ભારતીય રેલવેમાં શામિલ થઈ નવી ટ્રેન – જેની સ્પીડ ૧૮૦ કિમી પ્રતિ કલાકની વધુ છે હો…

ભલે લોકો ભારતીય રેલવેને થોડી કમજોર સમજતા હોય એનો મતલબ એ નથી કે આપણે રેલવેમાં કંઈ સુધારા – વધારા ન કરી શકીએ. સરકારની સુધારા નીતિ સાફ દેખાય રહી છે, જેમ કે એક દિવસે કોઈ ટ્રેનની મુસાફરીથી કંટાળી જતા હતા એવા વ્યક્તિઓ હવે ટ્રેનની મુસાફરી કરવા લાગ્યા છે. ખરેખર વાત એ છે કે ભારતીય રેલવેની છબી દિવસે – દિવસે સુધરી રહી છે. આ વાતનું બેનમૂન ઉદારહણ પણ તમે જાણી લો જેથી વાતની સચોટતા તમને ખબર પડે.

Image Source : india.com

તમને જણાવી દઈએ કે આજની માહિતી બહુ રસપ્રદ છે. તમે ક્યારેય ટ્રેન વિશેની આવી વાત સાંભળી નહીં હોય. અમે આ માહિતી જેવી જાણી કે ચકીત રહી ગયા. ઓહો! આ શું? એક એવી ટ્રેન વિશેની વાત જેને ૧૮૦ કિમી પ્રતિકલાકની ઝડપ પાર કરી નાખી હતી. આખી વિગત જાણવી હોય તો આ આર્ટિકલ અંત સુધી વાંચવાનું ચૂકશો નહીં.

ટ્રેન 18 તરીકે ઓળખાતી નવી ટ્રેન ભારતની અંદર લોન્ચ કરવામાં આવી. ત્યારે સૌપ્રથમ આ ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારે બન્યું કઈંક એવું કે રેકોર્ડ તૂટી ગયો. રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ભેગા મળીને ટ્રેન 18નું સફળ પરીક્ષણ કરવા મેદાનમાં આવ્યા હતા. પરીક્ષણમાં બન્યું એવું કે જે કોઈએ ધાર્યું ન હતું, આ ટ્રેન 18ના પરીક્ષણ દરમિયાન આ ટ્રેને ૧૮૦ કિલોમીટરથી ઉપરની સ્પીડને પાર કરી હતી. આમ, તો ૧૮૦ કિમીની ઝડપ નિયમ ભંગ ગણાય છે છતાં આ ટ્રેને અતિ સ્પીડને પાર કરી હતી. બોલો, હવે કહી શકાય ને કે ભારતીય રેલવે પ્રગતિના પંથે છે…

રૂ. ૧૦૦ કરોડના આંકડાથી તૈયાર કરેલ ટ્રેનની આ ડિઝાઇને રેલવેના ગ્રાફને બદલી નાખ્યો છે. હવે, ભારતીય રેલવેમાં સુધારા થઈ રહ્યા છે તે વાતને સાબિત કરી બતાવી. હજુ પણ ટ્રેન 18ની ડીઝાઈનમાં સુધારા – વધારા ચાલી રહ્યા છે. થોડી ઘણી અમુક વાતોનું ખાસ પરીક્ષણ થયા પછી આ ટ્રેનને ખુલ્લી મુકવામાં આવશે. એ સાથે ટ્રેન 18 દેશની સૌથી ઝડપી ટ્રેન બનશે. રવિવારે આ ટ્રેનનું ટેસ્ટીંગ થયું તેની આ વાત ખબર પડી ગઈ હતી. ૧૮૦ કિમીની ઝડપ એક કલાકમાં કાપી આ ટ્રેન દૂર અંતર સુધી પહોંચી ગઈ હતી જેની રેલવે અધિકારીએ નોંધ કરી હતી.

Image Source : swarajyamag.com

આ ટ્રેનને લઈને અધિકારીઓને ચિંતા હતી એ પણ દૂર થઈ ગઈ હતી કે, ટ્રેન સ્પીડના મામલે બરાબર ઉતરશે કે નહીં? પણ ૧૮૦ કિમીની સ્પીડમાં ઓકે રહી હતી. હવે બાકીના મુખ્ય પરીક્ષણ કરવામાં આવશે. લાસ્ટમાં ફૂલ ફાઈનલ ટેસ્ટીંગ અને ટ્યુનિંગ પણ ચેક કરવામાં આવશે. બધી વસ્તુઓ તપાસ્યા બાદ અધિકારીઓ આ ટ્રેન 18 ને લઈને રિપોર્ટ જાહેર કરશે. રેલવે વિભાગનના અધિકારીઓની ગણતરી એવી છે કે ટ્રેન 18 ને જાન્યુઆરી ૨૦૧૯ થી દોડતી કરી દેવી. પણ જોઈએ આગળ શું થાય છે હવે….!!!!

Image Source : pragativadi.com
ટ્રેનના પરીક્ષણ માટે આમ તો ત્રણ મહિના જેવો સમય લાગે છે પણ આ ટ્રેનને ઝડપથી પરીક્ષણમાં લઈને સ્પીડની ચકાસણી કરી હતી. અધિકારીઓના કહેવા મુજબ એવું છે કે, જો બધા ટેસ્ટ રીપોર્ટ બરાબર હશે તો ટ્રેન 18ને ચાલુ કરી દેવામાં આવશે. આ ટ્રેનની ક્ષમતા બહુ સારી છે. એક દિવસની વાત કરીએ તો ૨૦૦ કિલોમીટર જેટલું અંતર તો ગણતરીની કલાકોમાં જ કાપી નાખે છે.

Image Source : siasat.com

ભારતીય રેલવેમાં શતાબ્દી એક્સપ્રેસ પ્રખ્યાત ટ્રેન છે. તો એવી જ રીતે ૧૬ કોચ સાથે ટ્રેન 18માં પણ એટલી જ પેસેન્જર ક્ષમતા હશે. એરોડાયનેમિક્સ આકારને લીધે આ ટ્રેન ઓછી કલાકોમાં વધુ અંતર કાપવા તૈયાર છે. સાથે બ્રેકિંગ સિસ્ટમ પણ સારી એડવાન્સ ટેકનોલોજીની બનાવી છે એટલે વધુ સ્પીડમાં પણ ટ્રેનને તરત રોકી શકાય છે. એરકન્ડીશનરની સુવિધા સાથેની ટ્રેન 18 થોડા સમયમાં
ભારતીય રેલવે ટ્રેનોની યાદીમાં શામિલ થશે.

તો તમે પણ રસપ્રદ માહિતી જાણવા ઉત્સુક હોય તો અમારા આ પેઇઝને લાઈક કરવાનું ભૂલશો નહીં. સાચી અને સારી માહિતી આપતું એકમાત્ર ફેસબુક પેઇઝ – @FaktGujarati
#Author : RJ Ravi

Leave a Comment