સાધુએ અચાનક તૂટેલી ઝૂંપડી જોઇને ભગવાનને જે કહ્યું એ સાંભળી ભગવાનને રડવું આવી ગયું..

બે સંત ઝુંપડીમાં રહેતા હતા. એક દિવસ એવું થયું કે તાકાતવર તૂફાન આવ્યું અને ઝૂંપડી તૂટી ગઈ… આ પ્રેરણાદાયી પ્રસંગ જાણશો તો જીવનને બર્બાદ થતા અટકાવી શકશો સાથે જીવનમાં સકારત્મક ઉર્જા આવશે અને કોઇપણ સંજોગોમાં સુખી થવાની ચાવી મળી જશે.

એક લોક કથા મુજબ એક ગામની બહાર બે સંત એક ઝૂંપડીમાં રહેતા હતા. બંને સંત અલગ-અલગ ગામમાં જઈને રોજ ભિક્ષા માંગીને લાવતા હતા. નવરાશના સમયમાં ભગવાનના નામ જપતા હતા. આવી રીતે રોજની જિંદગીમાં જીવન પસાર થઇ રહ્યું હતું. 

એક દિવસ બંને સંત અલગ-અલગ ગામમાં ભિક્ષા માંગવા માટે નીકળી ગયા અને સાંજે ઝૂંપડી પર પહોંચીને જોયું તો ખબર પડી કે ગામમાં તૂફાન આવ્યું હતું. ઝૂંપડીની હાલત ખરાબ થઇ ગઈ હતી અને ઝૂંપડી અડધી તૂટીને બર્બાદ થઇ ગઈ હતી. 

જયારે પહેલા સંતે ઝૂંપડી પાસે પહોંચીને જોયું તો તૂફાનને કારણે ઝૂંપડી અડધી તૂટી ગઈ હતી અને એ જોઇને સંત ખુબ ક્રોધમાં આવી ગયા. સંતને વિચાર આવ્યો કે, હું દરરોજ ભગવાનના જાપ કરું છું, મંદિરમાં પૂજા કરું છું, બીજા બધાના મકાનો તો ઠીક છે અને મારી જ ઝૂંપડી તૂટી ગઈ. હું આખો દિવસ ભગવાનને યાદ કરતો રહું છું પણ ભગવાનને જ મારી ચિંતા નથી.

થોડી વાર પછી બીજા સંત ઝૂંપડી પાસે પહોંચ્યા અને તેને પણ જોયું કે તૂફાન આવ્યું હતું જેને કારણે ઝૂંપડીને નુકસાન થયું છે, ઝૂંપડી અડધી તૂટી ગઈ છે. સંત આટલું જોઇને ખુશ થઇ ગયા અને ભગવાનનો આભાર માનવા લાગ્યા. ખુબ ખુશ થઈને ભગવાનને કહેવા લાગ્યા, “હે ભગવાન! આજ હું ઘણો થયો કે તું મારૂ આટલું ધ્યાન રાખે છે. મારી ભક્તિ અને પૂજા-પાઠ-અર્ચના વ્યર્થ નથી જતા. ભયંકર તૂફાનમાં પણ તે મારી અડધી ઝૂંપડીને બચાવી દીધી.

અહીં બે સંત છે, બંને ભગવાનની ભક્તિ કરે છે અને સાથે એક સરખું જ ભિક્ષા માંગવાનું કામ કરે છે પણ નોંધ કરવા જેવી વાત એ છે કે, દરેક કામમાં સકારત્મક વિચાર આવે તો સમજવું કે તમે સફળ જ છો. એક સંત ભગવાનની સેવા-પૂજા કરે છે પણ તેના પર ભરોષો નથી અને એક સંત એવા છે, જે દરેક કાર્યમાં ભગવાન મૌજુદ છે એવો મનોભાવ રાખીને ભગવાનનો આભાર વ્યક્ત કરે છે.

દરેક માણસની જિંદગીમાં ખરાબ સમય આવે છે ત્યારે ભગવાન પરનો વિશ્વાસ ડગમગે છે અને સાથે દુનિયામાં કોઈ જગ્યાએ સત્ય છે જ નહીં એવા વિચારો આવે છે. પણ એ સમય કસોટીનો ‘સમય’ હોય છે એટલે તેને પસાર કરવો પણ જરૂરી બને છે.

જો એ સમયમાં પણ હસતા-હસતા તકલીફને પાર કરી નાખીએ એટલે પછી એ સામાન્ય વાત બની જાય છે. ભગવાન બધાનું સારૂ જ વિચારે છે પણ ‘માણસ’ એક એવો જીવ છે, જેને બધી વાતમાં ઉતાવળ જ હોય… માણસ, ઈશ્વર પાસે જરૂર છે તેના કરતા વધારે માંગે છે અથવા તો તેની ઔકાત બહારની માંગણી હોય છે, જે ગણિત માત્ર અને માત્ર ઈશ્વર જ જાણે છે કે કોને કેટલું અને શું આપવું?

એ સાથે અવનવી માહિતી જાણવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં અને સાથે આ લેખને મિત્રો સાથે પણ શેયર કરજો એટલે કદાચ જેને આ માહિતીની ખાસ જરૂર છે ત્યાં સુધી પહોંચી જાય.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Fakt Gujarati Team

Leave a Comment