બાળકોની દિનચર્યા માં શામેલ કરો આ યોગાસન, ચોમાસામાં સ્વાસ્થ્ય સારુ રાખવા માટે નો રામબાણ ઈલાજ 

Image Source

વરસાદવાળું વાતાવરણ દરેક વ્યક્તિને ગમતું હોય છે.આ વાતાવરણ માં ફૂલ છોડ અને ઝાડ ખુબજ સુંદર દેખાય છે.અને તાનાથી વિશેષ બાળકોને પણ આ ચોમાસાનું વાતાવરણ ખુબજ પ્રિય હોય છે.આ વરસાદ માં નહાવું છબછબિયા કરવા, પાણીમાં નાવડી બનાવીને ચલાવવી. પરંતુ આ વાતાવરણની સાથે ઘણી બધી બીમારીઓ પણ આવે છે જેમ કે શરદી ખાંસી તાવ શરીર પર રેશિશ તથા મચ્છર થી થતી બીમારી. એવામાં આપણે આપણા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. તેમજ આ નાના નાના બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પણ એટલું જ જરૂરી છે. અને જો એમાં યોગની વાત આવે તો આપણી સેવત સારી રાખવા માટે તેનાથી વધુ સારો કોઈ જ ઉપાય નથી. તો આપણે આપણા બાળકોના સ્વાસ્થ્યને યોગ્ય રાખવા માટે જાણીયે યોગાસન.

1 હલાસન

પીઠને જમીન પર અડકાડીને સુઈ જાવ અને હાથને સાઇડ ઉપર રાખો.શ્વાસને અંદરની તરફ ખેંચતા પગને ઉપરની તરફ ઉઠાવો પગ અને કમરમાં કમર થી ૯૦ ડિગ્રી કોણ બનાવો, તેનું દબાણ પેટની માંસપેશીઓ ઉપર રહેશે ત્યારબાદ પગ ઉપર ઉઠાવીને તમારા હાથને કમરથી સહારો આપો પછી પગને માથા તરફ નમાવો અને પગને માથાની પાછળ લઈ જાવ. તેમાં તમારા પગના અંગૂઠાથી જમીનને અડકતી આ દરમિયાન કમર જમીનના સમાંતર રાખવી.

2 મત્સ્યાસન

પીઠના આધાર પર જમીન પર સુઈ જાવ, ત્યારબાદ તમે કોણી અને ખભા ની મદદથી જમીન તરફ પુશ કરો,પછી તમારા માથા અને ખભાને ઉપરની તરફ ઉઠાવો ત્યારબાદ હથેળીની મદદથી જમીનને પુશ કરો, અને માથું અને છાતીની ઉપરની તરફ ઉઠાવો, ત્યારબાદ પોતાના માથાના ક્રાઉન એરિયાને જમીન પર ટેકવો, પગને સીધા રાખો અથવા ઘૂંટણથી વાળીને પણ રાખી શકો છો.

Image Source

3 મંડુકાસન

વજ્રાસનની અવસ્થામાં બેસવું અને પોતાની મુઠ્ઠી બાંધીને તમારી નાભિની પાસે લઈ જાઓ.તમારી મુઠ્ઠીને નાભિ અને જાંઘ ની પાસે ઊભી કરીને રાખો ધ્યાન રાખો કે આવું કરતી વખતે તમારી આંગળી પેટ તરફ હોય. ઊંડો શ્વાસ લો અને તેને છોડતી વખતે આગળની તરફ નમો, અને તમારી છાતીને જાંઘ ઉપર ટેકવવાની કોશિશ કરો, નમતી વખતે તમારી નાભિ પર વધુ થી વધુ દબાણ આપો. માથું અને ગરદન સીધી રાખો અને ધીમે-ધીમે શ્વાસ લો અને છોડો.

4 પશ્ચિમોત્તાનાસન

તમારા પગલે બહારની તરફ ફેલાઈને જમીન પર બેસો. પગની આંગળીઓને આગળની તરફ ખેંચીને રાખો, ત્યારબાદ શ્વાસ લો અને હાથને ઉપરની તરફ ઉઠાવો, સંભવ હોય ત્યાં સુધી શરીરને આગળ તરફ નમાવો અને શ્વાસ છોડો, ત્યારબાદ તમારા બંને હાથને પગના તળિયાની પકડવાની કોશિશ કરો તથા તમારુ નાક ઘૂંટણને સ્પર્શ કરે તેવી કોશિશ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment