ભારત દેશને આ કારણે પહેલાં “સોને કી ચિડિયાઁ” કહેતા – આ ઈતિહાસ જાણશો તો પરસેવો છૂટી જશે..

ભારતને “સોને કી ચિડિયાઁ” શા માટે કહેવામાં આવે છે? ભારત હજારો વર્ષો પહેલાં “વિશ્વગુરૂ” હતું. ભારત વ્યાપારમાં બધાથી વિશાળ નેટવર્કનું અને વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ આગળ હતું. સન ૧૮૪૦માં જે ભારત હતું તેનો વિશ્વ વ્યાપારમાં હિસ્સો ૩૩ ટકા જેટલો હતો.

અંગ્રેજોથી પહેલા જયારે મુસ્લિમ આવ્યા ત્યારથી ભારત મસાલાની માર્કેટમાં સૌથી મોટો નિકાસ કરતો દેશ હતો. દુનિયાનો કુલ ઉત્પાદનનો ૪૩ ટકા હિસ્સો ભારતમાં જ ઉત્પાદન થતો. એમ, દુનિયાની કુલ કમાણીમાં ભારતનો હિસ્સો ૨૭ ટકાનો હતો.


આ વાત અંગ્રેજોને ઘણા ખરા અંશે ખુંચતી હતી. તેથી અંગ્રેજો વેપાર કરતાં કરતાં ભારત પર પણ નજર રાખવા લાગ્યા. ધીમે ધીમે અંગ્રેજોની આ ચાલને ચલણ ત્યારે મળતું ગયું જયારે આપણા ભારત દેશનાં રાજાઓ એકબીજા સાથે અંદરોઅંદર લડાઈમાં મસ્ત હતાં. એ સમયમાં અંગ્રેજોની નીતિ ભારત પર વધુ કારગર સાબિત થવા લાગી.

બાદ અંગેર્જી શાસનનું ભારતમાં ચલણ વધી ગયું. નિકાસનાં મામલામાં ઘણી જાતનાં ટેક્ષ ભારત પર લગાડવામાં આવ્યા. જેથી બજાર નબળી પડતા ભારતનું અર્થતંત્ર ખોરવાય. અંતે અંગ્રેજોની આ નીતિને સફળતા મળી જ ગઈ.

એ અંગ્રેજોની ચાલ કામયાબ થયા બાદ સૌથી પહેલો કાનૂન બનાવ્યો – “સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી એક્ટ” અને એ ટેક્ષ ૩૫૦ ટકા જેટલો એટલે કે ૧૦૦ રૂ. નાં ઉત્પાદનમાં ૩૫૦ રૂ. ટેક્ષ પછી જ માલ સામાનની હેરફેર અન્ય દેશ સાથે થઇ શકે. ત્યાર બાદ વેચેલ માલ પર સેલ ટેક્ષ નાખવામાં આવ્યો. જે ટેક્ષ ૧૨૦ ટકા જેટલો હતો. મતલબ ૧૦૦ રૂ. નાં વેચાણ પર ૧૨૦ રૂ. CST ભરવું પડે.

જેને કારણે ભારત સાથે ઘણાં બીજા દેશોનાં વ્યાપારમાં કમી આવી. છેલ્લે વધારામાં ઇન્કમટેક્ષ પણ લાગુ કરવામાં આવ્યો. જે ૯૭ ટકા જેટલો હતો. જેમાં ૧૦૦ રૂ. ની કમાણી પર ૯૭ રૂ. અંગ્રેજોને આપવાના રહેતા.

એ ભારતને ગુલામ બનાવનાર અંગ્રેજો આવ્યા પહેલા ભારતને સોને કી ચિડિયાઁ કહેવામાં આવતું. કારણ કે, એ સમયે ભારત એક જ એવો દેશ હતો જ્યાં બધી જ પ્રકારની સમૃદ્ધતા હતી. સાથે ફળદ્રુપ જમીનને લીધે ભારતમાં બધી પ્રકારના અનાજોનું વાવેતર થઇ શકતું.. ભારતને લઈને અમુક જુનો એવો ઈતિહાસ છે જે બહુ ઓછા લોકોને ખબર હોય અથવા અમુક લોકો જાણતા પણ નથી. જુના પુસ્તકોમાં આ ઈતિહાસ વિશેનો ઉલ્લેખ નથી જેને લઈને નવી આવનરી પેઢી માહિતગાર નથી.

ભારત પર અંગ્રેજો પહેલા મુસ્લિમોના આક્રમણ વખતનો ઈતિહાસ છે. જયારે આ આક્રમણ થયું ત્યારે બાબા રાવલ ભારતથી ઘણાં સમય મારે દુર રહ્યા હતાં. અહીં વાત જોઈ જાતિવાદની નથી પરંતુ એક ઈતિહાસ મુજબ એવું કહેવામાં આવે છે કે, ભારત પર એ સમયમાં યુદ્ધ આક્રમણનો સમય લાંબો ચાલ્યો.

મુસ્લિમ મહેમુદ ગજ્નબીએ ૧૦૦૨ થી ૧૦૧૭ માં ભારત પર આક્રમણ કર્યું હતું. એ વખતનાં ભારતનાં રાજાઓએ મહેમુદને હરાવ્યા હતાં અને દેશને બચાવ્યો હતો. સોમનાથ પર ગજ્નબીએ આક્રમણ કર્યું હતું. પછીના ૧૦૦ વર્ષો સુધી ભારતને શાંતી રહી હતી અને કોઈ જ પ્રખર ઘુસણખોરી માટેનું યુદ્ધ થયું ન હતું.

આજ આપણે કહીએ છીએ પશ્ચિમી સંસ્કૃતિનાં દેશો વિકસિત છે અને ભારત વિકાશશીલ દેશ છે. એમનું એક કારણ આ પણ હોય શકે. હજું ભારત વિદેશી કંપનીઓનાં સહારે ચાલે છે. જે ભારતને ડુબાડશે કે સધ્ધર બનાવશે? એ તો જોવું જ રહ્યું..! સર્વિસ આપતી કંપની, દવા બનાવતી કંપની કે ઈન્સ્યોરન્સ સેક્ટર સુધીની વિદેશી કંપનીઓની બોલબાલા વધુ છે. જે કંપનીઓ ભારતમાં વિકાસ પામી ભારતીય નાણાંને વિદેશોમાં લઇ જતી થઇ ગઈ છે.

હવે તો ગજબ થયું – ભારત ગુલામ દેશ નથી પરંતુ આપણી વિદેશી વસ્તુ પ્રત્યેની ગુલામી હજું જતી નથી. જ્યાં સુધી ભારતનાં લોકો બહારની કંપનીઓને પ્રોત્સાહન આપતાં રહેશે ત્યાં સુધી ફરી ભારતને ફરી “વિશ્વગુરૂ” નું બીરૂદ મળતા સમય નીકળી જશે.

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Ravi Gohel

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment