ઘણી માહિતી શોધી અને બુકના પાનાઓ તેમજ ઈન્ટરનેટની વેબસાઈટો સર્ચ કરીને થાક્યા ત્યારે કંઇક એવું મળ્યું જે તમને આ આર્ટિકલમાં જણાવવું છે.
આ માહિતી કદાચ આપ સુધી પહોંચી નથી એવું માનીને તમને નવી જાણકારી આપવા આજ ફરી અમે હાજર છીએ. તો ચાલો, જઈએ પંજાબની સફરમાં…આજના આર્ટિકલનો વિષય બહુ જ ઈન્ટ્રસ્ટિંગ છે અને તમને બહુ મજા પડશે.
પંજાબમાં તારાં તારાના વિસ્તાર છે, જ્યાં એક ખાસ આદમી રહે છે. એક ખાસ પોલીસમેન, જેને જિંદગીમાં બધું મળ્યું – ઇજ્જતની નોકરી, પોલીસની વર્દી, સૌથી સારી હાઇટ પણ દરવાજાને કારણે આ ભાઈ બહુ પરેશાન છે!
એટલે…એટલે…શું કહેવા માંગીએ છીએ એ આપને સમજાતું નહીં હોય… તો આગળ વાંચો તો બધું સમજાય જશે. પંજાબના એક પોલીસમેનને પોલીસમેનની ગાડી મળી પણ તેનો દરવાજો આજેય તેને પરેશાન કરે છે. કારણ છે તેની ઊંચાઈ…
દોસ્તો, 7 ફૂટ અને 6 ઇંચ ઊંચાઈના પંજાબમાં રહેતા આ પોલીસમેન આખા વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે. એ પાછળનું કારણ છે તેની ઊંચાઈ. જગદીપસિંઘ છે ઇન્ડિયાના સૌથી ટોલેસ્ટ પોલીસ કોપ.
જો તમે તારાં તારાના જાવ તો અહીં જગદીપસિંઘ તમને ડ્યુટી કરતાં જોવા મળે છે. ધ ગ્રેટ ખલીથી પણ ઊંચા છે જગદીપસિંઘજી. આ પોલીસમેન ઇન્ડિયાના સૌથી ઊંચા માણસ છે. પોલીસ ટીમ આ મેનની ઈજ્જત એટલી હદે કરે છે કે અમુક સ્પેશિયલ જગ્યાએ તો તેને જ મોકલે છે!
ભારતની અંદર પુરુષોની એવરેજ ઊંચાઈ 5.4″ ઇંચ હોય છે પણ જગદીપસિંઘની ઊંચાઈ છે 7 ફૂટ 2 ઇંચ. એટલે કે એવરેજ પુરુષની ઊંચાઈ કરતાં 2 ફૂટ જેટલી વધારે. આ વિશેષતા કારણે તો જગદીપસિંઘ જ્યાં ઊભા હોય છે ત્યાં સેલ્ફી લેવા માટે લોકોની ભીડ થઈ જાય છે.
જગદીપસિંઘ સાથે પર્સનલ વાત કરી તો એ કહે છે કે, “હું ભગવાનનો આભાર માનું છું કે મને યુનિક આયડેન્ટિટી આપી. ભગવાને મને એટલો સારો બનાવ્યો છે કે કોઈને મારે ઓળખ આપવાની જરૂર પડતી નથી…”
જગદીપસિંઘ તેની ઊંચાઈના કારણે જગમશહૂર બન્યા પણ અમુક વાતથી પરેશાન પણ છે…પ્લેનમાં એ બેસી નથી શકતા, પર્સનલ કારથી જવું પડે છે અને મુખ્ય વાત કે દરવાજાથી વધારે તકલીફ અનુભવે છે કારણ કે, સામાન્ય દરવાજો 6 ફૂટનો હોય છે, જ્યારે જગદીપસિંઘને 8 ફૂટ ઊંચા દરવાજાની જરૂર પડે છે.
આ પ્રશ્નના સોલ્યુશન માટે તેને પોતાના ઘરની છત પણ ઊંચી કરાવી છે. ૧૨ ફૂટ જેટલી ઊંચી છત રાખી છે અને ઘરનો દરેક દરવાજો 8 ફૂટનો રાખ્યો છે. અને સૌથી જરૂરી આરામ કરવા માટેનો બેડ 8×8 નો રાખ્યો છે. આ બધું અચરજ પમાડે એવું છે….!!
અને વધુ જણાવીએ તો આ સરજી પહેરે છે 4XL ટી-શર્ટ. તેના ચપ્પલની સાઈઝ છે 19 નંબર. જગદીપસિંઘના મેરેજના 14 વર્ષથી વધુનો સમય વિતી ગયો. તેના પત્ની પતિની સૌથી અલગ પર્સનાલિટી પર ફિદા છે.
તેના પત્ની કહે છે કે, જ્યારે જગદીપ સાથે લગ્નની વાત થઈ ત્યારે હું વિચારમાં હતી જે કેવી રીતે આ લગ્ન કરવા પણ પછી થયું કે માણસ સ્વભાવની દ્રષ્ટિએ બહુ પ્રેમાળ છે અને આજે એકદમ પરફેક્ટ લાઇફ ચાલી રહી છે. જગદીપસિંઘનો પરિવાર આજે તેની એક્સ્ટ્રા ઓર્ડીનરી હાઈટ માટે પ્રાઉડ ફીલ કરે છે.
મિ. પોલીસમેન બિગ સ્ક્રીન પર પણ જોવા મળ્યા છે. ફિલ્મ રંગ દે બસંતીમાં આ પોલીસમેને રોલ કર્યો છે. પોતાની હાઈટ અને વજનના કારણે જગદીપસિંઘ બન્યા છે ‘મોસ્ટ પોપ્યુલર પોલીસમેન ઓફ ઈન્ડીયા.’ જેનો વજન 200 કિલોગ્રામ છે અને ઊંચાઈ 7 ફૂટ 2 ઇંચ છે. 19 વર્ષની ઉંમરે પોલીસની નોકરી શરૂ કરી હતી અને આજે 39 વર્ષે પણ એ ઇન્ડિયાની અને ખાસ તો પંજાબની સેલિબ્રિટી બની ગયા છે. ગ્રેટ પોલીસમેન છે કુદરતીની અજબ-ગજબ રચના…તો આવી છે જગદીપસિંઘની લાઇફ અને તેની સ્ટોરી..
આવા જ અન્ય રસપ્રદ આર્ટિકલ વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.
#Author : Ravi Gohel