ભારતની એ ૫ જૂની બજાર, જેનું અનોખું રંગ રૂપ આજે પણ આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યું છે

બાળપણ ના એ દિવસ યાદ હશે જ્યારે દર રવિવારે અથવા સાંજે મમ્મી ની સાથે આપણે બજાર માં જતા હતા. સામાન ખરીદતા , વેચતા અને પાછા આવતા સમયે ચાટ અને આઈસ્ક્રીમ ની મજા લેતા. બજાર ની હાલ ચાલ સારી લાગતી હતી. જીવન થોડું સરળ હતું. પરંતુ અત્યારે જુઓ, સમય જ નથી, જે પણ જોઈએ માત્ર એક ક્લીક કરો અને ઘર પર આવી જાય છે અને જો વધારે જવાનું મન થાય છે તો મોલ ચાલ્યા જઈએ છીએ, તો એક એવા યુગ માં જ્યાં આપણે બધી વસ્તુઓ નું શોર્ટકટ શોધી રહ્યા છીએ ત્યારે આપણા પરંપરાગત બજાર પાછળ છૂટતાજઈ રહ્યા છે.

અેટલે આજે આપણે એ ભારતીય બજાર વિશે વાત કરીશું જે વર્ષો થી આપણા શહેર ના ઈતિહાસ અને સંસ્કૃતી ને પોતાના શોર બકોર ના વીંટળાયેલું રાખે છે.

૧. જોહરી બજાર , જયપુર

Image source

દેશ નું ગુલાબી શહેર કે પિંક સિટી પોતાની અંદર સુંદર તેમજ ભવ્ય કિલ્લાઓ, સમૃદ્ધ ઇતિહાસ, કળા અને ન જાણે શું શું વીંટાળી ને રાખ્યું છે. જે પણ લોકો જયપુર જતા હતા, એ શહેર ના રંગ માં રંગાઈ જતા હતા. જયપુર ની ખાસિયત માં એક, જોહરી બજાર પણ છે. જેમ કે નામ થી ખબર પડે છે, બજાર માં અલગ પ્રકાર ના હીરા અને જવેરાત વેચવા વાળી સેકડો દુકાન નો સમાવેશ થાય છે. કુંદન થી મીનાકારી, પોલ્કી થી થેવા અને પરંપરાગત સોનાના ઘરેણાં. અહીંયા તમને અલગ અલગ પ્રકાર ના આભૂષણો ના ખુબજ સારા વિકલ્પ મળી જશે.

૨. ફૂલ બજાર, દાદર, મુંબઈ

 

Image source
ફૂલ ગલી ના નામથી પ્રખ્યાત છે મુંબઈ ની આ ફૂલ બજાર. અહીંયા બધી જાતના ફૂલ મળી જશે. સવારે ૫:૩૦ વાગ્યા થી લઈને બપોરે ૧૧:૩૦ સુધી ખુબજ ભીડ હોય છે.

૩. ઇમા બજાર, ઇફાલ

Image source
મણિપુર ના ઇમ્ફાલ માં આવેલી છે આ ‘મદર્સ બજાર ‘. આ બજાર માં બધી દુકાન ચલાવવા વાળી એક સ્ત્રી છે એટલે આ એશિયા ની સૌથી મોટી સ્ત્રી બજાર છે. અહીંયા લગભગ ૪૦૦૦ દુકાન છે. અહીંયા દિવસે સેંકડો ની સખ્યમાં લોકો પહોંચે છે અને તેમની જરૂરિયાત ની બધી વસ્તુઓ અહીંયા મળે રહે છે.

૪. મહિંધરપુરા હીરા બજાર, સુરત

Image source
સુરત નું આ મહિંધરપુરા હીરા બજાર એક નાનો ડાયમંડ જ્વેલરી ઉદ્યોગ છે જ્યાં તમને લાખો કર્મચારી પથ્થર નું કોતરકામ, પોલિશ ની ચકાસણી કરતા દેખાશે.

૫.ચોર બજાર , મુંબઈ

Image source
મુંબઈ નું ચોર બજાર ભારતનું મુખ્ય ચોર બજાર માંથી એક છે.આ બજાર દક્ષિણ મુંબઈ નું મટન સ્ટ્રીટ, મોહમ્મદ અલી રોડ પાસે છે. જણાવવામાં આવે છે કે આ માર્કેટ ૧૫૦ વર્ષ થી પણ જૂની છે. અહીંયા તમને ચોરી કરેલો અને સેકંડ હેન્ડ વસ્તુઓ મળશે.એટલું જ નહિ મોટા મોટા બ્રાન્ડની મોંઘી વસ્તુઓ અહીંયા સસ્તા ભાવમાં વેચાય છે.

Leave a Comment