શનિ જયંતી પર શનિની સાડાસાતીનો પ્રભાવ, જાણો કઈ રાશી પર કેટલો પડશે આ પ્રભાવ

તમામ નવગ્રહોમાં શનિદેવને ન્યાયના અધિપતિ તેમજ કર્મફળ દાતા માનવામાં આવે છે. ન્યાયના સિંહાસનનું પદ સ્વયં ભગવાન શિવે એટલે કે દેવાધિદેવ મહાદેવે આપ્યું છે. કર્મફળ દાતા એટલા માટે કે શનિદેવનો ન્યાય એમ કહે છે જયારે તમારો સમય સારો હોય ત્યારે થોડો પણ રૂપિયો દાન, પુણ્ય કે ધાર્મિક કાર્યમાં ઉપયોગ કરવો જોઈએ. સારા સમય દરમ્યાન કોઈ એવા સારા કર્મ નથી કર્યા માટે એની પ્રતીતિ કરાવા અર્થે શનિદેવ એ પ્રકારની પીડા આપી યોગ્ય ન્યાય આપે છે. અને તે મનુષ્યને સુવર્ણસમાન એકદમ ચળકાટ ભર્યો તથા નિખાલસ હૃદયવાળો બનાવી જીવનનું તમામ  સુખ આપે છે.શનિદેવની ઉપાસનાથી ગૃહકલેશનો નાશ થાય છે.

image source

22 મે શુક્રવારે શનિ જયંતિ છે.  આ વખતે શનિ જયંતિ વિશેષ યોગમાં આવી રહ્યા છે. શનિદેવ એક ખૂબ જ ધીમી ગતિથી ચાલનારા ગ્રહ છે. 30 વર્ષ પછી, શનિ તેની પોતાની રાશિમાં ગોચર થઇ રહ્યા છે. તે પછી 11 મેના રોજ, તે પોતાની રાશિમાં વક્રી થયા છે. આ વખતે શનિ વક્રી હોવા પર શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. શનિના વક્રી થવાના કારણે જે રાશિ પર શનિની સા઼ડાસાતી અને ઢૈય્યા ચાલી રહી છે તો તેની પર તેનો વિશેષ પ્રભાવ જોવા મળશે. શનિ જયંતી પર શનિના મંત્રનો જાપ કરવાથી રાશિ પર ચાલી રહેલી ખરાબ અસર ઓછી થઇ શકે છે.

image source

આ રાશિઓ પર શનિની સાડાસાતી –

 • ધન, મકર અને કુંભ રાશિ પર શનિની ઢૈય્યા – મિથુન અને તુલા

શનિનો પૌરાણિક મંત્ર

 • ऊँ ह्रिं नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम। छाया मार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्।।

શનિનો વૈદિક મંત્ર

 • ऊँ शन्नोदेवीर- भिष्टयऽआपो भवन्तु पीतये शंय्योरभिस्त्रवन्तुनः।

image source

તાંત્રિક શનિ મંત્ર

 1. ऊँ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः।

શનિનો બીજ મંત્ર

 • ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः।

સામાન્ય મંત્ર

 • ॐ शं शनैश्चराय नमः।

શનિન ગાયત્રી મંત્ર

ऊँ भगभवाय विद्महैं मृत्युरुपाय धीमहि तन्नो शनिः प्रचोद्यात्

image source

શનિ દોષથી છૂટકારો મેળવવા માટે મહા ઉપાય –

 • હનુમાનજીની ઉપાસના કરો
 • ગરીબોનો દાન કરો
 • શનિવારના દિવસે શનિને તેવ ચઢાવો
 • અડદ દાળનું દાન કરો
 • બ્રાહ્મણોને ભોજન કરાવો
 • પીપળાના ઝાડ નીચે તેલનો દીવો પ્રગટાવો
 • કાળા કૂતરાને ઘીની રોટલી ખવડાવો

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team