તો આ જગ્યાએ છે ભારતનું સૌથી ખૂબસૂરત રેલ્વે સ્ટેશન – અહીં આવો તો એવું લાગે જાણે ફરવા આવ્યા હોય…

રેલ્વેમાર્ગ ભારતની જીવનરેખા ગણાય છે. કારણ કે રેલ્વે એક જગ્યાને બીજી જગ્યા સાથે જોડી રાખે છે. જે બે રાજ્યો કે શહેર વચ્ચેના સંબંધને જાળવી રાખે છે. ભારત વિશાળ દેશ છે એટલે તો રેલવે સ્ટેશનથી રેલવે સ્ટેશન સુધીની સફર મજેદાર રહે છે. એવી રીતે ભારતનું એક એવું રેલવે સ્ટેશન છે જ્યાં રોયલ નજરાણું અનુભવાય છે. સાથે આ રેલ્વે સ્ટેશન ટુરિસ્ટ પોસ્ટ જેવો અનુભવ આપે છે.

એવા ખૂબસૂરત રેલવે સ્ટેશનની વાત કરતા હોય ત્યારે શરૂઆત મુંબઈથી જ કરવી પડે. મુંબઈમાં આવેલ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસને તો ખૂબસૂરત રેલવે સ્ટેશનનો એવોર્ડ મળવો જોઈએ. ચાલો, જાણીએ આ સ્ટેશનની વિશેષતા.

– આ સ્ટેશનમાં 30 લાખ લોકોથી વધુ રોજના મુલાકાતીઓ અવરજવર કરે છે. અહીં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસમાં હેરિટેજ ગેલેરી પણ બનાવવામાં આવી છે. ભારતીય રેલવેનો ઇતિહાસ અહીં બનાવવામાં આવ્યો છે.

– રાતના સમયે આ સ્ટેશનને જુઓ તો કલરિંગ લાઈટીંગ કરવામાં આવ્યું છે. તિરંગાના કલરમાં ચમકતું આ રેલ્વે સ્ટેશનનો રાતમાં નજારો અતિ નયનરમ્ય લાગે છે.

– આ સ્ટેશનમાં મેઇન ટીકીટ બુકિંગ હોલને સ્ટાર ચેમ્બરથી ઓળખવામાં આવે છે. હોલની ડિઝાઇન સ્ટાર જેવી છે, તેથી આ ડિઝાઇનને સ્ટારનુમા ડિઝાઇન કહેવામાં આવે છે. આ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના કારણે જ ભારતમાં ભવ્ય રેલવે સ્ટેશન બનાવવાની પરંપરા આવી.

– આ સ્ટેશનને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ ઘોષિત કર્યું છે. ૧૮૭૮માં આ સ્ટેશનનું નિર્માણ કામ ચાલુ થયું ત્યારબાદ તે પૂર્ણ દસ વર્ષ પછી થયું હતું. લોકપ્રિય ગોથિક વાસ્તુકલા શૈલીમાં બનાવવામાં આવેલું આ રેલ્વે સ્ટેશનની એકવાર મુલાકાત લેવા જેવી છે. આ રેલવે સ્ટેશનના ઝરૂખાની ડિઝાઇન ખૂબ જ શાનદાર છે.

– રેલવે સ્ટેશનનું આર્કિટેક્ચર એટલું વિશાળ અને આલીશાન છે કે, લોકો આજે પણ ફોટો ક્લિક કરતા થાકતા નથી. આ સ્ટેશન યુરોપ અને ભારતની સ્થાપત્ય કલાનું ઉદાહરણ છે.

– સ્ટેશનમાં ભારતીય પથ્થરો સાથે ઇટાલિયન માર્બલનો ઉપયોગ થયો છે. ઈમારતની કોલમમાં ફુલ અને જાનવરની આકૃતિઓ બનાવવામાં આવી છે.

– મુંબઈમાં આવેલું આ સ્ટેશન સૌથી ફેમસ જગ્યા છે. આ સ્ટેશનનું પહેલું નામ વિક્ટોરિયા ટર્મિનસ હતું, જે પછીથી બદલાવવામાં આવ્યું છે. અત્યારે આ રેલવેસ્ટેશનને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરીકે ઓળખવામાં આવે છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *