્તુઓની મદદ લે છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ કંઇક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે. જે ઘર પરિવારમાં ખુશી લાવવા માટે મદદરૂપ થાય છે. વાસ્તવમાં,ચીની વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઈમાં વિંડ ચાઈમનું ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. નાની ઘંટડીઓથી બનેલી વિંડ ચાઈમ ખૂબ સુંદર અને આકર્ષક હોય છે. તે ઘરમાં સુંદરતા વધારવાની સાથે શુભ પણ હોય છે. તો ચાલો જાણીએ કે વિંડ ચાઇમ કેવી રીતે વાસ્તુ દોષને દૂર કરી ઘરમાં દરેક પ્રકારની ખુશીઓ લાવે છે.

વિંડ ચાઇમ લગાવવાની સાચી દિશા

બજારમાં વાસ, ક્રિસ્ટલ, ફાઈબર, મેટલ, લાકડા અને મેટલની વિંડ ચાઇમ ઉપલબ્ધ છે. ફેંગશુઈ મુજબ ઘાતુની વિંડ ચાઇમને ઘરની પશ્ચિમ અથવા ઉત્તર પશ્ચિમમાં લગાવવું શુભ હોય છે. તેમજ વાસની વિંડ ચાઈમને દક્ષિણ અથવા દક્ષિણ પશ્ચિમની દિશામાં લગાવવી સારી રહેશે.

ક્યાં સ્થળ પર વિંડ ચાઇમ લગાવવું

વિંડ ચાઇમને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવું સૌથી યોગ્ય છે. આ ઉપરાંત દરવાજાની વચ્ચે પણ લગાવી શકાય છે. તેને બારી પાસે પણ લટકાવવાથી પણ ઘરમાં શુભતા આવે છે. સાથેજ ગાર્ડન અથવા લોનમાં પણ વિંડ ચાઇમને લગાવી શકાય છે. ફેંગશુઈ મુજબ વિંડ ચાઇમને ઘરમાં લગાવવાથી પૈસા સબંધિત કોઈ સમસ્યા રહેતી નથી.

ઘરમાં પ્લાસ્ટિકની વિંડ ચાઇમ લગાવવી નહિ

પ્લાસ્ટિકની વિંડ ચાઇમ ઘરમાં લગાવવી જોઇએ નહીં, કેમકે તેનાથી નેગેટિવ એનર્જી ફેલાઈ છે. જે ઘરમાં વિંડ ચાઇમ લાગેલ હોય છે, ત્યાં સુખ અને સમૃદ્ધિનો વાસ હોય છે. સાથે પારિવારિક સભ્યોના સંબંધ એકબીજા સાથે મધુર થાય છે. આ ઉપરાંત ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થતો રહે છે. તેમજ નેગેટિવ એનર્જી ઘણી દૂર રહે છે. ફેંગશુઈના નિષ્ણાંતોનું માનવું છે કે 5 અથવા 7 સળિયા વાળી વિંડ ચાઇમ સૌથી શુભ છે. તેને ઘરમાં લગાવવા પર પરિવારના સભ્યો ભાગ્યશાળી બને છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment