પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેના એ પાકિસ્તાન સત્તાવાર કાશ્મીરમાં જબરદસ્ત હુમલા કર્યા છે. ભારતીય વાયુસેનાના 12 મિરાજ – 2000 લડાકુ વિમાનોએ આતંકી કેમ્પો પર 1000 કિલોગ્રામ બોમ્બ ફેંકી જૈશ-એ-મોહમ્મદના અલ્ફા 3 કંટ્રોલ રૂમ સહિત કેટલાંય ઠેકાણોને ધ્વસ્ત કરી દીધા છે. સૂત્રોના મતે એનએસએ અજીત ડોભાલે આ એર સ્ટ્રાઇક અંગે પીએમ મોદીને માહિતી આપી દીધી છે. આ હુમલા બાદ ભારતીય વાયુસેના હાઇએલર્ટ પર છે. સરહદને અડીને આવેલા સ્થાનિક લોકો એ પણ કહ્યું કે સોમવાર અડધી રાત્રે જ સરહદ પર લડાકુ વિમાનોના અવાજ આવી રહ્યા હતા.
ભારતીય વાયુસેનાએ જે સ્ટ્રાઈક કરી તેનો નક્સો ઓમાર અબદ્દુલાએ ટ્વીટ કરી જણાવ્યો

પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચેના સંબંધો સતત તણાવપૂર્ણ થઇ રહ્યા છે. ભારતે આ હુમલાનો બદલો લેવા માટે પોતાના સુરક્ષાબળોને ખુલી છૂટ આપી દીધી છે. આ બધાની વચ્ચે મંગળવારના રોજ પાકિસ્તાને આરોપ મૂકયો છે કે ભારતીય વાયુસેનાએ સરહદનું ઉલ્લંઘન કર્યું અને પાકિસ્તાની સરહદમાં ઘૂસણખોરી કરી છે.
થોડાંક દિવસ પહેલાં પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરૈશી એ યુએનને ચિઠ્ઠી લખીને ભારતની વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. તેમણે ભારત પર આરોપ મૂકતા કહ્યું હતું કે તેમનો દેશ શાંતિ ઇચ્છે છે જ્યારે ભારત યુદ્ધન ઉન્માદ ફેલાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 14મી ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. તેની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. આ હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ હુમલાનો જડબાતોડ જવાબ અપાશે.

આ એર સ્ટ્રાઈક 21 મિનિટ ચાલી હતી અને તેમાં 200થી 300 આતંકીઓને ઠાર કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ સ્ટ્રાઈક પછી બીએસએફ બોર્ડર પર સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીએસએફને ભારત-પાકિસ્તાન સીમા પર એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય સીમા ઉપર પણ બીએસએફ તહેનાત કરી દેવામાં આવી છે.

માનવામાં આવે છે કે, આ હુમલાથી ઘણાં આતંકીઓના ઠેકાણા અને લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયુસેનાએ મંગળવારે સવારે 3.30 વાગે આ સ્ટ્રાઈક કરી છે. આ ઓપરેશનમાં 12 મિરાજ લડાકૂ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનમાં પીઓકેમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. અહીં ત્રણેય જગ્યાઓ પર જૈશ-એ-મોહમ્મદનો કંટ્રોલ રૂમ અલ્ફા-3 ઠેકાણા હતા જે તોડી પાડવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયુસેનાએ મંગળવારે સવારે 3.30 વાગે આ સ્ટ્રાઈક કરી છે. આ ઓપરેશનમાં 12 મિરાજ લડાકૂ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ હુમલાની આશંકા જૈશના મુખિયાને પહેલેથી જ હતી તેથી જ તેમના ઘણાં પ્રમુખ આતંકીઓ પહેલેથી જ સુરક્ષીત જગ્યાએ પહોંચી ગયા છે. જૈશ-એ-મોહમ્મદના મુખિયા મૌલાના મસૂદ અઝહરનો ભાઈ પંજાબની કોઈ સુરક્ષીત જગ્યાએ પહોંચી ગયો હોવાની માહિતી મળી છે. જ્યારે મસૂદ અઝહર પણ બહાવલપુરના જૈશ કેમ્પથી ક્યાંક અલગ જગ્યાએ પહોંચી ગયો છે.
માનવામાં આવે છે કે, આ હુમલાથી ઘણાં આતંકીઓના ઠેકાણા અને લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે.
ઉરી હુમલા વખતે ભારતે બદલો લીધો એ હજુ નાપાક પાક ભૂલ્યું નહીં હોય. કારણ કે આપણા સૈનિકોએ વળતો ઉતર આપવા માટે એનાં ઘરમાં ઘુસીને માર્યા હતા. અને કેટલાય આંતકીને ઠાર કરી દીધા હતા. ત્યારે લગભગ 12:30ને આ સર્જીકલ સ્ટ્રાઈક ચાલુ કરી હતી અને સતત 4 કલાક સુધી આ હુમલો ભારતે ચાલુ રાખ્યો હતો અને આ વખતે પુલવામાનો બદલો પણ આપણી વાયુસેનાએ રાતે જ લીધો છે.

આપણી સ્ટ્રાઈક લગભગ ઉરી વખતે 4 કલાક ચાલી હતી અને 4:30 એ પૂરી કરી હતી અને આતંકીઓને ઠાર કરી દીધા હતા. એવી જ રીતે આ વખતે પણ રાતે જ હુમલો થયો છે અને આતંકીઓને ઠાર કર્યા છે. તો વળી આ વખતે આપણે 300 આંતકીઓને ઠાર કર્યા છે અને આ એર સ્ટ્રાઈકમાં આપણા જવાનોએ 3:30 વાગ્યે પૂરી કરી હતી.
આજના હુમલા બાદ ગુજરાતની તમામ બોર્ડર હાઈ અલર્ટ પર છે. ખબરોની માનીએ તો આ હુમલા નો જવાબ પાકિસ્તાન કઈ રીતે પાછો આપશે એ હવે સમય જણાવશે. હાલ ભારતની જેટલી પણ બોર્ડર્સ પાકિસ્તાન સાથે છે એ બધીજ બોર્ડર સચેત થઇ રહી છે. અને પાકિસ્તાન ના કોઈ પણ હુમલા માટે ભારત તૈયાર છે.

નરેન્દ્ર મોદી પર ફક્ત ગુજરાતીઓ નહિ આજે ભારતની સાથે-સાથે આખું વિશ્વ તેમનો ગુણ ગાન કરી રહ્યો છે. ગુજરાત અને ભારતના વીર શ્રી નરેન્દ્ર મોદીને સલ્યુંટ…
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ ‘ફક્ત ગુજરાતી’ લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર…
Author : Aditi Vinay.